Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “જા અને યરુશાલેમના લોકો સાંભળે તેમ પોકારીને કહે, પ્રભુ કહે છે: યુવાનીના સમયની તારી નિષ્ઠા અને કન્યા તરીકેનો તારો પ્રેમ મને યાદ છે. વેરાન અને પડતર પ્રદેશમાં તું મને અનુસરતી હતી. ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી;

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે; અરણ્યમાં, ઉજ્જડ પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે વખતે યુવાવસ્થામાં જે તારો પ્રેમ તથા વિવાહસંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં યાદ કરું છું

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 “જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર: “‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે, જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી! નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી! તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી.

See the chapter Copy




યર્મિયા 2:2
39 Cross References  

‘શત્રુઓએ બાળપણથી જ મારા પર અત્યંત જુલમ કર્યો છે,’ એમ ઇઝરાયેલના લોક કહો;


જ્યારે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓને પરાજિત કરી દેનાર પ્રભુનું મહાન સામર્થ્ય જોયું ત્યારે તેઓ પ્રભુ પ્રત્યેના અહોભાવથી સ્તબ્ધ થઈ ગયા અને તેમને પ્રભુ તથા તેમના સેવક મોશે પર વિશ્વાસ બેઠો.


પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?”


સાંભળો, જ્ઞાન શેરીઓમાં પોકારે છે, અને તે ચૌટેચકલે હાંક મારે છે.


હે સિયોનની નવયૌવનાઓ, બહાર આવો અને શલોમોન રાજાને નિહાળો! તેના લગ્નના દિવસે, એટલે હર્ષોલ્લાસના પ્રસંગે, તેની માતાએ જે મુગટ તેને માથે મૂક્યો હતો તે તેણે પહેરી રાખેલો છે.


ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે?


પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ.


પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં મારો સંદેશ પ્રગટ કરીને કહે કે, કરારની શરતો સાંભળો અને તે પાળો.


ઠીકરાંના દરવાજે થઈને હિન્‍નોમની ખીણે જા, અને હું તને જે સંદેશ આપું તે ત્યાં પ્રગટ કરજે.


પ્રભુનો આવો સંદેશ મને મળ્યો. તેમણે કહ્યું,


તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવનાર તથા વેરાન પ્રદેશમાં, રણ અને કોતરોવાળા પ્રદેશમાં, નિર્જળ અને ભયાનક પ્રદેશમાં, જ્યાંથી કોઈ પસાર ન થાય કે જ્યાં કોઈ વસે નહિ એવા પ્રદેશમાં અમને દોરી લાવનાર પ્રભુ ક્યાં છે?


અને હવે તું મને કહે છે, ‘ઓ બાપ રે, તમે તો મારા યૌવનના મિત્ર છો.


“પ્રભુના મંદિરના દરવાજે ઊભો રહી આ સંદેશ પ્રગટ કરતાં કહે; હે યહૂદિયાના સર્વ લોકો, તમે જેઓ આ દરવાજાઓથી પ્રવેશીને પ્રભુની ભક્તિ કરવા જાઓ છો તેઓ પ્રભુનો સંદેશ સાંભળો.


તારાં આ ધિક્કારપાત્ર કૃત્યો અને વ્યભિચાર કરતી વખતે તને કદી તારું બાળપણ યાદ ન આવ્યું કે, જ્યારે તું નાગી ઉઘાડી તારા પોતાના લોહીમાં આળોટતી હતી.”


તથાપિ તારી યુવાનીના સમયમાં મેં તારી સાથે કરેલો કરાર હું યાદ રાખીશ અને તારી સાથે શાશ્વત ટકે તેવો કરાર કરીશ.


હું ફરી તારી પાસેથી પસાર થયો તો મેં જોયું કે પ્રેમ કરવા જેવી તારી ઉંમર થઇ હતી. મેં તારો ડગલો પ્રસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. મેં તારી સાથે સોગંદપૂર્વક કરાર કર્યો અને તું મારી બની. હું પ્રભુ પરમેશ્વર આ બધું કહું છું.


તોપણ ઇજિપ્ત દેશમાં પોતાની યૌવનાવસ્થા દરમ્યાન આદરેલી વૈશ્યાગીરીને સંભારીને તે વિશેષ વ્યભિચાર કરતી રહી.


તેઓ ઇજિપ્તમાં હતી ત્યારે તેમની યુવાવસ્થામાં જ તેઓ વેશ્યાગીરી કરવા લાગી. ત્યાં જ તેમનાં સ્તનનું મર્દન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી.


તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ.


પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.


હું તેને તેની દ્રાક્ષવાડીઓ પાછી આપીશ અને ‘વિપત્તિની ખીણ’ને આશાનું દ્વાર બનાવી દઈશ. તેની યુવાવસ્થામાં એટલે કે તે ઇજિપ્તમાંથી નીકળી આવી તે દિવસોમાં તેનો જેવો હતો તેવો જ પ્રતિભાવ તે મારા પ્રત્યે દાખવશે.


હું તેને મુખે ‘બઆલ’નું નામ ફરી કદી ઉચ્ચારવા દઈશ નહિ.


તે પોતાના આશકો પાછળ પડશે, પણ તેઓ સુધી પહોંચી શકશે નહિ. તે તેમને શોધશે પણ તેઓ જડશે નહિ. પછી તે કહેશે, ‘હું મારા પ્રથમ પતિ પાસે પાછી જઈશ, કારણ, અત્યારનાં કરતાં હું ત્યારે વધારે સુખી હતી.’


પ્રભુ કહે છે, “રણશિંગડું વગાડો, શત્રુઓ મારા દેશ પર ગરુડની પેઠે ઊતરી આવ્યા છે. મારા લોકોએ તેમની સાથે કરેલો મારો કરાર તોડયો છે અને મારા નિયમ વિરુદ્ધ બંડ પોકાર્યું છે.


પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.


“ઊઠ, મોટા શહેર નિનવે જા અને તેની વિરુદ્ધ પોકાર, કારણ, તેના લોકોની દુષ્ટતા હું જાણું છું.”


જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો.


ટોળામાંથી કોઈકે ઈસુને કહ્યું, “ગુરુજી, મારા ભાઈને કહો કે, વારસામાં મળતી મિલક્તમાંનો મારો ભાગ મને આપી દે.”


કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’


પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખે છે અને જેઓ તેમને સમર્પિત છે તેમને સાચવે છે, તેઓ તેમને ચરણે બેસે છે, અને તેમનો સંદેશ સ્વીકારે છે.


તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.


હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.


પરંતુ તારી વિરુદ્ધ મારે આટલું છે: તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે.


Follow us:

Advertisements


Advertisements