Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 1:19 - પવિત્ર બાઇબલ C.L.

19 કારણ, હું જાણું છું કે, તમારી પ્રાર્થનાઓ દ્વારા અને ખ્રિસ્તના આત્માની મદદથી તે મારા છુટકારાને માટે ઉપયોગી થઈ પડશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે તમારી પ્રાર્થનાથી તથા ખ્રિસ્તના આત્માની સહાયથી, એ મારા તારણને માટે ઉપયોગી થઈ પડશે, એ હું જાણું છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે હું જાણું છું કે, તમારી પ્રાર્થનાથી તથા ઈસુ ખ્રિસ્તનાં આત્માની સહાયથી, એ મારા ઉદ્ધારને માટે ઉપયોગી થઈ પડશે, તે હું જાણું છું.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

19 તમે મારા માટે પ્રાર્થના કરો છો, અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરે છે. તેથી હું જાણું છું કે આ મુશ્કેલી જ મારું તારણ લાવશે.

See the chapter Copy




ફિલિપ્પીઓ 1:19
11 Cross References  

તેઓ મુસિયાની સરહદ પર પહોંચ્યા ત્યારે તેમણે બિથુનિયા જવાનો પ્રયાસ કર્યો, પણ ઈસુના આત્માએ તેમને જવા દીધા નહિ.


જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે.


જો તમારામાં ઈશ્વરનો આત્મા વસતો હોય, તો તમે માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્મા પ્રમાણે જીવો છો. જેની પાસે ખ્રિસ્તનો આત્મા નથી, તે ખ્રિસ્તનો નથી.


આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે.


ઘણી પ્રાર્થનાઓના પ્રત્યુત્તરરૂપે અમને અપાયેલી આશિષોને કારણે ઘણા લોક ઈશ્વરનો આભાર માને તે માટે તમારે પણ અમને પ્રાર્થના દ્વારા સહાય કરવી જોઈએ.


તમે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરી તેથી ઈશ્વરે તમને પવિત્ર આત્મા આપ્યો અને તમારી મયે ચમત્કારો કર્યા કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કર્યો તેથી એમ બન્યું?


તમે ઈશ્વરના પુત્રો છો તેની પ્રતીતિ માટે ઈશ્વરે તેમના પુત્રનો પવિત્ર આત્મા તમારાં હૃદયોમાં મોકલ્યો છે. એ આત્મા, “પિતા, મારા પિતા” એવો ઉદ્ગાર કાઢે છે.


પણ તેથી શું થયું? ચાહે તો ખરાબ હેતુથી કે સારા હેતુથી પણ શકાય તે સર્વ રીતે ખ્રિસ્તનો પ્રચાર કરવામાં આવે છે તેથી હું ખુશ છું, અને વળી હરખાઈશ.


તે ઉદ્ધાર કયે સમયે અને કેવી રીતે આવશે તે શોધવા તેમણે પ્રયત્ન કર્યો હતો. ખ્રિસ્તે સહન કરવાનાં દુ:ખો વિષે અને તે પછી તેમને મળનાર મહિમા વિષે પવિત્ર આત્માએ ભવિષ્યકથન કર્યું ત્યારે તેમનામાં વસતા ખ્રિસ્તના આત્માએ તેમને તેમનો સમય જણાવ્યો હતો.


Follow us:

Advertisements


Advertisements