Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3-15 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ પારાનના રણપ્રદેશમાંથી નીચેના આગેવાનોને મોકલી આપ્યા: કુળ કુટુંબનો આગેવાન રૂબેન ઝાક્કૂરનો પુત્રશામ્મૂઆ શિમયોન હોરીનો પુત્ર શાફાટ યહૂદા યફૂન્‍નેહનો પુત્ર કાલેબ ઇસ્સાખાર યોસેફનો પુત્ર ઇગાલ યોસેફ- એફ્રાઈમ નૂનનો પુત્ર હોશિયા બિન્યામીન રાફુનો પુત્ર પાલ્ટી ઝબૂલુન p સોદીનો પુત્ર ગાદ્દીએલ યોસેફ- મનાશ્શા સૂસીનો પુત્ર ગાદી દાન ગમાલ્લીનો પુત્ર આમ્મીએલ આશેર મિખાએલનો પુત્ર સથૂર નાફતાલી વોફસીનો પુત્ર નાહબી ગાદ માખીનો પુત્ર ગેઉએલ

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા, એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના મુખ્યો હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 યહોવાની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ ઇસ્રાએલીઓના નીચે પ્રમાંણેના આગેવાનોને મોકલી આપ્યાં:

See the chapter Copy




ગણના 13:3
11 Cross References  

અને ઇઝરાયલીઓએ સિનાઈના રણપ્રદેશમાંથી પોતાની કૂચ શરૂ કરી. તે પછી પારાનના રણમાં વાદળ પાછું સ્થિર થઈ ગયું.


ત્યાર પછી તેમણે હસેરોથથી નીકળીને પારાનના રણપ્રદેશમાં પડાવ નાખ્યો.”


“હું ઇઝરાયલી લોકોને કનાન દેશ આપવાનો છું; તું તે દેશની તપાસ કરવાને માટે દરેક કુળમાંથી એક એક આગેવાન પસંદ કરીને જાસૂસી કરવા મોકલ.”


તેમણે જે જોયું તેનો અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળ તેમને બતાવ્યાં.


મેં તમારા પૂર્વજોને કાદેશ-બાર્નિયાથી દેશની તપાસ કરવા મોકલ્યા ત્યારે તેમણે પણ આવું જ કર્યું હતું.


“આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા.


મને એ વાત યોગ્ય લાગી તેથી મેં દરેક કુળમાંથી એક એમ તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.


અને જ્યારે પ્રભુએ તમને કાદેશ-બાર્નિયાથી એવી આજ્ઞા આપીને મોકલ્યા કે, ‘ચડાઈ કરો અને જે દેશ હું તમને વતન તરીકે આપું છું તેનો કબજો લો.’ ત્યારે પણ તમે પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો. તમે તેમના પર વિશ્વાસ કર્યો નહિ, તેમજ તેમની વાણી સાંભળી નહિ.


શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.


Follow us:

Advertisements


Advertisements