Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ઇઝરાયલે મારો ત્યાગ કર્યો અને વેશ્યાગીરી આચરી, તેથી મેં લગ્નવિચ્છેદ કરીને તેને કાઢી મૂકી તે પણ યહૂદિયાએ જોયું; છતાં એનાથી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા ગભરાઈ નહિ અને તેણે પણ વેશ્યાગીરી આચરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મેં જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, ને તેને છૂટાછેડા આપ્યા હતા, તોપણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહિ; તેણે પણ વ્યભિચાર કર્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં એ પણ જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને હાંકી કાઢી હતી. મેં તેને છૂટાછેડા પ્રમાણ પત્ર આપ્યા હતા. તેમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ વ્યભિચાર કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો.

See the chapter Copy




યર્મિયા 3:8
20 Cross References  

વળી, તેણે યહૂદિયાના ઉચ્ચપ્રદેશમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો પણ બાંધ્યાં અને એમ યહૂદિયા અને યરુશાલેમના લોકોને મૂર્તિપૂજા કરાવીને તેમને પ્રભુથી દૂર ભટકાવી દીધા.


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે?


પ્રભુએ કહ્યું, “હું તમને કેવી રીતે ક્ષમા આપું? તારા લોકોએ મારો ત્યાગ કરીને તથા વ્યર્થ દેવોને નામે સોગંદ ખાઈને તેઓ પ્રત્યે પોતાની નિષ્ઠા દાખવી છે. મેં તેમને તૃપ્ત કર્યા તો પણ તેમણે વ્યભિચાર કર્યો અને વેશ્યાના નિવાસે ભીડ કરી મૂકી!


તારી ઉત્તર તરફ પોતાની પુત્રીઓ સાથે રહેનારી સમરૂન તારી મોટી બહેન છે. સદોમ તારી નાની બહેન છે.


તેમને માર્ગે ચાલીને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરવાનું તું ચૂકી નથી. બલ્કે, થોડા જ સમયમાં તું તારાં સર્વ આચરણમાં તેમના કરતાં પણ વધુ ભ્રષ્ટ બની.


તેં જેટલાં પાપો કર્યા છે, તેનાથી અર્ધાં પાપ પણ સમરૂને કર્યાં નહોતાં. તેં તો તારી બહેનો કરતાં એટલાં અધિક ઘૃણાસ્પદ કૃત્યો કર્યાં છે કે તારી સરખામણીમાં તેઓ વધુ સારી લાગે.


લોકો જેમ વેશ્યાગમન કરતા હોય છે તેમ જ તેમણે પણ એ લંપટ સ્ત્રીઓ ઓહોલા અને ઓહલીબા સાથે સમાગમ કર્યો. તેમણે એ વેશ્યાઓ સાથે વારંવાર સમાગમ કર્યો.


તેથી મેં તેને તેના આશ્શૂરી આશકોના હાથમાં સોંપી દીધી, કારણ, તેમના પ્રત્યે તે મોહાંધ બની હતી.


તે જ પ્રમાણે ઇઝરાયલના લોકો લાંબા સમય સુધી રાજા, આગેવાનો, યજ્ઞો, પવિત્ર સ્તંભો, મૂર્તિઓ અને ભવિષ્યકથન માટે વપરાતી પ્રતિમા વગરના રહેશે.


“જો કોઈ માણસ સ્ત્રી પરણી લાવે અને તે સ્ત્રીમાં કોઈ નિર્લજ્જ બાબત હોવાને લીધે તે તેને પસંદ ન પડે તો તે તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરી શકે છે.


અને તે માણસ પણ તેના પ્રત્યે નારાજ થાય અને તે પણ તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરે અથવા તે બીજો પતિ મરણ પામે,


Follow us:

Advertisements


Advertisements