Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 4:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “એ સમયે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને કહેવામાં આવશે: રણની ઉજ્જડ ટેકરીઓ પરથી લૂ સીધેસીધી મારા લોક પર ફૂંકાવાની છે; તે અનાજ ઉપણવા માટે કે સાફ કરવા માટે નહિ, પણ દઝાડવા માટે વપરાશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તે સમયે આ લોકોને તથા યરુશાલેમને કહેવામાં આવશે, “રાનમાં બોડી ટેકરીઓ પરથી લૂ મારા લોકની પુત્રી તરફ આવશે, તે તો ઊણપવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે સમયે આ લોકને તથા યરુશાલેમને કહેવામાં આવશે કે, ‘અરણ્યમાં ખાલી ટેકરીઓ પરથી લૂ મારા લોકની દીકરીઓ તરફ આવશે. તે તો ઊપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

11 “તે સમય આવી રહ્યો છે, જ્યારે યરૂશાલેમના લોકોને કહેવામાં આવશે કે, અરણ્ય તરફથી તેઓના પર બાળી નાખે તેવા પવનો આવે છે. તે તો ઉપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવે તેવો હશે નહિ.

See the chapter Copy




યર્મિયા 4:11
28 Cross References  

તે દુષ્ટો પર સળગતા અંગારા અને બળતો ગંધક વરસાવશે; દઝાડતી લૂ તેમના પ્યાલાનો હિસ્સો બનશે.


તેથી મેં કહ્યું, “તમે સૌ મારાથી દૂર જાઓ. મને આક્રંદ કરવા દો. મારા લોકની પાયમાલીને કારણે મને આશ્વાસન આપવાની તસ્દી લેશો નહિ.”


ઈશ્વરે પોતાના લોકને દેશવટે મોકલી દઈને તેમને શિક્ષા કરીને અને તેમને પૂર્વના પવનના સપાટે કાઢી મૂક્યા છે.


તું તેમને પવનમાં ઉપણશે. પવન તેમને ઉડાડીને લઈ જશે અને વંટોળિયાથી તેઓ વેરવિખેર થઈ જશે. ત્યારે હું તારો ઈશ્વર છું એ વાતમાં તું આનંદ કરીશ. તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વરમાં ગૌરવ લઈશ.


અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ.


પ્રભુ કહે છે, “હે યરુશાલેમ, જેમ અનાજનું ભૂસું રણના પવનથી ઊડી જાય તેમ હું તારા લોકને વેરવિખેર કરી નાખીશ.


પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી


પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


ત્યાંથી એ ભારે આંધી મારી આજ્ઞાથી આવશે. મારા એ ન્યાયશાસનથી તમને થનારી સજા હું અત્યારે જ જાહેર કરીશ:


સાંભળો, આખા દેશમાંથી મારા લોકના રુદનનો પોકાર સંભળાય છે. લોકો પૂછે છે, “શું પ્રભુ સિયોનનગરમાં નથી? શું સિયોનનગરનો રાજા ત્યાં ઉપસ્થિત નથી?” પ્રભુ કહે છે, “તો પછી તેમણે વ્યર્થ તથા પારકા દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરીને મને કેમ ચીડવ્યો છે?”


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


તેથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને ધાતુની જેમ ગાળીને પારખીશ, મારા લોકને માટે એ સિવાય હું બીજું કરું પણ શું?


રુદનને લીધે મારી આંખોનું તેજ ઘટી ગયું છે, અને મારું દિલ દુ:ખી છે. મારા લોકની પાયમાલી થઈ છે અને તેના દુ:ખમાં હું નિર્ગત થઈ ગયો છું. શહેરના માર્ગો પર કિશોરો અને નાનાં બાળકો મૂર્છા પામે છે.


મારા લોકના વિનાશને લીધે મારી આંખોમાંથી આંસુની નદીઓ વહી જાય છે.


મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.


વરુ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોક પોતાનાં બાળકો પ્રત્યે શાહમૃગ જેવા નિર્દયી થયા છે.


ઈશ્વરના હાથે સદોમનો એકાએક નાશ થયો હતો; છતાં મારા લોકને તો તેના કરતાં પણ વધુ સજા થઈ છે.


એને રોપ્યો તો ખરો, પણ શું એ ફાલશેફૂલશે? પૂર્વના પવનો તેના પર ફૂંકાશે ત્યારે શું તે તેના સપાટાથી સુકાઇ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં જ સુકાઇ નહિ જાય?”


પણ તેને રોષપૂર્વક ઉખેડી નાખી જમીનદોસ્ત કરી દેવામાં આવી. પૂર્વના પવને તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. તે સુકાઇ ગઇ અને અગ્નિમાં બળી ગઇ.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


તેથી તેઓ પ્રભાતના ધૂમ્મસની જેમ અને સવારના ઝાકળની જેમ જલદીથી ઊડી જશે. તેઓ અનાજના ખળામાંથી ઊડી જતા ભૂસા જેવા અથવા ધૂમાડિયામાંથી નીકળતા ધૂમાડા જેવા થશે.


પણ વાયુના ઝપાટામાં તેઓ ઘસડાઈ જશે; તેમના વિધર્મી યજ્ઞોથી તેઓ લજ્જિત થશે.


પછી તેઓ પવન વેગે આગળ જતા રહે છે. તેઓ પોતાના બળને જ પોતાનો ઈશ્વર માને છે અને એમ ગુનેગાર ઠરે છે.


હું બેબિલોનની ઝનૂની અને આક્રમક પ્રજાને ઉશ્કેરી રહ્યો છું. તેઓ બીજાઓનાં રહેઠાણની ભૂમિ પચાવી પાડવા સમસ્ત પૃથ્વી પર કૂચ કરે છે.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


અનાજ ઝૂડીને ઘઉં પોતાના ભંડારમાં ભરવાને ઊપણવાનું સૂપડું તેમની પાસે છે; પણ ભૂસાને તો તે કદી હોલવાઈ ન જનાર અગ્નિમાં બાળી નાખશે.”


Follow us:

Advertisements


Advertisements