Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 4:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જૂઠું બોલનારા તથા જેઓનાં અંત:કરણ ડમાયેલાં છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી ફેલાય છે. લોખંડના ગરમ સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ તેમની પ્રેરકબુદ્ધિ મરેલી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે.

See the chapter Copy




1 તિમોથી 4:2
18 Cross References  

પછી પેલા વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું, ”હું પણ તમારી માફક પ્રબોધક છું; અને યહોવાના કહેવાથી એક દૂતે મને કહ્યું, ‘એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ, કે તે રોટલી ખાય ને પાણી પીએ.’” [પણ] તે એને જૂઠું કહેતો હતો.


યહોવાએ એને પૂછ્યું, ‘શાથી?’ એણે કહ્યું, “હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ અને તેણે કહ્યું, ’તું તેને ફોસલાવી શકશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ કર.’


વડીલ તથા માનવંતા તે માથું, અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂછડું છે.


વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.


જે પ્રબોધકો ખોટો પ્રબોધ કરે છે, ને પોતાના હ્રદયમાં રહેલા કપટનો પ્રબોધ કરે છે, તેઓના હ્રદયમાં એ ક્યાં સુધી રહેશે?


યહોવા કહે છે, જુઓ, જેઓ ખોટાં સ્વપ્નો પ્રગટ કરીને બોલે છે, ને પોતાની જૂઠી વાતોથી તથા ખાલી બડાઈ મારીને મારા લોકોને ભમાવે છે, તેઓની વિરુદ્ધ હું છું; મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા પણ આપી નથી; તેઓ આ લોકોને જરા પણ હિતકારક થશે નહિ, એવું યહોવા કહે છે.


“હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો:


કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.


જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો.


અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનરા તથા આમતેમ ફરનારા ન થઈએ


તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા.


ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે.


કેમ કે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે, જેઓ સર્વ શક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે.


Follow us:

Advertisements


Advertisements