Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 26:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તે પછી યર્મિયાએ અધિકારીઓ અને બધા લોકોને સંબોધીને કહ્યું, “પ્રભુએ પોતે મને આ મંદિર અને આ નગર વિરુદ્ધ સંદેશ પ્રગટ કરવા મોકલ્યો હતો; અને તે સંદેશ તમે સાંભળ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે યર્મિયાએ સર્વ સરદારોને તથા સર્વ લોકોને કહ્યું, “જે જે ભવિષ્યવચનો તમે સાંભળ્યાં છે તે સર્વ આ મંદિરની તથા આ નગરની વિરુદ્ધ કહેવાને યહોવાએ મેન મોકલ્યો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે યર્મિયાએ સર્વ અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ નગર તથા સભાસ્થાનની વિરુદ્ધ ભવિષ્યવાણી જે તમે સાંભળી છે તે કહેવા માટે યહોવાહે મને મોકલ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

12 ત્યારે યર્મિયાએ પોતાના બચાવમાં કહ્યું, “આ નગર તથા મંદિરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારવા માટે યહોવાએ મને મોકલ્યો છે. મેં જે કહ્યું છે તેનો પ્રત્યેક શબ્દ તેમણે મને આપ્યો છે.

See the chapter Copy




યર્મિયા 26:12
9 Cross References  

પરંતુ એટલું જાણી લો કે જો તમે મને મારી નાખશો તો તમારે શિરે, આ નગર પર અને તેના રહેવાસીઓ પર તમે નિર્દોષજનનું લોહી વહેવડાવવાનો દોષ લાવશો. કારણ, તમને આ ચેતવણી રૂબરૂમાં સંભળાવવા પ્રભુએ મને મોકલ્યો છે.”


પ્રભુએ પોતાના મંદિરમાં તેને બોલવાનું કહ્યું: “મારા મંદિરના ચોકમાં ઊભો રહે અને યહૂદિયાનાં સર્વ નગરોમાંથી મારા મંદિરમાં ભક્તિ કરવા આવનાર લોકોને સંબોધીને મેં તને જે કહેવાની આજ્ઞા આપી છે તે બધું કહે; એક શબ્દ પણ છોડી દઈશ નહિ;


તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે કહેજે કે, ‘જે આવી પડવાનું છે તેના સમાચારને લીધે.’ એનાથી સૌનાં હૈયાં ભયથી કાંપી ઊઠશે, તેમના હાથ કમજોર થઇ જશે, તેમના હોશકોશ ઊડી જશે, ધૂંટણો લથડવા લાગશે. જે આવી પડવાનું છે તે આવી ગયું છે.” પ્રભુ પરમેશ્વર પોતે આમ બોલ્યા છે.


સિંહ ગર્જના કરે ત્યારે લોકોને ભય ન લાગે? પ્રભુ પરમેશ્વર કંઈક કહે ત્યારે તેમનો સંદેશ પ્રગટ કરવાનું કોણ ટાળી શકે?


પણ પિતરે અને યોહાને તેમને જવાબ આપ્યો, “ઈશ્વરને આધીન થવા કરતાં અમે તમને આધીન થઈએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ તેનો નિર્ણય તમે જાતે જ કરો.


પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ.


Follow us:

Advertisements


Advertisements