Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો:

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો:

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:5
16 Cross References  

મારી ઝૂંસરી ઉપાડો અને મારી પાસેથી શીખો. કારણ, હું હૃદયનો દીન અને નમ્ર છું, અને તમારા જીવને આરામ મળશે.


જમવા બેસનાર અને પીરસનાર એ બેમાંથી મોટું કોણ? અલબત્ત, જે જમવા બેસે છે તે જ. પણ હું તમારામાં પીરસનારના જેવો છું.


નાઝારેથના ઈસુ, જેમનો ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્યથી અભિષેક કર્યો તેમને વિષે પણ તમે જાણો છો.


આ રીતે સખત ક્મ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે, ‘દાન પામવા કરતાં આપવામાં વિશેષ ધન્યવાદ છે.” એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ.’


જો તમે કોઈ ખોરાક ખાવાને લીધે તમારા ભાઈની લાગણી દુભાવો છો, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તેનો તમે તમારા ખોરાકને લીધે નાશ ન કરો.


ખ્રિસ્તે પણ પોતાની જ સંતુષ્ટતા લક્ષમાં રાખી નહોતી. શાસ્ત્રમાં લખેલું છે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી.”


તમે ખ્રિસ્તના નમૂનાને અનુસરો અને એમ તમારામાં એક્સરખી વિચારસરણી રાખી શકો તે માટે ધીરજ તથા પ્રોત્સાહનના દાતા ઈશ્વર તમને સહાય કરો;


તમે મારું અનુકરણ કરો. હું મારાં સર્વ કાર્યથી બધાને પ્રસન્‍ન કરવા માગું છું. હું મારા સ્વાર્થનો વિચાર કરતો નથી, પણ સૌનું ભલું કરું છું; જેથી સૌનો ઉદ્ધાર થાય.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવેલા ફિલિપીમાં રહેતા ઈશ્વરના સર્વ લોક, મંડળીના આગેવાનો અને મદદનીશોને લખનાર ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી.


દુ:ખ સહન કરવાને માટે જ ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. કારણ, તમે ખ્રિસ્તને પગલે ચાલો તે માટે તેમણે દુ:ખ સહન કરીને તમને નમૂનો આપ્યો છે.


ખ્રિસ્તે શારીરિક દુ:ખ સહન કર્યું હોવાથી તમારે પણ તેવી જ મનોવૃત્તિથી સજ્જ થવું જોઈએ. કારણ, શારીરિક રીતે સહન કરનાર પાપથી મુક્ત થયો છે.


જે કોઈ કહે છે કે તે ઈશ્વરની સાથે ચાલે છે તેણે ઈસુ ખ્રિસ્ત જેમ જીવ્યા તેમ જીવવું જોઈએ.


Follow us:

Advertisements


Advertisements