Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 48:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હોરોનાયિમના લોકો ચીસો પાડે છે: ‘અરે, મારી નાખ્યા’! ‘અરે લૂંટી લીધા!’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હોરોનાયિમથી કકલાણ, લૂંટ તથા ભારે વિનાશ [ની ખબર આવે છે!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સાંભળો! હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે ત્યાં લૂંટ અને ભારે વિનાશ છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 સાંભળો, હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે; ‘હિંસા, વિનાશ.’

See the chapter Copy




યર્મિયા 48:3
12 Cross References  

દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે.


મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે. તેના લોકો સોઆર અને એગ્લાથ-શલીશીયા નગરોમાં નાસી ગયા છે. કેટલાક તો રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચડે છે. કેટલાક હોરોનાયિમ જતાં જતાં માર્ગમાં કલ્પાંત કરે છે.


મોઆબની બધી સરહદો પર વિલાપનો સાદ સંભળાય છે. એગ્લાઈમ, અરે, બએર-એલીમ સુધી તેમનો વિલાપ પહોંચ્યો છે.


તેથી મેં કહ્યું, “તમે સૌ મારાથી દૂર જાઓ. મને આક્રંદ કરવા દો. મારા લોકની પાયમાલીને કારણે મને આશ્વાસન આપવાની તસ્દી લેશો નહિ.”


પ્રભુએ સહેજ પણ દયા દાખવ્યા વિના જેમનો નાશ કર્યો, એવા નગરની જેમ એ માણસ નષ્ટ થાઓ! તે માણસ સવારે વિલાપ અને બપોરે યુદ્ધનાદ સાંભળો!


પ્રભુ કહે છે, “જુઓ, ઉત્તરમાં પૂર ચઢે છે, અને ઘોડાપૂરની માફક તે સમસ્ત દેશ પર, નગરો અને તેના રહેવાસીઓ પર ફરી વળશે. ત્યારે લોકો વિલાપ કરશે અને દેશના સર્વ રહેવાસીઓ કરુણ આક્રંદ કરશે.


હેશ્બોન અને એલઆલેહના લોકો ચીસો પાડે છે અને તેનો પોકાર યાહાસ, સોઆર, હોરોનાયિમ અને છેક એગ્લાથ-શલીશીયા સુધી સંભળાય છે. અરેરે, નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે.


મોઆબ નષ્ટ થયું છે; છેક સોઆર સુધી તેના લોકોનો વિલાપ સંભળાય છે.


તેઓ રડતાં રડતાં લૂહીથનો ઢોળાવ ચડે છે. અરે, હોરોનાયિમના ઢોળાવ સુધી તેમની વેદનાના પોકાર સંભળાય છે.


પ્રભુ કહે છે, “બેબિલોનમાંથી રુદનનો સાદ આવે છે, અને ખાલદીઓના દેશના વિનાશનો પોકાર સંભળાય છે!


Follow us:

Advertisements


Advertisements