Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 3:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેઓ તેમના અંતિમ વિનાશ પ્રતિ ધસી રહ્યા છે. કારણ, પોતાની શારીરિક ઇચ્છાઓની પરિપૂર્તિ એ જ તેમનો દેવ છે. જેને માટે તેમને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે, અને આ દુનિયાનાં વાનાંમાં જ તેમનું ચિત્ત ચોંટેલું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

19 જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે.

See the chapter Copy




ફિલિપ્પીઓ 3:19
52 Cross References  

હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


હે જુલમી, શા માટે તું તારી દુષ્ટતાની બડાઈ હાંકે છે?


કારણ, અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ, અમારા અધિકારીઓ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં એ જ પ્રમાણે કરતા હતા. ત્યારે તો અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો; અમે સમૃદ્ધ હતા અને કોઈ વિપત્તિ જોઈ ન હતી.


તમારાં જૂઠાણાને માની લેનાર મારા લોકો આગળ જૂઠું બોલીને તમે મૂઠી જવ અને ટુકડો રોટલાને માટે જેઓ મરવાને પાત્ર નથી એવાને તમે મારી નાખો છો અને જેઓ જીવવાને પાત્ર નથી એવાને તમે જીવતા રાખો છો અને એમ કરીને મારા લોકમાં તમે મને અપમાનિત કર્યો છે.”


તમે દૂધદહીં ખાઓ છો, ઊનનાં વસ્ત્રો પહેરો છો, અને સૌથી પુષ્ટ ઘેટાંનું માંસ ખાઓ છો, પણ તમે કદી ઘેટાંનું પોષણ કરતા નથી.


“યજ્ઞકારોની સંખ્યા વધે છે, તો તેટલાં પાપ પણ વધે છે. પણ હું તમારા સન્માનને અપમાનમાં ફેરવી નાખીશ.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


પણ મારી વેદી નક્મી છે એમ કહેતાં અને તમે નક્મા ગણેલા ખોરાકનું મને અર્પણ ચઢાવતાં તમે મારું અપમાન કરો છો.


ઈસુએ પાછા ફરીને પિતરને કહ્યું, શેતાન, દૂર ભાગ! તું મારા માર્ગમાં ઠોકરરૂપ છે. કારણ, તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહિ!


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


પછી મારી જાતને કહીશ: હે જીવ! ઘણાં વર્ષો માટે તારે જે વસ્તુઓની જરૂર છે તે તારી પાસે સંગ્રહ કરેલી છે. હવે એશઆરામ કર, અને ખાઈપીને મજા કર!’


“એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં.


કેટલાક સમય સુધી તો ન્યાયાધીશને તેમ કરવાની ઇચ્છા ન હતી, છતાં અંતે તેણે પોતાના મનમાં કહ્યું, ‘જો કે હું ઈશ્વરની બીક રાખતો નથી અથવા માણસોનું માન રાખતો નથી,


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


જે બાબતો કરવાની અત્યારે તમને શરમ આવે છે તે કરવાથી, તમને તે વખતે શો લાભ મળ્યો હતો? તે બાબતોનું પરિણામ તો મરણ છે.


કારણ, હજુ તમે દુન્યવી માણસોની જેમ જીવો છો. તમારામાં ઈર્ષા છે, અને તમે એકબીજા સાથે ઝઘડો છો. શું એ નથી બતાવતું કે તમે દુન્યવી ધોરણ પ્રમાણે ચાલો છો?


એક માણસે પોતાની સાવકી માને પત્ની તરીકે રાખી છે! તો પછી તમે કેવી રીતે ગર્વ કરી શકો? એથી ઊલટું, તમારે દુ:ખી થવું જોઈએ, અને જેણે એ કૃત્ય કર્યું છે તેને તમારી સંગતમાંથી કાઢી મૂકવો જોઈએ.


તમે અભિમાન કરો છો તે ઉચિત નથી. “થોડું ખમીર બાંધેલા લોટની સમગ્ર કણકને ફુલાવે છે,” એ કહેવતની તો તમને ખબર છે ને?


જે કાર્ય અત્યારે હું કરું છું, તે હું કર્યા કરવાનો છું; જેથી અમે જે રીતે કાર્ય કરીએ છીએ તે જ રીતે એ બીજા “પ્રેષિતો” પણ કાર્ય કરે છે એવી બડાઈ કરવાનું તેમને કોઈ કારણ ન મળે.


તેથી તેના સેવકો સાચા સેવકો બનવાનો દંભ કરે, તો તે કંઈ મોટી વાત નથી! જેવાં તેમનાં કાર્યો તેવો જ તેમનો અંત થશે.


જો કે જેઓ સુન્‍નતનો વિધિ પાળે છે, તેઓ પણ નિયમશાસ્ત્રનું પાલન કરતા નથી. પણ તેઓ બડાઈ મારી શકે માટે તમે સુન્‍નત કરાવો એવું તેઓ ચાહે છે.


પરંતુ બીજા બધા તો ખ્રિસ્ત ઈસુની નહિ, પણ પોતાની જ વાતની ચિંતા રાખે છે.


તમારાં મન અહીં આ પૃથ્વી પરની બાબતો પર નહિ, પણ ત્યાં ઉપરની બાબતો પર લગાડો.


તેઓ પ્રભુની હાજરીમાંથી અને તેમના મહિમાવંત સામર્થ્યમાંથી અલગ રહેશે અને સાર્વકાલિક નાશની શિક્ષા ભોગવશે.


પરિણામે, જેમણે સત્ય પર વિશ્વાસ કર્યો નથી અને પાપમાં મોજમઝા માણી છે તેઓ સર્વને શિક્ષા થાય.


પછી એ દુષ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેને મારી નાખશે અને તેમના આગમનના મહિમાવંત સામર્થ્યથી તેનો નાશ કરશે.


એવા માણસોમાં સતત વાદવિવાદ ચાલ્યા કરે છે, તેમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી હોય છે અને તેમની પાસે સત્ય હોતું નથી. તેઓ ધર્મને ધનવાન બનવાનો માર્ગ માની બેઠા છે.


તેઓ દગાખોર, અવિચારી, ઘમંડી હશે. ઈશ્વર પર નહિ, પણ ભોગવિલાસ પર પ્રેમ કરશે.


પણ હાલ તમે ગર્વિષ્ઠ છો અને બડાઈ મારો છો. આ પ્રકારનો તમામ ગર્વ નકામો છે.


ભૂતકાળમાં લોકો મયે જૂઠા સંદેશવાહકો ઊભા થયા હતા, અને તમારી મયે પણ તે જ પ્રમાણે જૂઠા શિક્ષકો ઊભા થશે. તેઓ વિનાશકારક જૂઠા સિદ્ધાંતો શીખવશે, તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે


જે બાબતો તેઓ સમજતા નથી તેની તેઓ નિંદા કરે છે. જંગલી પ્રાણીઓની માફક તેઓ માર્યા જશે અને બીજાને દુ:ખ દેવા બદલ તેમણે દુ:ખ ભોગવવું પડશે. તેઓ ધોળે દહાડે ભોગવિલાસમાં મગ્ન રહે છે. તમારી સાથે ભોજન લેતી વખતે તેઓ કલંક અને ડાઘરૂપ છે, અને તે સમયે પણ તેઓ ભોગમગ્ન હોય છે.


આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે.


પણ આ લોકો જે બાબતો સમજતા નથી તેની નિંદા કરે છે અને જંગલી પ્રાણીઓની માફક જે બાબતો તેઓ લાગણીથી જાણે છે તે જ બાબતમાં પોતાને ભ્રષ્ટ કરે છે. તેમની કેવી દુર્દશા થશે!


આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે.


કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે.


તેણે જેટલો વૈભવવિલાસ ભોગવ્યો છે તેટલાં જ દુ:ખ અને વેદના તેને આપો. કારણ, તે મનમાં એમ માને છે કે હું કંઈ વિધવા નથી, પણ ગાદીએ બિરાજેલી રાણી છું અને હું કદી શોક કરીશ નહિ!


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે.


તો પછી તમે મારા મંદિરમાં મારા જે બલિ અને અર્પણો ચઢાવવા મેં આજ્ઞા આપી છે તેને કેમ ઠુકરાઓ છો? એલી, મારા લોકો મને જે બલિ ચઢાવે છે તેના ઉત્તમ હિસ્સાથી તારા પુત્રોને પુષ્ટ થવા દઈને તું મારા કરતાં તારા પુત્રોને વિશેષ માન કેમ આપે છે?


Follow us:

Advertisements


Advertisements