યર્મિયા 6:2 - પવિત્ર બાઇબલ C.L.2 સિયોનનગરી તો કુમળા ગૌચર જેવી આનંદદાયક છે, પણ તેનો નાશ કરવામાં આવશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેને હું કાપી નાખીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ. See the chapterપવિત્ર બાઈબલ2 તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે, પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું. See the chapter |
તમારામાં કોઈ કોમળ અને નાજુક સ્ત્રી હોય કે જે કદી પગે ચાલીને ક્યાંય ગઈ ન હોય એવી સ્ત્રી પણ એમ જ કરશે. જ્યારે તમારા શત્રુઓ તમારા નગરને ઘેરો ઘાલશે અને તમને ભીંસમાં લેશે, ત્યારે વ્યાપક અછતને લીધે તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, અરે, પોતાનાં જ પુત્રપુત્રીઓ પ્રત્યે સ્વાર્થભરી રીતે વર્તશે. એટલે સુધી કે તેને જન્મેલા બાળકને અને ઓરને છાનીમાની ખાઈ જશે.