Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમે કાયમને માટે રોષે ભરાયેલા રહેશો નહિ અને તમે અંત સુધી વેર રાખવાના નથી.’ હે ઇઝરાયલ, તું એ પ્રમાણે કહે છે ખરી, પણ સાથે સાથે તેં તારી ઇચ્છા પ્રમાણે દુષ્ટતા આચરવાનું ચાલુ રાખ્યું છે!”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શું તમે સદા [કોપ] કરશો? અંત સુધી તે ચાલુ રાખશો શું?’ તું એમ બોલે છે, પણ તે છતાં તેં ભૂંડું જ કર્યું છે, ને તારી મરજી મુજબ તું ચાલી છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શું તમે સદાય કોપ રાખશો? શું અંત સુધી તે ચાલુ રાખશો?’ જો, તું એમ બોલે છે પણ છતાં તેં ભૂંડું જ કર્યું છે. અને તારી મરજી મુજબ તું ચાલી છે.’”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 શુ તમે મારા પર સદાય રોષમાં રહેશો? “તેં મને આમ કહ્યું હતું, પણ છતાં તેં તારાથી થાય એટલાં પાપ કર્યા.”

See the chapter Copy




યર્મિયા 3:5
14 Cross References  

“પ્રભુનો આપણા પરનો કોપ શમી જાય તે માટે મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સાથે કરાર કરવાનો નિર્ણય કર્યો છે.


શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમે પેઢી દર પેઢી તમારો ક્રોધ લંબાવશો?


હે ઈશ્વર, તમે અમને નવજીવન આપો કે જેથી તમારા લોક તમારામાં આનંદ કરે.


હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય.


તેથી હે પ્રભુ, અમારા પર અતિશય ગુસ્સે થશો નહિ અને અમારાં પાપ અમારી વિરુદ્ધ કાયમ માટે સંભાર્યા કરશો નહિ. અમારી અરજ છે કે અમે તમારા લોક છીએ એ વાત લક્ષમાં લો.


તું ઉત્તરમાં જા અને ઇઝરાયલને કહે, આ પ્રભુનો સંદેશ છે: હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, મારી તરફ પાછી ફર; કારણ, હું પ્રભુ દયાળુ છું અને તેથી હું તારી સાથે અંટસ રાખીશ નહિ.


તો પછી તમે મારાથી વિમુખ થઈને સતત પીછેહઠ કેમ કરી રહ્યા છો? તમે ભરમાવી દેનાર મૂર્તિઓને વળગી રહો છો અને મારી તરફ પાછા ફરવાની ના પાડો છો.


જો કે હું તમને ધ્યનથી સાંભળું છું, પણ તમે પસ્તાવાનો એક શબ્દ પણ ઉચ્ચારતા નથી; ‘અરે, મેં આ શું કર્યું;’ એવું કહીને એક પણ વ્યક્તિ પોતાની દુષ્ટતા માટે ખેદ કરતી નથી. ઘોડો યુદ્ધમાં ધસી જાય તેમ દરેક જન પતન તરફ ધસે છે.


જુઓ, ઇઝરાયલના બધા રાજપુરુષો પોતાની સત્તાને જોરે ખૂનરેજી ચલાવે છે.


પથારીમાં પડયા પડયા ભૂંડી યોજનાઓ ઘડનારની કેવી દુર્દશા થશે! સવાર પડે કે પોતાની ભૂંડી યોજનાઓ પાર પાડવાની તક તેઓ ઝડપી લે છે.


તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે.


Follow us:

Advertisements


Advertisements