Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 1:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર, ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી તે કાર્યને સંપૂર્ણ કરતા જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જેમણે તમારામાં સારાં કામની શરૂઆત કરી તે, ઈસુ ખ્રિસ્તનાં દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

6 દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે.

See the chapter Copy




ફિલિપ્પીઓ 1:6
33 Cross References  

પ્રભુ મારે માટેનો તેમનો હેતુ પૂર્ણ કરશે. હે પ્રભુ, તમારો પ્રેમ સાર્વકાલિક છે. તમારા હાથની કૃતિનો ત્યાગ કરશો નહિ.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તો તમારી પાસે આટલું જ માગે છે: જેને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો.”


એ સાંભળીને તેઓ ટીકા કરતા બંધ થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “તો તો ઈશ્વરે બિનયહૂદીઓને પણ પોતાનાં પાપથી પાછા ફરીને નવું જીવન પામવાની તક આપી છે.”


એમાંની એક થુઆતૈરાની લુદિયા હતી. તે જાંબુઆ વસ્ત્રનો વેપાર કરતી હતી. તે ઈશ્વરભક્ત હતી અને પાઉલનું કહેવું ગ્રહણ કરવા પ્રભુએ તેનું મન ખોલ્યું. તે અને તેના ઘરનાં માણસો બાપ્તિસ્મા પામ્યાં.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને દિવસે તમે નિર્દોષ માલૂમ પડો તે માટે ઈશ્વર તમને આખર સુધી નિભાવી રાખશે.


આ સર્વ બાબતોની ખાતરી હોવાથી મેં પ્રથમ તમારી મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું; જેથી તમને બે વાર આશિષ મળે.


હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો.


તમારા પર હું સંપૂર્ણ ભરોસો રાખી શકું છું, તેથી હું કેટલો બધો આનંદિત છું!


નહિ તો, જો મકદોનિયાના લોકો મારી સાથે આવશે અને તમે મદદ કરવા તૈયાર નથી તેવી તેમને ખબર પડશે તો તમારી શરમની વાત તો ઠીક, પણ તમારે વિષે આટલી ખાતરી ધરાવતા હોવાથી અમારે કેટલું શરમાવું પડે!


પ્રભુમાં મને ભરોસો છે કે તમે મારા મંતવ્યથી જુદું મંતવ્ય નહિ અપનાવો. જે માણસ તમને ભરમાવે છે તે ગમે તે હોય; પણ ઈશ્વર તેને શિક્ષા કરશે.


જેથી ઈશ્વરના સર્વ લોકો સેવાકાર્ય માટે સજ્જ થાય અને ખ્રિસ્તનું શરીર બંધાતું જાય;


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પસંદ કરી શકો અને એમ તમે ખ્રિસ્તના આગમનના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ;


માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુ:ખ સહન કરવું એ માટે તમને આ કૃપા આપવામાં આવી છે.


આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો.


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


જો તમે તેમ કરો, તો ખ્રિસ્તના આગમનના દિવસે મને અભિમાન કરવાનું કારણ મળશે કે મારો પ્રયત્ન અને મારું કાર્ય નિરર્થક ગયાં નથી.


કારણ, જ્યારે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું ત્યારે ખ્રિસ્તની સાથે તમારું દફન થયું અને બાપ્તિસ્મામાં તમે ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વરના કાર્યશીલ સામર્થ્ય પર વિશ્વાસ મૂક્યો, તેથી તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે.


કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત ક્મ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દૃઢ છે એ વાતોને અમે ઈશ્વરપિતા સમક્ષ નિરંતર યાદ કરીએ છીએ.


એટલે જ અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, ઈશ્વરે તમને જે જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે તે જીવવાને તમે યોગ્ય થાઓ. તે પોતાની શક્તિથી સારાં ક્મ કરવા માટે તમારી સર્વ ઇચ્છાઓ પૂરી કરો અને વિશ્વાસનું તમારું કાર્ય સંપૂર્ણ કરો.


તમારા સંબંધી પ્રભુમાં અમને ભરોસો છે. અમે તમને જે જે જણાવ્યું તે પ્રમાણે તમે સારી પ્રગતિ કરી રહ્યા છો અને તેમ કરવાનું ચાલુ રાખશો તેવી અમને ખાતરી છે.


મારી વિનંતી પ્રમાણે તું કરીશ તેવી ખાતરીથી હું આ લખું છું, અને તું તેથી પણ વિશેષ કરશે તેમ હું જાણું છું.


તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે.


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે.


Follow us:

Advertisements


Advertisements