ગણના 2:3 - પવિત્ર બાઇબલ C.L.3-9 “પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન 74,600 ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ 54,400 ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ 57,400 કુલ: 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાની છાવણીની ધજાવાળાં પોતાનાં સૈન્યો પ્રમાણે છાવણી કરે. અને આમિનાદાબનો દિકરો નાહશોન તે યહૂદાના પુત્રોનો અધિપતિ થાય. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય. See the chapterપવિત્ર બાઈબલ3 “પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે. See the chapter |
આ કાર્યને માટે સમાજમાંથી કુળ પ્રમાણે કુટુંબના આગેવાનોને નીચે પ્રમાણે પસંદ કરવામાં આવ્યા: કુળ ગોત્રવાર કૌટુંબિક આગેવાન રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ યોસેફનાં કુળ: (૧) એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા (2)મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ નાફતાલી એનાનનો પુત્ર અહીરા
તેમણે પોતાનાં અર્પણો નીચેના ક્રમમાં રજૂ કર્યાં. દિવસ કુળ આગેવાન પહેલો યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન બીજો ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ ત્રીજો ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ ચોથો રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર પાંચમો શિમયોન સૂરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ છઠ્ઠો ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ સાતમો એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા આઠમો મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલિયેલ નવમો બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન દસમો દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર અગિયારમો આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ બારમો નાફતાલી એનાનનો પુત્ર અહીરા બધા આગેવાન જે ભેટો લાવ્યા તે એક્સરખી હતી: પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે આશરે દોઢ કિલોગ્રામ ચાંદીનો થાળ અને આશરે પોણા કિલોગ્રામ ચાંદીનો પ્યાલો. આ બંને પાત્રોમાં ધાન્યઅર્પણ માટે તેલથી મોહેલો લોટ ભરેલો હતો. એ ઉપરાંત આશરે એક્સોદસ ગ્રામ સોનાનું ધૂપથી ભરેલું ધૂપપાત્ર હતું. દહનબલિને માટે એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષનો નર હલવાન હતા. પ્રાયશ્ર્વિતબલિને માટે એક બકરો હતો. તે ઉપરાંત સંગતબલિ માટે બે વાછરડા, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન હતાં.