Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તારાં આંસુઓ સંભારતાં હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે [તને જોઈને] હું આનંદથી ભરપૂર થાઉં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 તારાં આંસુઓ મને યાદ આવે છે અને મને ઘણો આનંદ થાય તે માટે તને મળવાને હું ખૂબ જ આતુર છું. મને તારા વિશ્વાસની નિખાલસતા યાદ આવે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે (તને જોઈને) હું આનંદથી ભરપૂર થાઉં;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 તારાં આંસુઓ સંભારતાં તને મળવાનું મને ઘણું મન થાય છે જેથી મારું હૈયું આનંદથી છલકાઇ જાય.

See the chapter Copy




2 તિમોથી 1:4
19 Cross References  

જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે.


સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય.


ત્યારે કુમારીઓ ગાયકગણની સાથે આનંદથી નૃત્ય કરશે, તરુણો તથા વૃદ્ધો હરખાશે. હું તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ, તેઓને દિલાસો આપીશ, ને તેઓનું દુ:ખ દૂર કરીને તેઓને હર્ષિત કરીશ.


તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.


હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.


એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત, અને યહૂદીઓનાં કાવતરાંથી મારા પર જે જે સંકટ આવી પડ્યાં તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો, એ તમે પોતે જાણો છો.


માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી રાતદિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી.


કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કોઈ આત્મિક દાન પમાડું,


કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમ સર્વ ઉપર કેટલી બધી મમતા રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


કારણ કે તે તમો સર્વને બહુ ચાહતો હતો, અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે.


પણ, ભાઈઓ, અમે મનથી નહિ, પણ દેહથી જ થોડી મુદત સુધી તમારાથી વિયોગી થયાને લીધે, ઘણી આતુરતાથી તમારા મુખનાં દર્શન કરવાને ઘણા પ્રયત્નો કર્યા;


શિયાળા પહેલાં આવવાને યત્ન કરજે. યુબુલસ, પુદેન્સ, લીનસ, કલાદિયા તથા સર્વ ભાઈઓ તને ક્ષેમકુશળ કહે છે.


મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે.


અને અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.


તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રુદન કે દુ:ખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.”


કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”


Follow us:

Advertisements


Advertisements