Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “એ સમયે યહૂદિયાના રાજાઓનાં, અધિકારીઓનાં, યજ્ઞકારોનાં, સંદેશવાહકોનાં અને યરુશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા કહે છે, “તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં, તેના સરદારોનાં, યાજકોનાં, પ્રબોધકોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેઓની કબરોમંથી કાઢી લાવશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ કહે છે, તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં હાડકાં અને તેમના અધિકારીઓનાં હાડકાં, યાજકોનાં હાડકાં અને પ્રબોધકોનાં તેમ જ યરુશાલેમના રહેવાસીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢી લાવશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે.

See the chapter Copy




યર્મિયા 8:1
12 Cross References  

પ્રભુના સંદેશ અનુસાર ઈશ્વરભક્તે વેદીનો તિરસ્કાર કરતાં કહ્યું; “ઓ વેદી, વેદી, પ્રભુ આમ કહે છે: દાવિદના કુટુંબમાં યોશિયા નામે બાળકનો જન્મ થશે. તે તારા પર વિધર્મી વેદીઓના ‘યજ્ઞકારોની ક્તલ કરશે અને તારા પર માણસોનાં હાડકાં બાળશે.”


પછી યોશિયાએ પર્વત પર કેટલીક કબરો જોઈ; તેણે તેમાંથી હાડકાં કઢાવી મંગાવીને વેદી પર બાળ્યાં. એ રીતે તેણે વેદીને અશુદ્ધ કરી અને એમ તેણે ઘણા સમય પહેલાં ઉત્સવ દરમ્યાન યરોબામ રાજા વેદી પાસે ઊભો હતો ત્યારે ઈશ્વરભક્તે ઉચ્ચારેલી ભવિષ્યવાણી પ્રમાણે કર્યું.


તેણે વિધર્મી યજ્ઞકારોને તેમના પૂજાનાં ઉચ્ચસ્થાન ઉપર જ મારી નાખ્યા અને પ્રત્યેક વેદી પર માણસનાં હાડકાં બાળ્યાં. પછી તે યરુશાલેમ પાછો આવ્યો.


છાણની માફક તેના અવશેષો વિખેરાઈ જશે અને કોઈ તેને ઓળખી પણ નહિ શકે કે તે ઇઝબેલ છે.”


ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે.


વળી, જે લોકોને તેમણે સંદેશ આપ્યો હતો તેઓ પણ યુદ્ધ અને દુકાળનો ભોગ બનીને યરુશાલેમની શેરીઓમાં ફેંકાશે; તેમને, તેમની પત્નીઓને તેમના પુત્રોને અને પુત્રીઓને કોઈ દફનાવશે પણ નહિ. હું તેમના પર તેમની દુષ્ટતાની સજા ઉતારીશ.”


પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો અને તેમનો આત્મા મને બહાર લઇ ગયો અને મને હાડકાંથી છવાયેલી ખીણમાં મૂક્યો.


તમારી યજ્ઞવેદીઓ અને તમારી ધૂપવેદીઓ તોડી પાડવામાં આવશે. હું તમારા ક્તલ થયેલા માણસોને તમારી મૂર્તિઓ આગળ ફેંકી દઈશ.


હું ઇઝરાયલીઓની લાશો તેમની મૂર્તિઓ આગળ નાખીશ, અને હું તમારાં હાડકાં તમારી યજ્ઞવેદીઓ આસપાસ વિખેરી નાખીશ.


પ્રભુ કહે છે: “મોઆબના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે અદોમના રાજાનાં હાડકાંય બાળીને ભસ્મીભૂત કરી નાખ્યાં.


Follow us:

Advertisements


Advertisements