Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 4:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 સત્યને બદલે તેઓ દંતકથાઓ સાંભળવા તરફ ધ્યાન આપશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ સત્યને સાંભળવાનું બંધ કરશે, અને તેઓ મૂર્ખાઈ ભરેલી વાતો પર ધ્યાન આપશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 લોકો સત્ય તરફ આડા કાન કરશે. કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરું કરશે.

See the chapter Copy




2 તિમોથી 4:4
13 Cross References  

કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.


તેઓ દષ્ટાઓને કહે છે, ‘તમે દર્શન કરશો નહિ’ અને પ્રબોધકાને [કહે છે] , ‘તમે અમને સત્ય વાતો કહેશો નહિ, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો;


પણ તેઓએ સાંભળવાને ના પાડી, ને પોતે સાંભળે નહિ માટે હઠીલા થઈને પૂઠ ફેરવી, ને પોતાના કાન બંધ કર્યા.


કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.


પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેના પર એક સામટા ધસી આવ્યા.


જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે


અને કલ્પિત વાતો પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે. એવી વાતો વિશ્વાસ ઉપર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉત્તેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્‍ન કરે છે.


પણ અધર્મી અને કપોળકલ્પિત કહાણીઓથી અલગ રહે, અને ઈશ્વરપરાયણતાની કસરત કર.


હે તિમોથી, જે [સત્ય] તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે.


તને માલૂમ છે કે, આસિયામાંના બધાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.


કે, તેઓ યહૂદીઓની કલ્પિત કથાઓ પર તથા સત્યથી ફરી જનાર માણસોના હુકમ પર‍ ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દઢ રહે.


તમ સર્વના ઉપર કૃપા હો. આમીન.


કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેમના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતાં.


Follow us:

Advertisements


Advertisements