યર્મિયા 32:2 - પવિત્ર બાઇબલ C.L.2 એ સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો અને યર્મિયાને રાજમહેલના ચોકીદારોના ચોકમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે સમયે તો બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરાવ કરતું હતું, ને યહૂદિયાના રાજાના મહેલમાં યહેરેગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધકને કેદ કરી રાખેલો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તે વખતે બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરો ઘાલતું હતું અને યહૂદિયાના રાજમહેલમાં પહેરગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધક કેદમાં પડેલો હતો. See the chapterપવિત્ર બાઈબલ2 તે વખતે બાબિલના રાજાની સૈના યરૂશાલેમને ઘેરો ઘાલીને પડી હતી અને પ્રબોધક યર્મિયા યહૂદિયાના રાજમહેલના રક્ષકઘરના ચોકમાં કેદમાં પડેલો હતો; See the chapter |
ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચાથી માંડીને સંરક્ષકોના ચોક નજીક રાજાના ઉપલા મહેલના બુરજ સુધીના બીજા ભાગમાં મરામત કરતો હતો. પારોશનો પુત્ર પદાયા તે પછીના ભાગમાં “પાણી દરવાજા” અને મંદિરના ચોકીના બુરજ પાસે પૂર્વમાં આવેલા સ્થાન સુધી મરામત કરતો હતો. (એ સ્થાન તો ઓફેલ નામે ઓળખાતા શહેરના એક ભાગમાં હતું અને ત્યાં મંદિરના સેવકો રહેતા હતા.)