Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 3:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તું ઉત્તરમાં જા અને ઇઝરાયલને કહે, આ પ્રભુનો સંદેશ છે: હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, મારી તરફ પાછી ફર; કારણ, હું પ્રભુ દયાળુ છું અને તેથી હું તારી સાથે અંટસ રાખીશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તું જઈને આ વચનો ઉત્તર તરફ જાહેર કરીને કહે, ‘હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, તું ફર, યહોવા એમ કહે છે; હું ક્રોધાયમાન દષ્ટિથી તમને જોઈશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું દયાળું છું, હું સર્વકાળ [કોપ] કાયમ રાખીશ નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેથી જાઓ અને ઉત્તર દિશામાં આ શબ્દો જાહેર કરીને કહે કે, હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પાછા આવો યહોવાહ એમ કહે છે કે, હવે હું તારી વિમુખ ક્રોધે ભરાઈને દ્રષ્ટિ નહિ કરું. કેમ કે યહોવાહ કહે છે હું દયાળુ છું હું સર્વકાળ માટે કોપ રાખીશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

12 તેથી જા અને ઉત્તર દિશામાં, આ શબ્દો જાહેર કરીને કહે, ‘અવિશ્વાસુ ઇસ્રાએલને મારી પાસે પાછા આવવા માટે કહે.’ એવું યહોવા કહે છે. ‘હવે હું તેમની પર મારા ભવા નહિ ચઢાવું કે તારી સામે ક્રોધે ભરાઇને નહિ જોઉ, કેમકે હું દયાળુ છું’ એવું યહોવા કહે છે. ‘હું હંમેશના માટે ક્રોધે નહી ભરાઉં.

See the chapter Copy




યર્મિયા 3:12
45 Cross References  

જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છૂપાઈ રહેશે. પાપ તારા પર આધિપત્ય જમાવવા માગે છે, પણ તારે તેને અંકુશમાં લેવું જોઈએ.”


પેક્હ રાજા હતો ત્યારે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેરે આયોન, આબેલ-બેથમાકા, યાનોઆ, કેદેશ અને હાસોર નગરો તેમજ ગિલ્યાદ, ગાલીલ તથા નાફતાલીના પ્રદેશો જીતી લીધા અને ત્યાંના લોકોને કેદ કરી આશ્શૂર લઈ ગયો.


છેવટે પોતાના સેવક સંદેશવાહકો દ્વારા પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલના લોકો બંદિવાન તરીકે આશ્શૂરમાં લઈ જવાયા અને આજે પણ તેઓ ત્યાં રહે છે.


ઘેરાના ત્રીજે વર્ષે એટલે, હોશિયાના અમલના નવમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટે સમરૂન જીતી લીધું. તે ઇઝરાયલીઓને કેદ કરી આશ્શૂર લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબાર નદી પાસેના ગઝાન જિલ્લામાં અને કેટલાકને મિડિયાનાં નગરમાં વસાવ્યા.


ઇઝરાયલનો રાજા એટલે એલાના પુત્ર હોશિયાના અમલના ત્રીજા વર્ષમાં આહાઝનો પુત્ર હિઝકિયા યહૂદિયાનો રાજા બન્યો.


“પ્રભુનો આપણા પરનો કોપ શમી જાય તે માટે મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સાથે કરાર કરવાનો નિર્ણય કર્યો છે.


તમે પ્રભુ તરફ પાછા ફરશો તો તમારા સગાંસંબંધીઓને કેદીઓ તરીકે લઈ જનાર તેમની દયા ખાશે અને તેમને પાછા ઘેર મોકલી દેશે. તમારા ઈશ્વર પ્રભુ દયાળુ અને કૃપાવંત છે, અને તમે તેમની પાસે પાછા ફરશો, તો તે તમારો સ્વીકાર કરશે.”


પરંતુ પ્રભુનો પ્રેમ તેમના ભક્તો પર, એટલે તેમનો કરાર પાળનારા અને તેમના વિધિઓનું કાળજીપૂર્વક પાલન કરનારાઓ પર, અનાદિકાળથી અનંતકાળ સુધી રહે છે અને તે તેમનાં સંતાનોનાં સંતાન સાથે ઈશ્વરનું વિશ્વાસુપણું જારી રહે છે.


પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, તે કોપ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.


તે સદા ઠપકો આપ્યા કરતા નથી; તે સદા ક્રોધ કર્યા કરતા નથી.


પ્રભુ કૃપાળુ અને દયાળુ છે; તે મંદરોષી અને પ્રેમથી ભરપૂર છે.


હે પ્રભુ, ક્યાં સુધી તમે અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો આવેશ અગ્નિની જેમ સળગ્યા જ કરશે?


પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો.


હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો.


પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે.


પ્રભુએ કહ્યું, “હે ઇઝરાયલના લોકો, તમે મારી વિરુદ્ધ ભારે બંડ કર્યું છે. પણ હવે મારી પાસે પાછા આવો!


મેં વાદળની જેમ તારાં પાપ અને સવારના ધૂમ્મસની જેમ તારા અપરાધ ભૂંસી નાખ્યાં છે. મારી તરફ પાછો ફર; કારણ મેં તારો ઉદ્ધાર કર્યો છે.”


પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં મારો સંદેશ પ્રગટ કરીને કહે કે, કરારની શરતો સાંભળો અને તે પાળો.


એ પ્રજાઓને ઉખેડી નાખ્યા પછી હું તેમના પર દયા કરીશ અને દરેક પ્રજાને પોતાના વતનમાં અને પોતાના દેશમાં પાછી લાવીશ.


પણ તેને બદલે ‘ઇઝરાયલીઓને ઉત્તરના દેશમાંથી અને જ્યાં જ્યાં પ્રભુએ તેમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધા દેશોમાંથી તેમને પોતાના વતનમાં વસવા માટે પાછા લાવનાર જીવતા પ્રભુના સમ’ એમ કહેશે.


પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે?


વળી, પ્રભુ કહે છે, “હે મારો ત્યાગ કરનાર લોક, પાછા ફરો. હું તમારો માલિક છું. હું તમારા નગરમાંથી એકએકને અને તમારા કુળપ્રદેશમાંથી બબ્બેને લઈને તેમને સિયોન પર્વત પર પાછા લાવીશ.


તે સમયે ઇઝરાયલના લોકો યહૂદિયાના લોકો સાથે જોડાઈ જશે અને બન્‍ને એકત્ર થઈને ઉત્તર દેશમાંથી નીકળીને તેમના પૂર્વજોને કાયમના વારસા તરીકે આપેલા વચનના દેશમાં તેઓ પાછા આવશે.


હે મારો ત્યાગ કરનારા વંશજો, પાછા ફરો, અને હું તમારી બેવફાઈમાંથી તમને સુધારીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમારા ઈશ્વર યાહવે છો અને અમે તમારી તરફ પાછા ફરીએ છીએ.


તમે કાયમને માટે રોષે ભરાયેલા રહેશો નહિ અને તમે અંત સુધી વેર રાખવાના નથી.’ હે ઇઝરાયલ, તું એ પ્રમાણે કહે છે ખરી, પણ સાથે સાથે તેં તારી ઇચ્છા પ્રમાણે દુષ્ટતા આચરવાનું ચાલુ રાખ્યું છે!”


મેં ધાર્યું કે એ બધાં કામ કર્યા પછી પણ તે જરૂર મારી પાસે પાછી આવશે, પણ તે પાછી ફરી નહિ અને તેની બેવફા બહેન યહૂદિયાએ બધું જોયું.


કારણ, હું તમારો બચાવ કરવાને તમારી સાથે છું; હું પ્રભુ પોતે એ બોલું છું. જે જે દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા તે બધાંનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો વિનાશ કરીશ નહિ; હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ; અને હું તમને શિક્ષા કરવામાંથી બાક્ત રાખીશ નહિ.”


એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું.


હે ઇઝરાયલના લોકો, તમારે માટે રસ્તાઓ દર્શાવતી નિશાનીઓ મૂકો, અને માર્ગદર્શક સ્તંભો ઊભા કરો. તમે જે રાજમાર્ગે ગયા હતા, તે ધ્યાનમાં રાખો. તમે પાછા ફરો; તમારાં નગરોમાં પાછા આવો.


જુઓ, હું એ લોકોને ઉત્તરના પ્રદેશમાંથી પાછા લાવીશ અને પૃથ્વીને છેડેથી હું તેમને એકત્ર કરીશ. તેમની સાથે અંધજનો, પંગુજનો, સગર્ભા સ્ત્રીઓ અને પ્રસૂતા, સૌ એકઠાં થશે, તેઓ વિરાટ જનસમુદાયમાં પાછા આવશે.


તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ.


પ્રભુ કહે છે,


એટલે કે, પ્રભુનો અવિરત પ્રેમ અને તેમની અખૂટ દયા.


તેથી તું તારા સાથી નિર્વાસિતોને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું તમને અન્ય પ્રજાઓમાંથી એકઠા કરીશ ને તમને વિખેરી નાખવામાં આવ્યા છે તે દેશોમાંથી એકત્ર કરીને તમને ઇઝરાયલ દેશ પાછો આપીશ.


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


પણ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હવે હું યાકોબના વંશજો એટલે કે ઇઝરાયલના લોકો પ્રત્યે દયા દર્શાવીશ અને તેમની દુર્દશા પલટી નાખીને તેમને પુન: આબાદ બનાવીશ. હું મારા પવિત્ર નામનું સન્માન જાળવીશ.


લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.


“પરંતુ તમારાં સંતાનો તેમનાં અને તેમનાં પૂર્વજોનાં પાપ કબૂલ કરશે. મારી સામા થઈને મારી વિરુદ્ધ તેમણે બળવો પોકાર્યો હતો તેની કબૂલાત કરશે કે


તમારા પૂર્વજો જેવા ન બનો. વર્ષો પૂર્વે સંદેશવાહકોએ તેમને દુષ્ટ જીવન ન ગાળવા અને પોતાનાં પાપનો ત્યાગ કરવાનો સંદેશ આપ્યો. પણ તેમણે મારું સાંભળ્યું નહિ કે મને આધીન થયા નહિ.


જો તમે અને તમારા વંશજો તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું તેમનું પૂરા દયથી અને પૂરા મનથી પાલન કરશો;


Follow us:

Advertisements


Advertisements