Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 7:5 - પવિત્ર બાઇબલ C.L.

5 જો તમે તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને એકબીજા સાથે પ્રામાણિકપણે વર્તો,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે જો તમે ખરેખર તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો; જો આડોશી પડોશીની વચ્ચે તમે ન્યાય કરો;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે જો તમે ખરેખર તમારા આચરણ તથા કરણીઓ સુધારો અને અડોશીપાડોશીઓ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 કારણ કે જો તમે સાચે જ તમારો સ્વભાવ સુધારો અને તમારા કર્મો સુધારો અને તમે સાચે જ એકબીજા સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,

See the chapter Copy




યર્મિયા 7:5
16 Cross References  

જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.


તેઓ યહૂદિયાના લોકોને કહે છે, “મંત્રણા કરો અને તમારે શું કરવું તેનો નિર્ણય આપો. ખરા બપોરના તાપમાં શીતળ છાયા આપનાર વૃક્ષની જેમ અમારું રક્ષણ કરો અને નિરાંત આપો. અમે ભાગી આવેલા નિરાશ્રિતો છીએ. કોઈ અમને શોધી ન શકે એવી જગ્યાએ અમને સંતાડો.


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


બીજાઓ કરતાં મહેલ બાંધવામાં વધુ ગંધતરુનાં લાકડાં વાપરવાથી જ શું તું રાજા બની ગયો ગણાય? તારો પિતા ખાધેપીધે સુખી હતો, પણ તેણે નેકી અને પ્રામાણિક્તાથી રાજ કર્યું અને તેથી જ તે આબાદ અને સુખી થયો.


પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ.


તો હવે તેથી તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને તમારા ઈશ્વર પ્રભુની વાણી માનો; જેથી પ્રભુએ જે મહાન વિપત્તિ તમારા પર લાવવાની ધમકી ઉચ્ચારી છે તે વિષેનો તેમનો વિચાર માંડી વાળશે.


સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે: તમારાં સમગ્ર અનુસરણ અને આચરણમાં સુધારો કરો તો હું આ સ્થળે તમને વસવા દઈશ.


ગરીબને સતાવતો ન હોય, વ્યાજે નાણાં ધીરતો ન હોય કે વટાવ ખાતો ન હોય, પણ મારી આજ્ઞાઓ અનુસાર વર્તતો હોય અને મારા નિયમો પાળતો હોય, તો એના પિતાના પાપોને લીધે તે માર્યો જશે નહિ; પણ તે નક્કી જીવતો રહેશે.


જો કોઈ માણસ નેક હોય ને તે ન્યાયનીતિ પ્રમાણે વર્તતો હોય


વ્યાજ કે વટાવ ખાતો ન હોય, દુરાચાર કરતો ન હોય, અને વાદીપ્રતિવાદી વચ્ચે સચોટ ન્યાય ચૂકવતો હોય,


તમારે એકબીજા સાથે છેતરપિંડી કરવી નહિ. તમારા ઈશ્વર પ્રભુની બીક રાખવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


યરુશાલેમ સમૃદ્ધ અને વસ્તીવાળું હતું અને જ્યારે માત્ર આજુબાજુનાં પરાંમાં જ નહિ, પણ શહેરના દક્ષિણ ભાગમાં અને પશ્ર્વિમની તળેટીઓમાં ઘણા લોકો વસતા હતા ત્યારે તે વખતના સંદેશવાહકો દ્વારા પણ પ્રભુએ એ જ કહ્યું હતું.


યાબેશ-ગિલ્યાદમાંથી તેમને ચારસો જુવાન કુંવારિકાઓ મળી આવી, તેથી તેઓ તેમને કનાન દેશમાં આવેલા શીલોમાં લઈ આવ્યા.


તે દિવસે દબોરા અને અબિનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું:


Follow us:

Advertisements


Advertisements