Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઉખેડવા તથા પાડી નાખવા, અને વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા માટે, મેં આજે તને પ્રજાઓ તથા રાજ્યો પર નીમ્યો છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 આજે હું તને પ્રજાઓ અને રાષ્ટ્રોને ઉખેડી નાખવા તથા તોડી પાડવા, વિનાશ કરવા તથા ઉથલાવી નાખવા અને બાંધવા તથા રોપવાના કાર્ય પર અધિકાર આપું છું.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઉખેડી નાખવા તથા પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા સારુ, મેં આજે તને પ્રજાઓ અને રાજ્યો પર નીમ્યો છે.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું, તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે, વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે, બાંધવાનું અને રોપવાનું છે.”

See the chapter Copy




યર્મિયા 1:10
29 Cross References  

ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


અને એમ થશે કે હઝાએલની તરવારથી જે બચી જશે તેને યેહૂ મારી નાખશે, અને યેહૂની તરવારથી જે બચી જશે તેને એલિશા મારી નાખશે.


મારી નાખવાનો સમય અને સાજું કરવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;


“ગ્રભસ્થાનમાં ઘડયા પહેલાં મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનાંથી બહાર આવ્યા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નીમ્યો છે.”


કેમ કે હું તેમનું હિત કરવા માટે તેમના પર મારી નજર રાખીશ, ને તેઓને આ દેશમાં પાછા લાવીશ; અને હું તેઓને બાંધીશ, ને પાડી નાખીશ નહિ; અને હું તેઓને રોપીશ, ને ઉખેડી નાખીશ નહિ.


તે દેશ વિષે જે સર્વ વચનો હું બોલ્યો હતો તે પ્રમાણે હું તેના પર [વિપત્તિ] લાવીશ, એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે, જે ભવિષ્ય યર્મિયાએ સર્વ દેશો વિષે કહ્યું છે, તે પ્રમાણે હું [વિપત્તિ] લાવીશ.


ત્યારે એવું થશે કે, જેમ ઉખેડવાને તથા ખંડન કરવાને, પાડી નાખવાને, નષ્ટ કરવાને તથા દુ:ખ દેવાને મેં તેઓના પર નજર રાખી હતી; તેમ બાંધવાને તથા રોપવાને હું તેઓના પર નજર રાખીશ, એવું યહોવા કહે છે.


મુડદાંઓની તથા રાખની આખી ખીણ, કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડાભાગળના ખૂણા સુધી, યહોવાને માટે પવિત્ર થશે; તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ, ને પાડી નાખવામાં આવશે નહિ.”


“જે દિવસથી મેં તારી સાથે વાત કરી, એટલે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ તથા યહૂદિયાની વિરુદ્ધ તથા સર્વ પ્રજાઓની વિરુદ્ધ જે વચનો મેં તને કહ્યાં છે, તે સર્વ એક ઓળિયામાં લખ.


જુઓ, હું હિત કરવા માટે નહિ, પણ વિપત્તિ લાવવા માટે તેઓ પર નજર રાખું છું; અને જે યહૂદીઓ મિસર દેશમાં છે, તેઓ બધા પતી જશે ત્યાં સુધી તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.


તેને કહે કે, યહોવા કહે છે કે, જે મેં બાંધ્યું છે તે હું પાડી નાખીશ, ને જે મેં રોપ્યું છે તે હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.


“હે મનુષ્યપુત્ર, વળી તું પોતે બે માર્ગ મુકરર કર કે, [તે માર્ગે] બાબિલના રાજાની તરવાર આવે. તે બન્ને એક દેશમાંથી નીકળે; અને માર્ગના મથક આગળ [દરેક] નગરમાં જવાના [માર્ગનું] નિશાન મૂક.


વળી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તું ઓહિલા તથા ઓહોલિબાનો ન્યાય કરશે? એમ હોય તો તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓને કહી બતાવ.


“હે મનુષ્યપુત્ર, મિસરના જનસમૂહને માટે પોક મૂક, ને તેમને, એટલે તેને તથા પ્રખ્યાત પ્રજાઓની પુત્રીઓને, કબરમાં ઊતરનારાઓની સાથે અધોલોકમાં નાખ.


ત્યારે જે બાકી રહેલી પ્રજાઓ તમારી આસપાસ છે તેઓ જાણશે કે મેં યહોવાએ ખંડિયેર થઈ ગયેલાં [મકાનો] બાંધ્યાં છે, ને વેરાનમાં વાવેતર કર્યું છે. હું યહોવા બોલ્યો છું, ને હું તે કરીશ.


જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો હતો ત્યારે જે સંદર્શન મને થયું હતું, તેના તેજ જેવું તે હતું. કબાર નદીને તીરે જે સંદર્શન મને થયું હતું તેના જેવા તે સંદર્શનો હતાં; અને હું ઊંધો પડ્યો.


એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે; મારા મુખનાં વચનોથી મેં તેઓનો સંહાર કર્યો છે! અને મારા ન્યાયચૂકાદા પ્રગટતા અજવાળારૂપ છે.


ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.


તે દિવસે દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ, ને તેની તૂટફાટો પૂરી દઈશ. હું તેનાં ખંડિયેરોની મરામત કરીશ, ને હું તેને પ્રાચીન કાળમાં [હતો] તેવો બાંધીશ.


પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”


Follow us:

Advertisements


Advertisements