Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્‍નતી છીએ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 આપણે સાચી રીતે સુન્નત પામેલા છીએ અને તેના આત્માથી આપણે દેવની સ્તુતિ સેવા કરીએ છીએ. આપણને ખ્રિસ્ત ઈસુમાં હોવા માટે ગૌરવ છે. અને આપણે આપણી જાતમાં કે અન્ય કોઈ આપણા કાર્યમાં વિશ્વાસ નથી મૂક્તા.

See the chapter Copy




ફિલિપ્પીઓ 3:3
32 Cross References  

તેમના પવિત્ર નામ માટે ગર્વ કરો, પ્રભુના આતુર ઉપાસકોનાં હૃદય આનંદિત બનો.


પણ ઇઝરાયલનાં સર્વ સંતાનો તો પ્રભુમાં વિજયી બનશે અને તેઓ સૌ તેમનો જયજયકાર કરશે.”


હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર સંબંધીનો શુભસંદેશ જાહેર કરીને કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું.


અને એમ ઈસુ ખ્રિસ્તમાં મેળવાયો હોવાથી હું ઈશ્વરની જે સેવા કરું છું તેનો ગર્વ લઈ શકું.


હવે આપણે નિયમશાસ્ત્રથી મુક્ત છીએ. કારણ, જેણે આપણને એકવાર કેદી બનાવેલા તેના સંબંધી આપણે મરણ પામ્યા છીએ. હવે આપણે લેખિત નિયમની જૂની રીતરસમ પ્રમાણે સેવા કરતા નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે નવીન રીતે સેવા કરીએ છીએ.


ઈશ્વરે જે આત્મા તમને આપ્યો છે, તે તમને ગુલામ બનાવતો નથી, કે નથી તમને ગભરાવતો. એથી ઊલટું, પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. પવિત્ર આત્માની પ્રેરણાશક્તિથી આપણે ઈશ્વરને “આબ્બા, “ એટલે “મારા પિતા” કહીને પોકારીએ છીએ.


મારું કહેવું એમ નથી કે ઈશ્વરનું વચન નિષ્ફળ ગયું છે. કારણ, સર્વ ઇઝરાયલ ઈશ્વરના પસંદ કરાયેલા લોક નથી.


પણ દુન્યવી બાબતની બડાઈ મારનાર ઘણા છે તો હું પણ તેમ કરીશ.


જો આપણે પવિત્ર આત્માએ આપેલું જીવન જીવીએ છીએ, તો આપણે આપણા જીવનમાં પવિત્ર આત્માથી ચાલવું પણ જોઈએ.


જેઓ આ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવે છે, તેમની સાથે અને ઈશ્વરના સર્વ લોકની સાથે કૃપા તથા શાંતિ રહો!


આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશાં જાગૃત રહો અને તેમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના સર્વ લોકને માટે પ્રાર્થના કરો.


તેથી તમારાં હૃદયોની સુન્‍નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો.


તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.


ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવેલા ફિલિપીમાં રહેતા ઈશ્વરના સર્વ લોક, મંડળીના આગેવાનો અને મદદનીશોને લખનાર ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી.


એ સર્વ બાબતો મેં પ્રાપ્ત કરી લીધી છે, કે હું સંપૂર્ણ થઈ ગયો છું એવો મારો દાવો નથી. પણ હું એને માટે આગળ ધપી રહ્યો છું, કારણ, ખ્રિસ્ત ઈસુએ મને એ મેળવવા માટે જીતી લીધો છે.


તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું, એ માટે કે મને ઈનામ મળે. એ ઈનામ તો ખ્રિસ્ત ઈસુની મારફતે ઉપરના જીવન માટે ઈશ્વરનું આમંત્રણ છે.


ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમારી સુન્‍નત કરાઈ હતી. એ તો માણસ દ્વારા કરાયેલી શારીરિક સુન્‍નત નહિ, પણ ખ્રિસ્તે પોતે કરેલી આત્મિક સુન્‍નત છે, કે જેમાં તમને પાપી સ્વભાવમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.


પણ પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધક્મ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો.


Follow us:

Advertisements


Advertisements