Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 શું ચોરી તથા હત્યા તથા વ્યભિચાર કરીને, તથા ખોટા સમ ખાઈને, અને બાલની આગળ ધૂપ બાળીને, તથા જે અન્ય દેવોને તમે જાણ્યા નહિ તેઓની પાછળ ચાલીને,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે ચોરી કરો છો, ખૂન કરો છો અને વ્યભિચાર કરો છો, ખોટા સમ ખાઓ છો તથા બઆલની આગળ ધૂપ બાળીને અન્ય દેવો જેને તમે ઓળખતા નથી તેમની પાછળ ચાલો છો,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 તમે ચોરી કરો છો, ખૂન કરો છો, વ્યભિચાર કરો છો. ખોટા સોગંદ ખાઓ છો. બઆલદેવને ભોગ ચઢાવો છો. અને અજાણ્યા જ બીજા દેવોની પાછળ પડો છો.

See the chapter Copy




યર્મિયા 7:9
46 Cross References  

એલિયાએ લોકો પાસે જઈને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી બે મન વચ્ચે ડગમગ થયા કરશો? યાહવે ઈશ્વર હોય તો તેમની ઉપાસના કરો; પણ બઆલ ઈશ્વર હોય તો તેની ઉપાસના કરો.” પણ લોકો એક શબ્દ પણ બોલ્યા નહિ.


“મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો.


તમારાં નકામાં અર્પણો લાવશો નહિ. તમારા ધૂપની વાસ હું ધિક્કારું છું. તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વ, સાબ્બાથ અને ધાર્મિક સંમેલનો હું સહન કરી શક્તો નથી. કારણ, તમારાં પાપને લીધે તે બધાં ભ્રષ્ટ થઈ ગયાં છે.


છતાં પોતે જાણે સદાચારી પ્રજા હોય અને મારા આદેશની અવજ્ઞા કરનાર ન હોય તેમ તેઓ દિનપ્રતિદિન મારી ઝંખના કરે છે અને તેમને મારા માર્ગો જાણવા છે. વળી, તેઓ મારી પાસે ધર્મવિધિઓ માગે છે અને એમ મારી પાસે આવવા ચાહે છે.”


મારા લોકના પાપને લીધે હું તેમને સજા કરીશ. કારણ, તેમણે મારો ત્યાગ કરીને અન્ય દેવો સમક્ષ ધૂપ ચડાવ્યો છે અને પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે.


કારણ, યહૂદિયાનાં જેટલાં નગરો તેટલા તેમના દેવો છે. યરુશાલેમમાં જેટલી શેરીઓ છે તેટલી વેદીઓ તેમણે શરમજનક બઆલ દેવ આગળ ધૂપ બાળવા માટે બાંધી છે.


મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને રોપ્યા હતા, પણ હવે હું તેમના પર આપત્તિ ફરમાવું છું. કારણ, તેમણે બઆલદેવને ધૂપ ચડાવવાની અધમતા આચરીને મને તેમના પર ક્રોધિત કર્યો છે.”


કમરે બાંધવાના આ નકામા થઈ ગયેલા વસ્ત્ર જેવી તેમની દશા થશે. કારણ, આ દુષ્ટ લોકો મારો સંદેશ સાંભળવાની જ ના પાડે છે અને એને બદલે, તેમણે પોતાના દયના દુરાગ્રહને અનુસરીને બીજા દેવોની સેવાપૂજા કરી છે.


તેમ છતાં મારા લોક મને વીસરી ગયા છે અને તેઓ વ્યર્થ મૂર્તિઓને ધૂપ ચડાવે છે. તેમણે સાચા માર્ગ પર ચાલવામાં ઠોકર ખાધી છે, અને પ્રાચીન માર્ગ તજીને આડા અને ક્ચા માર્ગે વળ્યા છે!”


કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે.


તેના પર આક્રમણ કરનાર ખાલદીઓ નગરમાં પ્રવેશીને તેને આગ ચાંપશે અને તેને તથા જે ઘરોની અગાસીઓ પર મને રોષ ચડાવવા માટે બઆલને ધૂપ ચડાવ્યો હતો અને અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં હતાં તે બધાં ઘરો સહિત તેને બાળીને ભસ્મીભૂત કરી નાખશે.


કારણ, મને રોષ ચડાવવા માટે તેમણે ભૂંડાં કાર્યો કર્યાં. જે દેવોને તેઓ, તમે કે તમારા પૂર્વજો ઓળખતા નહોતા તેમને અનુસરીને તમે તેમને ધૂપ ચડાવ્યો અને તેમની પૂજા કરી.


ઇજિપ્ત દેશ જ્યાં તમે આશ્રય માટે આવ્યા છો ત્યાં અન્ય દેવોને ધૂપ ચડાવીને અને તમે ઘડેલી મૂર્તિઓથી મને શા માટે ક્રોધિત કરો છો? શા માટે તમે તમારો વિનાશ વહોરી લો છો અને પૃથ્વીની બધી પ્રજાઓમાં તમે શાપરૂપ અને નિંદાપાત્ર થવા માંગો છો?


તમારા પૂર્વજોએ, યહૂદિયાના રાજાઓએ અને તેમની રાણીઓએ, તમે અને તમારી પત્નીઓએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં કરેલાં દુષ્કૃત્યો શું તમે ભૂલી ગયા છો?


હું મોઆબના લોકોને નષ્ટ કરીને તેમને પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં બલિદાનો ચડાવતા અને તેમના દેવો આગળ ધૂપ બાળતા બંધ કરીશ. હું પ્રભુ આ બોલું છું.


જો કે તમે મારે નામે સોગંદ ખાઈને મારા પ્રત્યેની નિષ્ઠાનો દાવો કરો છો છતાં સોગંદ ખાઈને પણ તમે જૂઠું બોલો છો.”


પ્રભુએ કહ્યું, “હું તમને કેવી રીતે ક્ષમા આપું? તારા લોકોએ મારો ત્યાગ કરીને તથા વ્યર્થ દેવોને નામે સોગંદ ખાઈને તેઓ પ્રત્યે પોતાની નિષ્ઠા દાખવી છે. મેં તેમને તૃપ્ત કર્યા તો પણ તેમણે વ્યભિચાર કર્યો અને વેશ્યાના નિવાસે ભીડ કરી મૂકી!


પરદેશી, અનાથ અને વિધવાનું શોષણ ન કરો, અને નિર્દોષજનોનું રક્ત ન વહેવડાવો અને અન્ય દેવોની પૂજા કરીને તમારું નુક્સાન વહોરી ન લો,


પણ તેના પિતાએ તો અત્યાચાર ગુજાર્યો હતો, જાતભાઇને જોરજુલમથી લૂંટયો હતો અને હંમેશા બીજા પ્રત્યે દુષ્ટતા આચરી હતી; તેથી તેને તો પોતાના પાપને લીધે માર્યા જવું પડશે.


હવે તું ઇઝરાયલીઓને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: શા માટે તમે તમારાં પૂર્વજોએ કરેલાં પાપ ફરીથી કરો છો અને તેમની જેમ મૂર્તિઓની પાછળ વંઠી જાઓ છો?


તેમણે જે દિવસે પોતાનાં સંતાનોને મૂર્તિઓના અગ્નિબલિ તરીકે ભોગ ચડાવ્યો, તે જ દિવસે મારા મંદિરમાં આવી તેને અશુદ્ધ કર્યું.


હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સોગંદ ખાઈને કહું છું કે તારી સર્વ ધૃણાજનક વસ્તુઓ અને તારાં સર્વ ધિક્કારપાત્ર કાર્યોથી તેં મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે, તેથી હું પણ તને કાપી નાખીશ. મારી આંખ તારા પ્રત્યે દરગુજર કરશે નહિ અને હું જરાયે દયા દાખવીશ નહિ.


મને ભૂલી જઈને તે બઆલની આગળ ધૂપ બાળતી હતી અને નાકની વાળી તથા આભૂષણો પહેરીને આશકોની પાછળ પાછળ ભટક્તી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ.” પ્રભુ પોતે એમ કહે છે.


છુપાઈને માણસને ઘેરી લેનાર ગુંડાઓની ટોળીની જેમ યજ્ઞકારો શખેમના પવિત્રસ્થાને જવાના રસ્તા પર ખૂન કરે છે. તેમનાં કામ કેવાં ભયાનક છે!


આભાર માનવા માટે ખમીરવાળી રોટલીનું અર્પણ કરો અને તમારાં સ્વૈચ્છિક અર્પણોની મોટી મોટી જાહેરાત કરો!” પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલના લોકો, તમને એવી બડાશ હાંકવાનું ગમે છે.”


ઘરની અગાશી ઉપર સૂર્ય, ચંદ્ર અને તારામંડળની ભક્તિ કરવા જનારાઓનો હું નાશ કરીશ. જેઓ મારી ભક્તિ કરે છે અને મને વફાદાર રહેવાના સોગન ખાય છે અને વળી મિલ્કોમ દેવના પણ સોગન ખાય છે તેમનો હું સંહાર કરીશ.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


આપણે જાણીએ છીએ કે આવાં ક્મ કરનારને ઈશ્વર સજા ફરમાવે એ વાજબી છે.


તેમણે ઈશ્વરને નહિ, પણ અશુધ આત્માઓને, જેમને તેઓ ઓળખતા નહોતા એવા દેવોને અને જેમને તેમના પૂર્વજોએ પૂજ્યા નહોતા એવા નવા દેવોને બલિદાન ચડાવ્યાં.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે.


ઇઝરાયલીઓએ નવા દેવો પસંદ કર્યા ત્યારે નગરોના દરવાજાઓ આગળ યુદ્ધ ખેલાતાં હતાં. તે વખતે ઇઝરાયલના ચાલીસ હજાર લોકોમાંથી કોઈનીય પાસે ઢાલ કે બરછી દેખાતી હતી?


Follow us:

Advertisements


Advertisements