Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 41:3 - પવિત્ર બાઇબલ C.L.

3 વળી, યહૂદિયાના જે લોકો ગદાલ્યા સાથે મિસ્પામાં હતા અને બેબિલોનના જે સૈનિકો ત્યાં ઉપસ્થિત હતા તે સૌનો ઇશ્માએલે સંહાર કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જે યહૂદીઓ ગદાલ્યાની સાથે મિસ્પામાં હતા તેઓ સર્વને તથા ત્યાં જે ખાલદી લડવૈયા મળી આવ્યા, તેઓને ઇશ્માએલે મારી નાખ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જે યહૂદીઓ ગદાલ્યા સાથે મિસ્પાહમાં હાજર હતા તેઓ સર્વેને તથા ત્યાં જે ખાલદીઓના યોદ્ધાઓ મળી આવ્યા તેઓને ઇશ્માએલે મારી નાખ્યા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 ઇશ્માએલે ત્યાં મિસ્પાહમાં ગદાલ્યા સાથે હાજર રહેલા યહૂદિયાના બધાં માણસોને અને ખાલ્દીઓના યોદ્ધાઓને પણ મારી નાખ્યા.

See the chapter Copy




યર્મિયા 41:3
6 Cross References  

પણ એ જ વર્ષના સાતમા માસમાં રાજવીકુટુંબના એલિશામાના પુત્ર નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે મિસ્પા જઈને ગદાલ્યા પર હુમલો કરી તેને મારી નાખ્યો. તેની સાથેના ઇઝરાયલીઓ તથા ખાલદીઓને પણ તેણે મારી નાખ્યા.


યુદ્ધનાં શસ્ત્રો કરતાં બુદ્ધિ ચડિયાતી છે. પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.


તેવામાં જ ઇશ્માએલ અને તેની સાથેના દસ માણસોએ ગદાલ્યા પર હુમલો કર્યો અને તેના પર તલવારથી પ્રહાર કરીને તેને મારી નાખ્યો. આમ બેબિલોનના રાજાએ નીમેલા રાજ્યપાલ ગદાલ્યાને તેમણે મારી નાખ્યો.


ગદાલ્યાની હત્યા પછી બીજે દિવસે હજુ કોઈને તે વિષે જાણ થઈ ન હતી તે દરમ્યાન


આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે.


Follow us:

Advertisements


Advertisements