Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 24:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તે પછી પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તેં શું જોયું?” મેં ઉત્તર આપ્યો, “હું અંજીર જોઉં છું. સારાં અંજીર ખૂબ સારાં છે અને ખરાબ અંજીર ખવાય પણ નહિ એટલાં બગડી ગયેલાં છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં કહ્યું, “હું તો અંજીર જોઉં છું; જે અંજીર સારાં છે, તેઓ બહુ સારાં છે; અને જે બગડી ગયેલાં છે, તેઓ બહુ બગડી ગયાં છે, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી યહોવાહે મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, હું તો અંજીરો જોઉં છું, તેમાંનાં કેટલાક બહુ સારાં છે અને કેટલાંક ખૂબ જ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

See the chapter Copy




યર્મિયા 24:3
10 Cross References  

તેથી પ્રભુએ મને કહ્યું, “હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યહૂદિયાના જે લોકોને મેં તેમના હિતને માટે બેબિલોન દેશમાં દેશનિકાલમાં મોકલ્યા છે તેમને હું સારાં અંજીર જેવા ગણું છું.


સેનાધિપતિ પ્રભુ કહે છે કે, “હું એ લોકો પર યુદ્ધ, દુકાળ અને રોગચાળો મોકલીશ અને હું તેમને ખાઈ ન શકાય તેવા સડેલા અને નકામાં અંજીર જેવા કરીશ.


પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “ઓળંબો.” ત્યારે તેમણે કહ્યું, “મારા લોક ઓળંબાની દોરીની બહાર ખસી ગયેલી દીવાલ જેવા છે, અને એ દર્શાવવા હું ઓળંબાનો ઉપયોગ કરી રહ્યો છું. તેમને સજા કરવા સંબંધીનો મારો વિચાર હવે હું બદલીશ નહિ.


પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “પાકેલાં ફળોની ટોપલી.” પ્રભુએ મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો સમય પાકી ચૂકયો છે. હવે તેમને સજા કરવા અંગેનો મારો વિચાર હું બદલીશ નહિ.


તેણે પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સુવર્ણ દીવી જોઉં છું. તેની ટોચે તેલ માટે પ્યાલો છે. દીવી પર સાત દીવા છે અને સાતેય દીવા પર દિવેટો મૂકવાના સાત સાત ખાંચા છે.


દૂતે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું આકાશમાં ઊડતું ઓળિયું જોઉં છું; તે 9 મીટર લાંબું અને 4.5 મીટર પહોળું છે.”


શાઉલે જવાબ આપ્યો, “વિચાર ઘણો સારો છે; ચાલ, જઈએ.” તેથી તેઓ ઈશ્વરભક્તના નગરમાં ગયા. તેઓ નગરમાં જવા પર્વત ચઢતા હતા ત્યારે પાણી ભરવા આવતી કેટલીક યુવતીઓ તેમને મળી. તેમણે તેમને પૂછયું, “દૃષ્ટા નગરમાં છે?” (ભૂતકાળમાં જ્યારે કોઈને ઈશ્વરની દોરવણી મેળવવી હોય ત્યારે તે કહેતા, ‘ચાલો, દૃષ્ટા પાસે જઈએ.’ કારણ, તે સમયે સંદેશવાહકને દૃષ્ટા કહેતા હતા.)


Follow us:

Advertisements


Advertisements