Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 8:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તમે એમ કઈ રીતે કહી શકો કે, ‘અમે જ્ઞાની છીએ અને પ્રભુનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે?’ હકીક્તમાં, નિયમશાસ્ત્રના લહિયાઓની જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ‘અમે જ્ઞાની છીએ, ને યહોવાનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે, ’ એમ કેમ કહો છો? પણ જુઓ, શાસ્ત્રીઓએ જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે એવું કહો છો કે, “અમે જ્ઞાની છીએ! અને અમારી પાસે યહોવાહનું નિયમશાસ્ત્ર છે” પણ, જુઓ, લહિયાઓની જૂઠી કલમે તેને જૂઠું કર્યું છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 “‘તમે એવું શી રીતે કહી શકો કે, “અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે.” શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!

See the chapter Copy




યર્મિયા 8:8
18 Cross References  

જો જંગલી ગધેડાનું બચ્ચું માણસ જેટલી સમજ સાથે જ જનમતું હોય તો બુદ્ધિહીન માણસ પણ સમજથી વર્તતાં શીખે!


તે વાક્ચતુરોની વાચા લઈ લે છે, અને વડીલોની તર્કશક્તિ હરી લે છે.


તે યાકોબના વંશજોને પોતાનું શિક્ષણ, એટલે ઇઝરાયલ લોકને પોતાનાં ફરમાનો અને ચુકાદાઓ પ્રગટ કરે છે.


વૃદ્ધોની શોભા તેમનાં પૌત્રપૌત્રીઓ છે; એમ જ સંતાનોનું ગૌરવ તેમના પિતાઓ છે.


તમારા આદિ પિતાએ પાપ કર્યું છે અને તમારા આગેવાનોએ પણ મારી વિરુદ્ધ પાપ કર્યું છે.


પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”


આ સ્થળે યહૂદિયા અને યરુશાલેમના લોકોની યોજનાઓને હું ભાંગીને ભૂક્કો બનાવી દઈશ. હું તેમનો તેમના શત્રુઓની તલવારથી સંહાર થવા દઈશ અને તેમનો જીવ શોધનારાઓને હાથે તેમને ખતમ કરીશ. હું તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થવા આપીશ.


યજ્ઞકારોએ દોરવણી માટે કદી પૃચ્છા કરી નથી કે પ્રભુ ક્યાં છે; નિયમશાસ્ત્રના શિખવનારાઓએય મને ઓળખ્યો નહિ; અધિકારીઓએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું. સંદેશવાહકોએ બઆલને નામે ઉપદેશ કર્યો અને વ્યર્થ મૂર્તિઓની પૂજા કરી.


પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી.


હે મોઆબના લોકો, તમે પોતાને શૂરવીરો અને યુદ્ધમાં ક્સાયેલા સૈનિકો કેમ ગણાવો છો?


જો કે મારા લોકને માટે મારા નિયમશાસ્ત્રમાં હું હજારો વિધિઓ ઠરાવું, તોય તેઓ તેમને વિચિત્ર અને પરાયા ગણીને તેમનો અનાદર કરશે.


આ રીતે તમારા પરંપરાત શિક્ષણને આધીન થતાં તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં નિષ્ફળ જાઓ છો.


ઈસુએ જવાબ આપ્યો, “જો તમે આંધળા હોત તો તમને દોષ ન લાગત, પણ તમે તો કહો છો કે અમે દેખતા છીએ; અને તેથી તમારો દોષ કાયમ રહે છે.”


ડાહ્યા હોવાનો દાવો કરતા હોવા છતાં હકીક્તમાં તો તેઓ મૂર્ખ છે.


Follow us:

Advertisements


Advertisements