Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 વળી, હું તમને ફળદ્રુપ પ્રદેશમાં લાવ્યો કે જેથી તમે મબલક પાક અને અન્ય ઊપજ ભોગવો, પણ તમે તો અહીં આવીને મારી ભૂમિને ભ્રષ્ટ કરી છે અને મેં તમને વારસા તરીકે આપેલ દેશને ઘૃણાપાત્ર બનાવ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો; પણ તમે તેમાં દાખલ થઈને મારી ભૂમિને અશુદ્ધ કરી, તથા મારા વારસાને તિરસ્કારપાત્ર કરી નાખ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો! પણ તમે તેમાં પ્રવેશ કરી અને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને તિરસ્કારપાત્ર બનાવી દીધો!

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 યહોવાએ કહ્યું, “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો, જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે. પણ તેમણે તો તેમાં પ્રવેશ કરતાં વેંત તેને અશુદ્ધ બનાવ્યો, મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.

See the chapter Copy




યર્મિયા 2:7
28 Cross References  

તમારા લોકોએ કિલ્લેબંધીવાળાં નગરો, ફળદ્રુપ પ્રદેશ, સંપત્તિથી ભરેલાં ઘર, ખોદીને તૈયાર કરી રાખેલાં ટાંકાં, ઓલિવવૃક્ષો, ફળાઉ વૃક્ષો અને દ્રાક્ષવાડીઓ પર કબજો જમાવી દીધો. પોતાને જેટલું જોઈએ તેટલું તેમણે ખાધું અને ખાઈને પુષ્ટ થયા; તમારી આપેલી સઘળી સારી વસ્તુઓનો તેમણે સુખાનુભવ કર્યો.


પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું.


સર્વસમર્થ પ્રભુ તેમને આશિષ આપશે અને કહેશે, “હે ઇજિપ્ત, મારા લોક, હે આશ્શૂર, મારા હાથની કૃતિ, અને હે ઇઝરાયલ, મારી સંપત્તિ, હું તમને આશિષ આપું છું.”


તેથી તેમનાં પાપ અને તેમની દુષ્ટતા માટે હું તેમને બમણી સજા કરીશ. કારણ, તેમણે પોતાની ખૂબ ધૃણાજનક અને નિર્જીવ મૂર્તિઓથી મારા દેશને ભ્રષ્ટ કર્યો છે અને તેમની ધિક્કારપાત્ર વસ્તુઓથી મારી વારસા સમાન ભૂમિને ભરી દીધી છે.”


પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે?


તારી નજર ઉઠાવીને ઉજ્જડ ટેકરીઓની ટોચ તરફ જો. શું કોઈ એવી જગા બાકી છે કે જ્યાં તેં વેશ્યાગીરી આચરી ન હોય? રણમાં ટાંપીને બેઠેલી વિચરતી જાતિના માણસની જેમ તું રસ્તાની બાજુએ બેસીને પ્રેમીઓની રાહ જુએ છે. તારી વેશ્યાગીરીથી અને અધમતાથી તેં દેશને ભ્રષ્ટ કર્યો છે.


તેની દષ્ટિમાં એ અનીતિનાં કામો જાણે કંઈ જ હોય ન તેમ તેણે પથ્થર તથા લાકડાની પૂજા કરીને વ્યભિચાર કર્યો અને દેશને ભ્રષ્ટ કર્યો.


પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો.


કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના આરંભથી જ તેમનાં ભૂંડાં આચરણોથી મને નારાજ કર્યો છે અને ઇઝરાયલના વંશજોએ પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરીને મને ક્રોધિત કર્યો છે. હું પ્રભુ આ બોલું છું.


કારણ, તેમણે મારા આદેશોનો અમલ કર્યો નથી, મારા નિયમોનો અનાદર કર્યો છે, સાબ્બાથના દિવસોને ભ્રષ્ટ કર્યા છે અને તેમની મીટ તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજામાં મંડાયેલી છે.


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


તે દિવસે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરીશ અને તમારે માટે મેં પસંદ કરેલા દેશમાં હું તમને લઇ જઇશ. તે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો સૌથી રમણીય દેશ છે.


વળી, હું પ્રભુ પરમેશ્વર કહું છું કે મને વીસરી જઈને તેં મારા તરફ તારી પીઠ ફેરવી દીધી છે, તેથી તારે તારી લંપટતા અને વ્યભિચારનાં ફળ ભોગવવાં પડશે.”


“હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલીઓ પોતાના દેશમાં રહેતા હતા ત્યારે તેમણે પોતાનાં આચરણ તથા કૃત્યોથી તેને ભ્રષ્ટ કર્યો હતો. મારી આગળ તેમનાં આચરણ રજ:સ્વલા સ્ત્રીની અશુદ્ધતા જેવાં અશુદ્ધ હતાં.”


ઇઝરાયલના લોકો પ્રભુના દેશમાં રહેવા પામશે નહિ અને એફ્રાઇમને ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર દેશમાં નિષિદ્ધ ખોરાક ખાવો પડશે.


ઊઠો, ચાલ્યા જાઓ, અહીં હવે કોઈ સલામત નથી. તમારાં પાપને લીધે આ સ્થળનો વિનાશ નિર્માણ થઈ ચૂક્યો છે.


તેમણે મોશેને કહ્યું, “તમે અમને જે દેશમાં મોકલ્યા હતા ત્યાં અમે ગયા. ત્યાં સાચે જ દૂધ અને મધની રેલમછેલ છે અને ત્યાંનાં ફળ પણ આ રહ્યાં.


તો તેની લાશ આખી રાત વૃક્ષ પર રહેવી ન જોઈએ. વૃક્ષ પર ટંગાયેલ દરેક વ્યક્તિ ઈશ્વરથી શાપિત છે. તેથી તે જ દિવસે તે લાશ દફનાવી દેવી. જેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તે અશુધ ન થાય.


પરંતુ યાકોબના વંશજોને તો પ્રભુએ પોતાનો હિસ્સો, પોતાને ફાળે આવેલ વારસો કરી લીધા છે.


પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને સારું હોય તે કરો જેથી તમારું કલ્યાણ થાય અને જે ઉત્તમ દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ સોગંદ લીધા છે તેમાં પ્રવેશીને તમે તેનો કબજો લો.


Follow us:

Advertisements


Advertisements