Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 3:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પણ જે બાબતોને મેં લાભદાયી ગણી હતી તે બધીને હવે ખ્રિસ્તને લીધે હું નુક્સાનકારક ગણું છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ જે વાનાં મને લાભકારક હતાં તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 છતાં પણ જે બાબતો મને ઉપયોગી હતી, તે મેં ખ્રિસ્તને સારું હાનિકારક જેવી માની.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 એક સમયે, આ બધી જ વસ્તુ મારા માટે ઘણી મહત્વની હતી. પરંતુ મેં નક્કી કર્યુ કે ખ્રિસ્ત આગળ આ બધી વસ્તુઓનું કશું જ મૂલ્ય નથી.

See the chapter Copy




ફિલિપ્પીઓ 3:7
20 Cross References  

તેમને બહાર લાવ્યા પછી એક દૂતે તેમને કહ્યું, “તમારો જીવ લઈને નાસો, પાછા વળીને જોશો નહિ અને ખીણપ્રદેશમાં કોઈ જગ્યાએ ન રોકાતાં પર્વત પર નાસી જાઓ, નહિ તો તમારો પણ નાશ થઈ જશે.”


પણ લોતની પછવાડે ચાલતી તેની પત્નીએ પાછળ જોયું એટલે તે મીઠાનો થાંભલો થઈ ગઈ.


શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “‘ચામડી સાટે ચામડી’, પોતાનો જીવ બચાવવા માટે તો માણસ પોતાનું સર્વસ્વ આપી દે,


ધનવાને પોતાનો જીવ બચાવવા ધન આપવું પડે છે, પણ ગરીબને કોઈ એવી ધમકી આપતું નથી.


સત્યની ખરીદી કર, તેને વેચીશ નહિ; જ્ઞાન, શિસ્ત તથા સમજને પણ વેચીશ નહિ.


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


તેણે પોતાનો ઝભ્ભો ફેંકી દીધો, તે કૂદીને ઊઠયો અને ઈસુ પાસે આવ્યો.


તેમણે પાછા ફરીને તેમને કહ્યું, “જે મને અનુસરવા માગે છે તે પોતાના પિતા, માતા, પત્ની અને બાળકો, ભાઈઓ અને બહેનો અરે, પોતાની જાતનો પણ તિરસ્કાર ન કરે, તો તે મારો શિષ્ય બની શક્તો નથી.


ઈસુએ અંતમાં જણાવ્યું, “એ જ રીતે તમારામાંનો કોઈ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા સિવાય મારો શિષ્ય થઈ શકે જ નહિ.”


આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.”


બધાએ પૂરતું ખાઈ લીધા પછી ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણ હલકું કર્યું.


ઇજિપ્તના સર્વ દ્રવ્યભંડારો કરતાં તેણે ખ્રિસ્તને માટે નિંદા સહન કરવાનું ઉત્તમ ગણ્યું. કારણ, તેની દૃષ્ટિ ભાવિ પ્રતિફળ પર મંડાયેલી હતી.


Follow us:

Advertisements


Advertisements