Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 13:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ મને કહ્યું, “જા અને તારે માટે અળસીરેસાનું કમરે બાંધવાનું વસ્ત્ર ખરીદ અને તેને તારી કમરે બાંધ, પણ તેને પાણીમાં પલળવા દઈશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાએ મને કહ્યું, “તુ જઈને તારે માટે શણનો કમરબંધ વેચાતો લે, ને તેને તારી કમરે બાંધ, ને તેને પાણી લાગવા ન દે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહે મને આ પ્રમાણે કહ્યું, “જઈને શણનો કમરબંધ વેચાતો લાવ અને તે પહેર. અને તેને પાણીમાં બોળીશ નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, શણનો કમરબંધ ખરીદી લાવ અને તે પહેર. પણ તેને પાણીમાં બોળીશ નહિ.”

See the chapter Copy




યર્મિયા 13:1
9 Cross References  

આશ્દોદનું પતન થયું ત્યારે પ્રભુએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ સુધી ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફર્યો છે. એ તો ઇજિપ્ત તથા કૂશનું જે થવાનું છે તેની નિશાની છે.


જેમ કમરે બાંધવાનું વસ્ત્ર માણસની કમરે વીંટળાઈ રહે છે તેમ ઇઝરાયલ અને યહૂદિયાની સમગ્ર પ્રજાને મેં મારી કમરે વીંટાળી હતી; જેથી તેઓ મારા લોક બને અને તેઓ મારી કીર્તિ, મારી પ્રશંસા અને મારો મહિમા થાય, પણ તેમણે મારું સાંભળ્યું નહિ.”


“કુંભારને ઘેર જા; ત્યાં હું તને મારો સંદેશ આપીશ;” તેથી હું કુંભારને ઘેર ગયો. કુંભાર તો તેના ચાકડા પર કામ કરી રહ્યો હતો.


પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “જા, અને કુંભાર પાસેથી એક કૂજો ખરીદ કર અને પછી લોકોના કેટલાક આગેવાનો અને કેટલાક પીઢ યજ્ઞકારોને સાથે લઈને


પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “તું તારે માટે ઝૂંસરી અને ચામડાની વાધરી બનાવ અને તે ઝૂંસરી તારી ગરદન પર મૂક;


“તું તારા હાથમાં થોડા મોટા પથ્થરો લઈને યહૂદિયાના લોકોના દેખતાં આ તાહપાન્હેસ નગરમાં આવેલા ઇજિપ્તના રાજાના વિશ્રામગૃહના પ્રવેશદ્વાર પાસે ઇંટોની પગથીમાં ગારાથી જડીને ઢાંકી દે.


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરપટ્ટો લીધો અને તેનાથી પોતાના હાથપગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા આમ કહે છે: જે માણસનો આ કમરપટ્ટો છે તેને યરુશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને બિનયહૂદીઓને સુપરત કરશે.”


પ્રાચીન કાળમાં ઈશ્વરપિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશવાહકો દ્વારા ઘણીવાર અને વિવિધ રીતે બોલ્યા હતા,


Follow us:

Advertisements


Advertisements