યર્મિયા 47:3 - પવિત્ર બાઇબલ C.L.3 તેના અલમસ્ત ઘોડાઓની ખરીઓના ધડકારા અને રથોના ખડખડાટ અને પૈડાંનો ગડગડાટ સાંભળીને પિતાઓનાં ગાત્ર શિથિલ થઈ ગયા છે, તેથી તેઓ પોતાનાં બાળકોને બચાવવા પણ રોક્તા નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેના બળવાન ઘોડાઓના પગના ધબકારા, તેના રથોનો ઘસારો તથા તેમનાં પૈડાંઓનો ગડગડાટ સાંભળીને પિતાઓના હાંજા ગગડી જવાથી તેઓ પોતાનાં છોકરાંઓ તરફ પાછા ફરીને જોતા નથી; See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે. See the chapterપવિત્ર બાઈબલ3 ઘોડાઓના દાબડાનો અવાજ અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે. See the chapter |