Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 4:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, યહોવાને માટે તમે પોતાની સુન્નત કરો, ને પોતાના હ્રદયથી સુન્નત કરો નહિ તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે, મારો કોપ અગ્નિની જેમ પ્રગટે, ને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હે યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓ યહોવાહને માટે તમે પોતાની સુન્નત કરો. અને પોતાના હૃદયની સુન્નત કરો, નહિ તો તમારા કામની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની જેમ પ્રગટે. અને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 યહોવાનું શરણું સ્વીકારો, તમારાં હૃદયનો મેલ ધોઇ નાખો, રખેને તમારા દુષ્કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની જેમ ભભૂકી ઊઠે અને ઠાર્યો ઠરે જ નહિ અને ભડભડતો જ રહે.”

See the chapter Copy




યર્મિયા 4:4
36 Cross References  

તેમણે મારો નકાર કર્યો છે અને અન્ય દેવોને બલિદાન આપ્યાં છે અને તેથી તેમનાં કાર્યોથી મારો રોષ ભભૂકી ઊઠયો છે. યરુશાલેમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠયો છે, અને તે શમી જશે નહિ.


ઇઝરાયલનો પ્રકાશ અગ્નિરૂપ થશે અને પવિત્ર ઈશ્વર તેમને માટે જ્વાળારૂપ બનશે.


આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે.


હે યરુશાલેમ નગરી, જાગ, જાગ, ઊભી થા! તેં પ્રભુના હાથમાંથી તેમના કોપનો પ્યાલો પીધો છે. તેં માણસોને લથડિયાં ખવડાવનાર મોટો પ્યાલો ગટગટાવી જઈને તેને તળિયાઝાટક કર્યો છે.


તેઓ જાણતા નથી એવા દેશમાં તેમને તેમના શત્રુઓની ગુલામી કરવા મોકલીશ; કારણ, મારો કોપ અગ્નિની જેમ સતત બળ્યા કરશે.”


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


હું જાતે જ તારી વિરુદ્ધ મારા પૂરા બાહુબળથી, ક્રોધથી, ભારે કોપથી અને રોષથી લડીશ.


પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


કદાચ તેઓ પ્રભુને વિનંતી કરે અને પોતે પોતાનાં દુષ્ટ આચરણ તજે; કારણ, પ્રભુએ ઉચ્ચારેલ કોપ અને ક્રોધ બહુ મોટો છે.


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


પ્રભુ કહે છે કે, “એવો સમય આવે છે કે, જ્યારે હું ઇજિપ્તને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને, તેમ જ બાજુએથી દાઢી મૂંડેલી હોય એવી રણપ્રદેશમાં ભટક્તી જાતિઓને, એ સૌને સજા કરીશ. મને ઓળખતા નહિ હોવાને લીધે હું સર્વ સુન્‍નતરહિત વિદેશીઓને અને શારીરિક સુન્‍નતથી મારી સાથે કરારબદ્ધ થયા હોવા છતાં મારા પ્રત્યેની નિષ્ઠામાં તેમના દયની દુષ્ટતામાં સુન્‍નતરહિત હોવાને લીધે ઇઝરાયલને સજા કરીશ.”


પ્રભુએ પોતાનો ઉગ્ર કોપ પૂરેપૂરો ઉતાર્યો છે. સિયોનમાં તેમણે આગ લગાડી છે, જેનાથી તે બળીને ભસ્મીભૂત થયું છે.


હું તને વ્યભિચારી અને ખૂની સ્ત્રીઓને કરવાપાત્ર સજા ફટકારીશ અને મારા આવેશમાં રોષે ભરાઇને તને મૃત્યુદંડ ફરમાવીશ.


તમે તમારી આચરેલી બધી ભૂંડાઇનો ત્યાગ કરો અને નવું મન ને નવો આત્મા પ્રાપ્ત કરો. હે ઇઝરાયલીઓ, તમે શા માટે મરવા માંગો છો?


“હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ.


હું પણ હાથ પછાડીશ ને મારો ક્રોધ શમાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી.


એ રક્ત ઢંકાઈ જાય નહિ માટે મેં તેને ત્યાં જ રહેવા દીધું; જેથી એને જોઈને મારો પ્રકોપ જાગી ઊઠે અને બદલો લઈ શકાય.”


મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


દૂર રહેનારા રોગચાળાથી, પાસે રહેનારા તલવારથી અને જેઓ બચીને રહી જવા પામશે તેઓ દુષ્કાળથી માર્યા જશે. આ પ્રમાણે હું તેમના ઉપર મારો ક્રોધ શમાવીશ.


તેથી હું પણ તેમની સાથે રોષપૂર્ણ વ્યવહાર કરીશ. હું તેમના પ્રત્યે દયાદષ્ટિ રાખીશ નહિ કે તેમને બચાવીશ નહિ. તેઓ મારા કાનમાં ગમે તેટલા મોટે સાદે પોકારશે તો યે હું તેમનું સાંભળીશ નહિ.”


તો હું પણ તમારી વિરુદ્ધ પડીને તમારા પર મારો કોપ રેડી દઈશ અને તમને તમારાં પાપને લીધે સાત ગણી ભારે સજા કરીશ.


તેમનાં પાપને લીધે જ હું તેમની વિરુદ્ધ થયો હતો અને મેં તેમને તેમના દુશ્મનોના દેશમાં દેશનિકાલ કર્યા હતા. છેવટે તમારાં સંતાનો પોતાને નમ્ર કરશે અને પોતાના પાપ અને બળવાની સજા ભોગવી લેશે,


પ્રભુને શોધો, એટલે તમે જીવતા રહેશો; નહિ શોધો તો તે યોસેફના કુટુંબ પર અગ્નિની જેમ પ્રગટશે. બેથેલના લોકોને તે ભસ્મ કરી નાખશે અને કોઈ તે અગ્નિને ઓલવી શકશે નહિ.


જો તું નિયમશાસ્ત્રને આધીન થાય, તો જ સુન્‍નત તને ફાયદાકારક છે. પણ જો તું નિયમશાસ્ત્રનો ભંગ કરે, તો પછી તારી સુન્‍નત કશા ક્મની નથી.


તેથી તમારાં હૃદયોની સુન્‍નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો.


તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.


મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે.


ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમારી સુન્‍નત કરાઈ હતી. એ તો માણસ દ્વારા કરાયેલી શારીરિક સુન્‍નત નહિ, પણ ખ્રિસ્તે પોતે કરેલી આત્મિક સુન્‍નત છે, કે જેમાં તમને પાપી સ્વભાવમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.


Follow us:

Advertisements


Advertisements