Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 4:15 - પવિત્ર બાઇબલ C.L.

15 ઓ ફિલિપીઓ, તમે સારી રીતે જાણો છો કે શુભસંદેશના પ્રચારકાર્યના શરૂઆતના દિવસોમાં જયારે હું મકદોનિયાથી નીકળ્યો ત્યારે માત્ર તમારી જ મંડળીએ મને મદદ કરી હતી. એકલા તમે જ મારા સુખદુ:ખમાં ભાગીદાર થયા હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને, ઓ ફિલિપીઓ, તમે પોતે જાણો છો કે, સુવાર્તા [પ્રસાર] ના આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી નીકળ્યો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજી કોઈ મંડળીએ ભાગ લીધો નહોતો;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

15 તમે ફિલિપ્પીના લોકો યાદ કરો જ્યારે મેં ત્યાં સુવાર્તા આપવાની શરૂઆત કરેલી. મેં જ્યારે મકદોનિયા છોડ્યું ત્યારે તમારી એક જ મંડળી એવી હતી કે જેણે મને મદદ કરી.

See the chapter Copy




ફિલિપ્પીઓ 4:15
12 Cross References  

એલિશાએ જવાબ આપ્યો, “જેમની સેવા હું કરું છું તે પ્રભુના જીવના સમ, કે હું કંઈ ભેટ સ્વીકારીશ નહિ.” નામાને એ ભેટ સ્વીકારવા આગ્રહ કર્યો, પણ તેણે માન્યું નહિ.


એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.”


પાઉલ અને સિલાસ જેલમાંથી લુદિયાને ઘેર ગયા. ત્યાં ભાઈઓને મળ્યા અને તેમને ઉત્તેજન આપીને ત્યાંથી વિદાય થયા.


કારણ, મકદોનિયા અને આખાયાના પ્રદેશોની મંડળીઓએ યરુશાલેમમાંના ઈશ્વરના લોકમાંના ગરીબોને મદદ કરવાનો ઠરાવ કર્યો છે.


ભાઈઓ, મને પડેલાં દુ:ખો શુભસંદેશના પ્રચારમાં મદદરુપ નીવડયાં છે એ તમે જાણો એવું હું ઇચ્છું છું.


જેઓ પ્રેમથી પ્રેરાઈને એ ક્મ કરે છે તેઓ જાણે છે કે હું શુભસંદેશના સમર્થન માટે નિમાયેલો છું.


કારણ, શુભસંદેશના પ્રચારમાં પ્રથમ દિવસથી આજ સુધી તમે જે રીતે સહકાર આપ્યો તે મને યાદ આવે છે.


તમે સૌ મારા હૃદયમાં વસેલા હોવાથી તમારે વિષે મને આવી લાગણી થાય એ વાજબી છે. મારા હાલના જેલવાસ દરમ્યાન અને જ્યારે શુભસંદેશનો બચાવ કે સમર્થન કરવા હું મુક્ત હતો ત્યારે પણ તમે સૌ કૃપામાં મારા સહભાગી થયા.


આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો.


Follow us:

Advertisements


Advertisements