યર્મિયા 39:3 - પવિત્ર બાઇબલ C.L.3 યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યારે બેબિલોનના રાજાના બધા સેનાનાયકોએ નગરમાં પ્રવેશ કર્યો અને નગરના વચલા દરવાજા આગળ સભામાં બિરાજમાન થયા. તેઓમાં નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રા-સારીસ, નેર્ગોલ-શારએસેર, રાબ-માગ તથા બીજા અધિકારીઓનો સમાવેશ થતો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 એ પ્રમાણે યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યારે નેર્ગાલ-શારેસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ, ઇત્યાદિ બાબિલના રાજાના સર્વ સરદારો આવીને [શહેરના] વચલા દરવાજામાં બેઠા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યા અને વિજય પ્રાપ્ત કરીને નગરના વચલા દરવાજામાં બેઠા, ત્યારે નેર્ગાલ-શારેસર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ વગેરે રાજાના સર્વ સરદારો આવીને શહેરના વચલા દરવાજામાં બેઠા. See the chapterપવિત્ર બાઈબલ3 બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યાં અને વિજય પ્રાપ્ત કરીને નગરનાં વચલા દરવાજામાં બેઠાં, સામ્ગારનબૂ, સાર્સખીમ, રાબ-સારીસ અને રાજાનો મુખ્ય મદદનીશ નેર્ગલ-શારએસેર તથા અન્ય ત્યાં હાજર હતાં. See the chapter |