Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 21:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “તમે અમારે માટે પ્રભુને પૂછી જુઓ; કારણ, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારે અમારા પર આક્રમણ કર્યું છે. કદાચ પ્રભુ અમારે માટે કોઈ અજાયબ કાર્ય કરે કે જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે” એ પ્રસંગે પ્રભુ તરફથી યર્મિયાને સંદેશો મળ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “કૃપા કરીને તું અમારી તરફથી યહોવાને પૂછ; કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સાથે યુદ્ધ કરે છે. કદાચ યહોવા પોતાનાં સર્વ અદભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે તે રાજા પાછો જાય.” તે પ્રસંગે યહોવા તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “કૃપા કરીને તું યહોવાહને અમારી તરફથી પૂછ, કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધ કરે છે કદાચ યહોવાહ પોતાનાં સર્વ અદ્દ્ભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે જેથી તે રાજાને પાછા જવું પડે.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધે ચઢયો છે માટે તમે અમારા તરફથી યહોવાને અરજ કરો, કદાચ તે અમારે ખાતર કોઇ ચમત્કાર કરે, જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે.”

See the chapter Copy




યર્મિયા 21:2
44 Cross References  

શિનઆર દેશનાં બેબિલોન, એરેખ, આક્કાદ અને કાલ્નેહ નિમ્રોદના સામ્રાજ્યનાં શરૂઆતનાં કેન્દ્ર હતાં.


પણ પ્રભુના દૂતે તિશ્બેના સંદેશવાહક એલિયાને પેલા સંદેશકોને મળીને આમ કહેવા મોકલ્યો. “તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા કેમ જાઓ છો? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી?


આશ્શૂરના સમ્રાટે દેશનિકાલ કરેલા ઇઝરાયલીઓને સ્થાને બેબિલોન, કૂથ, ઈવ્વા, હમાથ અને સફાર્વાઈમ નગરોમાંથી લોકોને લાવીને તેમને સમરૂનનાં નગરોમાં વસાવ્યા. એ નગરો કબજે કરીને તેઓ ત્યાં વસ્યા.


પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો.


તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.”


તમે તો પવિત્ર શહેરના નાગરિક છો અને જેમનું નામ સર્વસમર્થ યાહવે છે તે ઇઝરાયલના ઈશ્વર પર આધાર રાખો છો.


હે પ્રભુ, જો મેં તેમના ભલા માટે તમારી સેવા કરી ન હોય, અને તેમને શત્રુઓથી બચાવવા માટે તમને વિનંતી ન કરી હોય, જો તેમના આફત અને દુ:ખના સમયે મેં તમને પ્રાર્થના ન કરી હોય, તો એ બધા શાપ મારા પર ઊતરો.


તેથી યર્મિયાએ તેમને કહ્યું, “તમે સિદકિયાને આ પ્રમાણે જણાવજો, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે:


“હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી.


પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.”


જ્યારે બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર અને તેનું સમગ્ર લશ્કર અને તેના તાબાના બધા દેશોના અને પ્રજાઓના સૈનિકો યરુશાલેમ અને તેની આસપાસનાં નગરો પર આક્રમણ કરી રહ્યાં હતાં ત્યારે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો,


ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયાને બોલાવડાવ્યો અને રાજમહેલની અંદર તેને ખાનગીમાં પૂછયું, “શું પ્રભુ તરફથી કોઈ સંદેશ છે?” યર્મિયાએ ઉત્તર આપ્યો. “હા, તને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.”


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને સંદેશવાહક યર્મિયા પાસે મોકલીને વિનંતી કરી, “તું આપણા ઈશ્વર પ્રભુને અમારે માટે પ્રાર્થના કર.”


વિપત્તિ પર વિપત્તિ આવી પડશે અને અફવા પર અફવા ચાલશે. તેઓ સંદેશવાહક પાસેથી સંદર્શન શોધશે; પરંતુ યજ્ઞકારો પાસેથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો અને વડીલો પાસેથી સલાહશક્તિનો લોપ થશે.


એ દિવસોમાં ઈશ્વરની કરારપેટી ત્યાં બેથેલમાં હતી અને આરોનના પુત્ર એલાઝારનો પુત્ર ફિનહાસ તેની દેખરેખની સેવામાં હતો. લોકોએ પ્રભુને પૂછયું, “અમે અમારા ભાઈઓ બિન્યામીનીઓ સાથે ફરી લડવા જઈએ કે લડવા જવાનું પડતું મૂકીએ?” પ્રભુએ કહ્યું, “લડવા જાઓ. આવતી કાલે હું તમને તેમની પર વિજય પમાડીશ.”


તેમણે તેને શોયો, પણ તે તેમને મળ્યો નહિ, ત્યારે તેમણે ફરીને પ્રભુને પૂછયું, “તે માણસ આવ્યો છે કે નહિ?” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ સરસામાન પાછળ સંતાયેલો છે?”


શમુએલે શાઉલને કહ્યું, “તેં શા માટે મને અહીં બોલાવીને પરેશાન કર્યો છે? તેં શા માટે મને પાછો બોલાવ્યો છે?” શાઉલે જવાબ આપ્યો, “હું મોટી મુશ્કેલીમાં આવી પડયો છું. પલિસ્તીઓ મારી સામે લડવાને તૈયાર થયા છે અને ઈશ્વરે મને તજી દીધો છે. સ્વપ્નો કે સંદેશવાહકો મારફતે હવે તે મને જવાબ આપતા નથી. તેથી મારે શું કરવું તે પૂછવા મેં તમને બોલાવ્યા છે.”


તેથી શું કરવું તે અંગે તેણે પ્રભુને પૂછી જોયું. પણ પ્રભુએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે સંદેશવાહકો મારફતે કંઈ જવાબ આપ્યો નહિ.


Follow us:

Advertisements


Advertisements