Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:29 - પવિત્ર બાઇબલ C.L.

29 પ્રભુમાં ભાઈ તરીકે સંપૂર્ણ આનંદથી તેનો સ્વીકાર કરજો અને એવા સર્વ માણસોને માન આપો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 માટે તમે પૂર્ણ આનંદસહિત પ્રભુમાં તેનો આદરસત્કાર કરો, અને એવાઓને માનયોગ્ય ગણો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

29 પ્રભુના નામે તેને ખૂબ આનંદથી આવકારજો. અને તેના જેવા માણસનું બહુમાન કરજો.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:29
21 Cross References  

વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’


જ્યાં લોકો તમને આવકાર ન આપે, તે નગરમાંથી નીકળી જજો, અને તેમની સમક્ષ ચેતવણીરૂપે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.” શિષ્યો ચાલી નીકળ્યા.


હું તમને સાચે જ કહું છું: હું જેને મોકલું છું તેનો જે સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”


તેઓ દરરોજ મંદિરમાં એકત્ર થતા હતા. તેઓ ઘેરઘેર પ્રેમભોજન લેતા અને આનંદથી એકબીજા મયે ખોરાક વહેંચીને ખાતા.


તેમણે અમને ઘણી ભેટો આપી, અને જ્યારે અમે વહાણમાં બેઠા ત્યારે મુસાફરીને માટે જરૂરી વસ્તુઓ તેમણે વહાણમાં મૂકી.


તેથી એ શહેરમાં આનંદ આનંદ થઈ રહ્યો.


સંદેશવાહકને મોકલ્યા વગર લોકો શી રીતે સાંભળશે? શાસ્ત્રમાં લખેલું છે: “શુભ સમાચાર લાવનારાઓનું આગમન કેટલું સુંદર છે!”


ઈશ્વરના લોકોને શોભે તે રીતે પ્રભુના નામમાં તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ જ્યારે તમારી પાસે મદદની માગણી કરે, ત્યારે તેને સહાય કરજો.


તિમોથી તમારી મુલાકાતે આવે ત્યારે તેનો સારી રીતે આદરસત્કાર કરજો. કારણ, મારી માફક તે પણ પ્રભુને માટે કાર્ય કરે છે.


જેમ તેમણે તમને આનંદિત કર્યા, તેમ મને પણ આનંદિત કર્યો છે. એવા માણસો સન્માનપાત્ર છે.


કારણ, જ્યારે માણસ પોતાને લાયક ગણાવે ત્યારે નહિ, પણ પ્રભુ તેને લાયક ગણે ત્યારે જ તે સ્વીકાર્ય બને છે.


તમારા દિલમાં અમને સ્થાન આપો. અમે કોઈનું કંઈ ખોટું કર્યું નથી અથવા કોઈનું કંઈ બગાડયું નથી, અથવા કોઈનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો નથી.


તેને તમારી પાસે મોકલવાને મેં ઘણી ઉતાવળ કરી કે જેથી તમે તેને જોઈને ફરીથી હર્ષ પામો, અને મારું દુ:ખ દૂર થાય.


આરિસ્તાર્ખસ, જે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે. તેવી જ રીતે બાર્નાબાસનો ભાઈ માર્ક. (જેના સંબંધી તમને સૂચના મળેલી છે તે જો તમારી મુલાકાત લે તો તેનો આવકાર કરજો).


ભાઈઓ, અમારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમારી મયે ક્મ કરનાર જેઓ પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને દોરવણી આપે છે,


જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય અને ખાસ કરીને ઉપદેશ ને શિક્ષણમાં પરિશ્રમ ઉઠાવતા હોય તો તેમને બમણા વેતનને પાત્ર ગણવા જોઈએ.


તમારા આગેવાનોને આધીન થાઓ, તેમની આજ્ઞાઓનું પાલન કરો. આરામ લીધા વગર તેઓ તમારા આત્માઓની સંભાળ રાખે છે. કારણ, તેમણે પોતાની સેવાનો હિસાબ ઈશ્વરને આપવાનો છે. જો તમે તેમને આધીન રહો તો તેઓ પોતાનું કાર્ય આનંદથી કરશે; નહિ તો તેઓ ઉદાસીનતાથી કાર્ય કરશે અને તેથી તમને કંઈ લાભ થશે નહિ.


તેથી હું આવીશ ત્યારે તેનાં બધાં કાર્યો જાહેર કરીશ. તે મારા વિષે ભૂંડી વાતો બોલ્યા કરે છે. વળી, એટલું પૂરતું ન હોય તેમ તે ભાઈઓનો આવકાર કરતો નથી. જેઓ તેમનો આવકાર કરે છે તેમને તે તેમ કરતાં અટકાવે છે અને તેમને મંડળીની બહાર મૂકે છે.


Follow us:

Advertisements


Advertisements