Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હિલ્કિયાનો પુત્ર યર્મિયા જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો તેનાં વચન:

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 આ યર્મિયાના સંદેશા છે. તે યજ્ઞકાર કુટુંબના હિલ્કિયાનો પુત્ર હતો અને બિન્યામીનના કુળપ્રદેશના અનાથોથ નગરમાં વસતો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યર્મિયા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે:

See the chapter Copy




યર્મિયા 1:1
23 Cross References  

રાજાએ અબ્યાથાર યાજકને કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાનાં ખેતરોમાં જતો રહે, કેમ કે તું મરણ પામવા યોગ્ય છે. પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ, કેમ કે મારા પિતા દાઉદ આગળ તેં પ્રભુ યહોવાનો કોશ ઊંચકેલો, ને મારા પિતાને પડેલાં સર્વ દુ:ખોમાં તું પણ દુ:ખી થયેલો.


બિન્યામીનના કુળમાંથી ગેબા તેનાં પાદરો સહિત, આલ્લેમેથ તેનાં પાદરો સહિત, તથા અનાથોથ તેના પાદરો સહિત. તેઓના સર્વ કુટુંબોનાં બધા મળીને તેર નગરો હતા.


યર્મિયાએ યોશિયાને માટે વિલાપનું કાવ્ય ગાતાં આવ્યાં છે, કેમ કે ઇઝરાયલમાં એમ કરવાનો નિયમ થયેલો છે, વિલાપ [ના પુસ્તક] માં તે લખેલાં છે.


તેણે પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, યહોવાનાં વચન [બોલનાર] પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.


એટલે યર્મિયાના મુખથી [બોલાયેલું] યહોવાનું વચન પૂરું થવા માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી; કારણ કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો તેટલો વિશ્રામ [દેશે] પાળ્યો.


ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ, યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે, કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી.


અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.


હે ગાલ્લીમની દીકરી! હાંક માર; હે લાઈશા, કાન ધર; હે અનાથોથ, તેને જવાબ આપ.


આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી [સંદર્શનમાં] જે વાત પ્રગટ થઈ તે.


તારો જીવ લેવાને તાકી રહેનાર અનાથોથના જે માણસો કહે છે, “જો તું યહોવાને નામે પ્રબોધ ન કરે તો તું અમારે હાથે માર્યો નહિ જાય, ’ તેઓ વિષે યહોવા કહે છે;


તો હવે અનાથોથનો યર્મિયા જે પોતાને તમારો પ્રબોધક મનાવે છે તેને તેં કેમ ધમકાવ્યો નથી?


યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે,


યર્મિયા બિન્યામીનના દેશમાંનો પોતાનો હિસ્સો લેવા માટે યરુશાલેમમાંથી પોતાના લોકોની પાસે જવા નીકળ્યો.


ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું; ત્યાં પ્રભુનો હાથ તેના પર હતો.


તેની કારકિર્દીના પહેલા વર્ષમાં હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી તે પ્રમાણે, યરુશાલેમની પાયમાલી થતાં સુધીની મુદતનાં સિત્તેર વર્ષો વિષેની ગણતરી [પવિત્ર] શાસ્ત્ર પરથી સમજ્યો.


યહૂદિયાના રાજા ઉઝિયાની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં ધરતીકંપ થયો તે પહેલા બે વર્ષ અગાઉ, તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.


પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબામને કહાવી. મોકલ્યું, “આમોસે ઇઝરાયલ લોકોમાં તમારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. તેનાં સર્વ વચનો સહન કરવાને દેશ અશક્ત છે.


ત્યારે તેઓએ તેમને કહ્યું, “કેટલાક [કહે છે] યોહાન બાપ્તિસ્ત, ને કેટલાક એલિયા, ને કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંનો એક.”


ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું,


ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, ‘જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ ઠરાવ્યું, તેના મૂલ્યના રૂપાના ત્રીસ કકડા તેઓએ લીધા


Follow us:

Advertisements


Advertisements