Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓ પરણવાની મના કરશે, અને વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને માટે જે ખોરાક આભારસ્તુતિ કરીને આહાર કરવા માટે ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો, તેથી દૂર રહેવાનું કહેશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 લગ્ન ન કરવું જોઈએ અને અમુક ખોરાક ન ખાવો જોઈએ તેવું આ માણસો શીખવે છે. પણ વિશ્વાસીઓ અને સત્યને જાણનારાઓએ આભારની પ્રાર્થના કરી, ઈશ્વરે ઉત્પન્‍ન કરેલો ખોરાક ખાવો જોઈએ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે.

See the chapter Copy




1 તિમોથી 4:3
30 Cross References  

પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક તરીકે થશે. લીલા શાકની પેઠે મેં તમને સર્વ આપ્યાં છે.


જુઓ, મનુષ્યને માટે જે સારું ને શોભીતું મેં જોયું છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું, અને પૃથ્વી પર જે બધી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજમઝા માણવી; કેમ કે એ જ તેનો હિસ્‍સો છે.


તે પોતાના પૂર્વજોના દેવોને કે આમ્મૂઝ દેવીને કે કોઈ પણ બીજા દેવને ગણકારશે નહિ; કેમ કે તે પોતાને સર્વ કરતાં મોટો ગણશે.


પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી, ને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ તેમણે આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલી ભાંગીને શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને [આપી.]


મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.”


અને તે સાત રોટલી તથા માછલી લઈ તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પોતાના શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને આપી.


તે તેઓની સાથે જમવા બેઠા ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપી.


(તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી [બીજી] હોડીઓ આવી.)


એમ કહીને તેણે રોટલી લીધી, અને સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તે તે ભાંગીને ખાવા લાગ્યો.


કેમ કે ઈશ્વરનું રાજય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી [મળતો] આનંદ, તેઓમાં છે.


જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો. અને જે ખાતો નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો અંગીકાર કર્યો છે.


[અમુક] દિવસને જે [પવિત્ર] ગણે છે તે પ્રભુની ખાતર [તેને પવિત્ર] ગણે છે. જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે. જે નથી ખાતો તે પ્રભુની ખાતર નથી ખાતો, અને ઈશ્વરનો આભાર માને છે.


અન્‍ન પેટને માટે અને પેટ અન્‍નને માટે છે. પણ ઈશ્વર તે બન્‍નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નથી, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરને માટે.


પણ જો તું પરણે, તો તેં પાપ કર્યું એમ નથી. અને જો કુંવારી પરણે તો તેણે પાપ કર્યું એમ પણ નથી. પણ એવાંને શારીરિક દુ:ખ થશે. પણ હું તમારો બચાવ કરવા ઇચ્છું છું.


પંણ ખોરાકથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી:જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી; અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી.


એથી ખાવાપીવા વિષે કે પર્વ કે ચાંદરાત કે વિશ્રામવારો વિષે, કોઈ તમને દોષિત ન ઠરાવે.


વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.


સર્વ માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે.


કેમ કે જો આભારસ્તુતિની સાથે તેનો ઉપયોગ થાય તો ઈશ્વરનું સર્વ ઉત્પન્‍ન કરેલું સારું છે, કંઈ નાખી દેવાનું નથી.


માટે જુવાન [વિધવાઓ] પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે, અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે, એવી મારી ઇચ્છા છે.


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઓ નહિ, કેમ કે [પ્રભુની] કૃપાથી અંત:કરણ દઢ કરવામાં આવે તે સારું છે; [અમુક] ખોરાક ખાવાથી નહિ, તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નહિ.


તમે નગરમાં પેસશો કે તરત જ, એટલે ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં, તેમને મળશે; કેમ કે તે આવીને યજ્ઞને આશીર્વાદ નહિ દે ત્યાં સુધી લોકો ખાશે નહિ. જેઓને નોતરવામાં આવ્યા છે તેઓ ત્યાર પછી જ ખાશે; તો હવે તમે ઉપર જાઓ; કેમ કે આ વખતે તે તમને મળશે.”


Follow us:

Advertisements


Advertisements