Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 8:4 - પવિત્ર બાઇબલ C.L.

4 યરુશાલેમના લોકોને આવું કહેવાને પ્રભુએ મને કહ્યું: “જો કોઈ પડી જાય તો શું તે પાછો ઊભો થતો નથી? જો કોઈ રસ્તો ભૂલી જાય તો શું પાછો ફરતો નથી?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી તું તેઓને કહે કે, યહોવા આમ બોલે છે: “શું કોઈ પડે તે ફરીથી નહિ ઊઠે? શું કોઈ ફરે તે પાછો સ્થળે નહિ આવે?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 વળી તું તેઓને કહે કે, યહોવાહ આમ કહે છે કે; શું કોઈ પડી જાય છે તો તે પાછો ઊભો નહિ થાય? શું કોઈ ભૂલો પડે તો તે પોતાના ઠેકાણે પાછો નહિ આવે?

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 “તું એ લોકોને કહેજે કે આ યહોવાના વચન છે. “‘કોઇ પડી જાય છે તો પાછો ઊભો થાય છે. કોઇ રસ્તો ભૂલે છે તો પાછો ભૂલ સમજાતા સાચે રસ્તે પાછો ફરે છે.

See the chapter Copy




યર્મિયા 8:4
15 Cross References  

“તમારા ઇઝરાયલ લોકમાંથી કોઈ પણ દિલમાં દુ:ખી થવાથી આ મંદિર તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરે,


સાત સાત વાર પછાડ ખાધા પછી પણ નેકજન ફરી ઊભો થાય છે, પણ દુષ્ટો તો એક જ વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.


મેં વાદળની જેમ તારાં પાપ અને સવારના ધૂમ્મસની જેમ તારા અપરાધ ભૂંસી નાખ્યાં છે. મારી તરફ પાછો ફર; કારણ મેં તારો ઉદ્ધાર કર્યો છે.”


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે?


હે મારો ત્યાગ કરનારા વંશજો, પાછા ફરો, અને હું તમારી બેવફાઈમાંથી તમને સુધારીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમારા ઈશ્વર યાહવે છો અને અમે તમારી તરફ પાછા ફરીએ છીએ.


કદાચ યહૂદાના વંશજો હું તેમના પર જે વિપત્તિ લાવવા ધારું છું તે વિષે સાંભળીને તેઓ પોતે પોતાનાં દુરાચરણ તજે અને હું તેમના અપરાધો અને પાપોની ક્ષમા આપું.”


પ્રભુ કહે છે,


પ્રભુ પરમેશ્વર પૂછે છે: “શું કોઇ દુષ્ટના મોતથી મને આનંદ થાય? મને તો તે પોતાના પાપથી વિમુખ થાય અને જીવતો રહે તો જ આનંદ થાય.


હે ઇઝરાયલના લોકો, તમારા પ્રભુ પરમેશ્વર પાસે પાછા આવો. તમારાં પાપોએ ઠોકર ખવડાવીને તમને પાડી નાખ્યા છે.


લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.


ઇઝરાયલના લોકોનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. એ બધું બન્યા છતાં તેઓ તેમના પ્રભુ પરમેશ્વર પાસે પાછા ફર્યા નથી.


કુમારિકા જેવી ઇઝરાયલ પ્રજાનું પતન થયું છે. તે ફરી ઊભી થવાની નથી. તેને જમીન પર ફેંકી દેવામાં આવી છે અને તેને ઊભી કરનાર કોઈ નથી.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે.


Follow us:

Advertisements


Advertisements