Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 3:6 - પવિત્ર બાઇબલ C.L.

6 અને હું એટલો બધો ધગશવાળો હતો કે મેં મંડળીની સતાવણી કરી હતી. નિયમશાસ્ત્રની આજ્ઞાઓને આધીન થઈને ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તું હોય તો હું નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [ધર્મના] આવેશ સંબંધી મંડળીને સતાવનાર; નિયમ [શાસ્‍ત્ર] ના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ધર્મના આવેશ સંબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

6 હું મારા યહૂદી ધર્મથી એટલો બધો ઉત્તેજીત હતો કે મેં મંડળીને સતાવેલી. હું જે રીતે મૂસાના નિયમ શાસ્ત્રને અનુસર્યો હતો તેમા કોઈ દોષ શોધી શકે તેમ નહોતો.

See the chapter Copy




ફિલિપ્પીઓ 3:6
25 Cross References  

(ગિબ્યોનના લોકો ઇઝરાયલી નહોતા. તેઓ તો અમોરી પ્રજાના બાકી રહી ગયેલા લોક હતા. ઇઝરાયલીઓએ તેમને મારી નહિ નાખવાના સમ ખાધા હતા. પણ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પ્રત્યેના શાઉલના આવેશને લઈને તેણે તેમનો ઉચ્છેદ કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો.)


યેહૂએ જવાબ આપ્યો, “તો પછી, તારો હાથ મારા તરફ લંબાવ. તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા. યેહૂએ તેને રથમાં બેસાડી લીધો.


તેથી વધુ પડતી ભલાઈ ન દાખવવી; તેમ જ વધુ પડતું શાણપણ પણ દાખવવું નહિ. શા માટે પોતે પોતાનો નાશ કરવો?


પણ જો તેમાં રુઝ આવે અને તે સફેદ બની જાય તો તેવા માણસે યજ્ઞકાર પાસે જવું.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે થાળી વાટકાને બહારથી સ્વચ્છ કરો છો. પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલાં છે.


ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવામાં તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ કરતાં ચડિયાતા માલૂમ પડો તો જ તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામવાને યોગ્ય બનશો.


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


તેનું સાંભળી રહ્યા પછી તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેમણે પાઉલને કહ્યું, “ભાઈ, વાત આમ છે. હજારો યહૂદીઓ વિશ્વાસી બન્યા છે અને તેઓ બધા નિયમશાસ્ત્રમાં ખૂબ આસ્થા ધરાવે છે.


હું જે કહું છું તે સાચું છે તેનું સમર્થન પ્રમુખ યજ્ઞકાર તેમ જ આખી ન્યાયસભા આપી શકે તેમ છે. મેં તેમની પાસે દમાસ્ક્સમાં વસતા યહૂદી ભાઈઓ પર પત્ર લખાવ્યા હતા; જેથી હું ત્યાં જઈને એ લોકોની ધરપકડ કરીને તેમને સજા કરવા માટે યરુશાલેમ લઈ આવું.”


જો તેઓ કબૂલ કરવા તૈયાર હોય, તો તેમને ખબર છે કે મેં શરૂઆતથી જ મારું જીવન અમારા ધર્મના સૌથી રૂઢિચુસ્ત પંથ એટલે ફરોશીપંથના સભ્ય તરીકે ગાળ્યું છે.


પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં.


એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું,


તમારું જીવન એવું રાખો કે યહૂદીઓ, બિનયહૂદીઓ કે ઈશ્વરની મંડળીને કંઈ નુક્સાન ન થાય.


સાચે જ હું તો પ્રેષિતોમાં સૌથી નાનામાં નાનો છું. હું પ્રેષિત કહેવડાવવાને લાયક પણ નથી. કારણ, મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી.


જેથી તમે અપ્રામાણિક અને ભ્રષ્ટ લોકો મયે ઈશ્વરનાં સંપૂર્ણ બાળકો તરીકે શુદ્ધ અને નિર્દોષ થાઓ. તેમની સમક્ષ જીવનનો સંદેશો આપતાં તમારે આકાશમાં પ્રકાશતા તારાઓની માફક પ્રકાશવું જોઈએ.


જેથી હું તેમની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાઉં. નિયમના પાલન દ્વારા પ્રાપ્ત થતો ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ નહિ, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર સાથે સ્થપાતો સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ હું ધરાવું છું. આ સુમેળભર્યો સંબંધ ઈશ્વર પોતે જ સ્થાપિત કરે છે અને તે વિશ્વાસ પર આધારિત છે.


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


પછી તેમણે યોઆશને કહ્યું, “તારા પુત્રને અહીં બહાર કાઢી લાવ કે અમે તેને મારી નાખીએ. તેણે બઆલની વેદી તોડી પાડી છે અને તેની બાજુમાંનો અશેરાનો સ્તંભ કાપી નાખ્યો છે.”


Follow us:

Advertisements


Advertisements