Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 સિયોન તરફ માર્ગ દર્શાવતું નિશાન ઊભું કરો, વિના વિલંબે સલામત સ્થળે નાસી છૂટો; કારણ, હું પ્રભુ તમારા પર ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ લાવું છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સિયોનની તરફ ધ્વજા ઊભી કરો; જીવ લઈને નાસો ને વિલંબ ન કરો; કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા મોટો નાશ લાવીશ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સિયોન તરફ ધ્વજ ઊંચો કરો, જીવ લઈને ભાગી જાઓ અને વિલંબ કરશો નહિ. કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા ભયંકર વિનાશ લાવીશ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

6 સંકેત ધ્વજ ઊંચો કરો, સિયોનને ‘હમણાં જ ભાગી જાઓ. વિલંબ કરશો નહિ!’ કારણ કે હું યહોવા ઉત્તર તરફથી તમારા પર ભયંકર વિનાશ લાવું છું.”

See the chapter Copy




યર્મિયા 4:6
19 Cross References  

ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો.


અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!


તેથી યહૂદિયાના લોકોને તથા યરુશાલેમ- વાસીઓને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારી વિરુદ્ધ એક આફત લાવવાની પેરવી કરું છું અને તમારી વિરુદ્ધ યોજના ઘડું છું. તેથી તમે દરેક પોતાનું દુષ્ટ આચરણ તજી દો અને તમારું સમગ્ર વર્તન અને તમારાં કાર્યો સુધારો.”


વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.”


તેનો વિનાશ કરવા હું શસ્ત્રસજ્જ માણસોને મોકલીશ. તેઓ તેના ગંધતરુના સ્તંભોને કાપીને અગ્નિમાં નાખીને સળગાવી દેશે.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


ક્યાં સુધી મારે યુદ્ધપતાકા જોવાની રહેશે? અને રણશિંગડાનો અવાજ સાંભળ્યા કરવો પડશે?


“બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.


દેશમાં યુદ્ધનો કોલાહલ અને મહાવિનાશનો પોકાર સંભળાય છે.


બેબિલોનના કોટ પર આક્રમણ કરવા સંકેત આપો, સખત ચોકી પહેરો ગોઠવો, નાસભાગ રોકવા ચોકીદારો ગોઠવો, છાપો મારવા સંતાઈને તૈયાર રહો.’ કારણ, બેબિલોનના લોકો વિરુદ્ધ પ્રભુએ જે સંદેશ પ્રગટ કર્યો હતો તે જ પ્રમાણે તેમણે પોતાની યોજના પાર પાડી છે.


આક્રમણ કરવા માટે વજા ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડું વગાડો! બેબિલોનની વિરુદ્ધ યુદ્ધ કરવાને માટે એ પ્રજાઓને સાબદી કરો. અરારાટ, મિન્‍ની અને આશ્કેનાઝની પ્રજાઓને તેના પર આક્રમણ કરવા બોલાવી લાવો. તેની વિરુદ્ધ સેનાનાયકો નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસ્વારોને ચડાઇ કરવા લઇ આવો.


પ્રભુ કહે છે, “બેબિલોનમાંથી રુદનનો સાદ આવે છે, અને ખાલદીઓના દેશના વિનાશનો પોકાર સંભળાય છે!


ઓ બિન્યામીનના લાકો, બચાવ માટે યરુશાલેમમાંથી નાસી છૂટો. તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમમાં મશાલ પેટાવીને તેના સંકેતથી ચેતવણી આપો. કારણ, ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ ઝળુંબી રહ્યાં છે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર તરફના દેશમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીના અંતિમ ભાગમાંથી એક બળવાન પ્રજા ચડાઈ કરવા આવી રહી છે.


પછી મેં ઈશ્વરને મોટે અવાજે આમ કહેતા સાંભળ્યા, “હે નગરને સજા કરનારાઓ, તમારાં સંહારક શસ્ત્રો લઈને પાસે આવો.”


તેથી તે જ ક્ષણે છ માણસો મંદિરની ઉત્તરે આવેલા ઉપલા દરવાજે થઈને પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને આવ્યા. અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો એક માણસ તેમની સાથે ઊભો હતો. તેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું. તેઓ આવીને તાંબાની યજ્ઞવેદી પાસે ઊભા રહ્યા.


પ્રભુ કહે છે, “તે દિવસે તમે યરુશાલેમના મચ્છી દરવાજે રુદનનો પોકાર સાંભળશો. વળી, નગરના નવીન વિભાગમાં વિલાપનો અવાજ અને ડુંગરોમાંથી કડાકા સાંભળશો.


કાળા ઘોડાઓએ જોડેલો રથ ઉત્તરમાં બેબિલોન તરફ જતો હતો; શ્વેત ઘોડાઓ પશ્ર્વિમ તરફ અને કાબરચીતરા ઘોડાઓ દક્ષિણમાં આવેલા દેશ તરફ જતા હતા.


Follow us:

Advertisements


Advertisements