Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 12:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ [મારી] ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “હે યહોવાહ, જ્યારે હું તમારી સાથે વાદવિવાદ કરું છું ત્યારે તમે ન્યાયી ઠરો છો. તેમ છતાં તમારી આગળ મારી ફરિયાદ રજૂ કરીશ; “દુષ્ટ માણસો કેમ સમૃદ્ધિ પામે છે? વિશ્વાસઘાતીઓ કેમ સુખી હોય છે?

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે. તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે, દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે? બદમાશો કેમ નિરાંતે જીવે છે?

See the chapter Copy




યર્મિયા 12:1
44 Cross References  

દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે ન્યાયી છો, છતાં આજે છે તેમ તમે અમને બચાવ્યા છે. અમે તો અપરાધી છીએ અને તેથી તમારી સમક્ષ આવવાનો અમને કોઈ અધિકાર નથી.”


અમને શિક્ષા કરવામાં તમે વાજબી રીતે વર્ત્યા છો; અમે પાપ કર્યું હોવા છતાં તમે વિશ્વાસુ રહ્યા છો.


લૂંટારાઓના તંબૂમાં આબાદી હોય છે; ઈશ્વરને ચીડવનારા અને તેમને પોતાની હથેલીમાં રાખવાનો દાવો કરનારા સલામતીમાં રહે છે.


પરંતુ મારી દાદ તો સર્વસમર્થ સામે છે, તમારી સામે નહિ! ઈશ્વરની સામે જ મારે મારા દાવાની દલીલો રજૂ કરવી છે!


નગરમાં મરવા પડેલા લોકો કણસે છે, અને મરણતોલ ઘવાયેલાંના ગળાં ચીસો પાડે છે; તો પણ ઈશ્વર તે અન્યાયને ધ્યાનમાં લેતા નથી.


ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે.


તે પોતાનાં મૂળિયાં ખડકની આજુબાજુ વિંટાળે છે, અને પથ્થરોના ઢગલાને પણ જકડી લે છે.


પ્રભુ કૃપાળુ અને ભલા છે; આપણા ઈશ્વર દયાળુ છે.


હે પ્રભુ, તમે ન્યાયી છો; તમારા ચુકાદા સાચા છે.


હે પ્રભુ, તમારા ચુકાદા અદલ છે; હું જાણું છું કે તમારા વિશ્વાસુપણામાં જ તમે મને દુ:ખી કર્યો છે.


પ્રભુ પોતાના સર્વ માર્ગોમાં વાજબી છે, અને પોતાનાં સર્વ કાર્યોમાં કૃપાળુ છે.


દુષ્ટો ફાવી જાય તેને લીધે તું ખીજવાઈશ નહિ, અને અનીતિ આચરનારાઓની ઈર્ષા કરીશ નહિ.


મેં એક જુલમી દુષ્ટને આતંક ફેલાવતાં જોયો; તે લબાનોનના વિશાળ વૃક્ષની જેમ બીજાઓ પર દમામ મારતો હતો.


તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાયચુકાદામાં તમે વાજબી છો.


પણ તમે તો અંત:કરણની સચ્ચાઈ ચાહો છો; તેથી મારા દયને તમારું જ્ઞાન શીખવો.


દુષ્ટ માણસો ભલે ઘાસની જેમ વધે, અને સર્વ ભ્રષ્ટાચારીઓ ભલે આબાદ બને; છતાં તેઓ સદાને માટે નાશ પામશે.


જ્ઞાનનો અનાદર કરનાર અબુધો મૃત્યુને ભેટશે, અને મૂર્ખોની બેદરકારી તેમના જ વિનાશનું નિમિત્ત બનશે.


પૃથ્વી પર એક બીજી વ્યર્થતા પણ છે. દુરાચારીને થવી જોઈતી સજા સદાચારીને થાય છે અને સદાચારીને મળવો જોઈતો પુરસ્કાર દુરાચારીને મળે છે.


પ્રભુ, યાકોબનો રાજા, આ પ્રમાણે કહે છે: “હે પ્રજાઓના દેવો, તમારો દાવો રજૂ કરો.”


બલ્કે તે સંબંધી તેં સાંભળ્યું નથી કે તું જાણતો પણ નથી. ભૂતકાળમાં ક્યારેય એની વાત તારે કાને પડી નથી. મને ખબર છે કે તું તો કપટી અને જન્મથી બંડખોર છે.


ત્યારે મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે સેનાધિપતિ પ્રભુ, તમે અદલ ન્યાયાધીશ છો. તમે દયની લાગણીઓ અને અંતરના ઇરાદાને પારખો છો. મેં મારી દાદ તમારી આગળ રજૂ કરી છે. તો હવે આ લોકો પર તમે જે બદલો લેશો તે મને જોવા દો.”


જો તારા જાતભાઈઓએ અને તારા કુટુંબીજનોએ તને દગો દીધો છે; તેઓ તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ અતિશય નિંદા કરે છે. જો કે તેઓ તારી સામે મીઠી વાતો કરે, તો પણ તું તેમનો ભરોસો રાખીશ નહિ.”


પરંતુ પોતાના પતિને બેવફા થનાર પત્નીની જેમ હે ઇઝરાયલના વંશજો, તમે મને બેવફા નીવડયા છો. હું પ્રભુ એ કહું છું.


મેં ધાર્યું કે એ બધાં કામ કર્યા પછી પણ તે જરૂર મારી પાસે પાછી આવશે, પણ તે પાછી ફરી નહિ અને તેની બેવફા બહેન યહૂદિયાએ બધું જોયું.


નેરિયાના પુત્ર બારૂખને વેચાણખત આપ્યા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી.


અરેરે, ઇઝરાયલ અને યહૂદિયાના લોકોએ મારો સંપૂર્ણ વિશ્વાસઘાત કર્યો છે! હું પ્રભુ પોતે આ બોલું છું.” ઈશ્વર ઇઝરાયલને તજી દે છે


મારે માટે રહેવાને વેરાનપ્રદેશમાં વટેમાર્ગુઓના ઉતારાનું સ્થાન હોત તો મારા લોકને તજીને તેમનાથી દૂર જતો રહેત. કારણ, તેઓ બધા વ્યભિચારીઓ છે; તેઓ દગાખોરોની ટોળકી છે.


“પ્રભુ ન્યાયી છે. કારણ, હું તેમને આધીન થઈ નથી. હે સર્વ લોકો, મારું સાંભળો. મારા દુ:ખમાં મને નિહાળો. મારાં યુવાન - યુવતીઓ બંદીવાસમાં લઈ જવાયાં છે.


“આમ છતાં તમે કહો છો કે પ્રભુનો વ્યવહાર વ્યાજબી નથી. હે ઇઝરાયલીઓ, સાંભળો: શું મારો વ્યવહાર વાજબી નથી? વ્યવહાર તો તમારો ગેરવાજબી છે.


હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે હમેશા ન્યાયથી વર્તો છો. અમે તમારું માન્યું નથી તેથી અમને સજા કરવાની તમે તૈયારી રાખી હતી અને યોગ્ય સમયે અમને સજા પણ કરી છે.


હે પ્રભુ, તમે હમેશા સાચું જ કરો છો, પણ અમે હમેશા અમારી જાતને કલંક લગાડયું છે. યહૂદિયા અને યરુશાલેમમાં વસનારા તેમ જ તમારા પ્રત્યેના અવિશ્વાસુપણાને લીધે દૂરના કે નજીકના દેશોમાં વિખેરી નંખાયેલા સર્વ ઈઝરાયલીઓ વિષે એ સાચું છે.


“પણ આદમા નગર પાસે વચનના દેશમાં પ્રવેશતાંની સાથે તો તેમણે દગો દઈને તેમની સાથેનો મારો કરાર તોડયો છે.


કાયદા કમજોર અને નિરુપયોગી બની ગયા છે અને ન્યાય મળતો નથી. દુષ્ટોએ ઈશ્વરપરાયણ લોકોને દબાવી દીધા છે. તેથી ન્યાય ઊંધો વળે છે.


છતાં પ્રભુ હજી પણ એ નગરીમાં છે. તે હંમેશાં જે વાજબી અને ઘટારત છે તે જ કરે છે, અને ખોટું કદી કરતા નથી. દર સવારે તે અચૂકપણે પોતાનું ન્યાયીપણું જાહેર કરે છે. તેમ છતાં ત્યાંના દુષ્ટો ખોટાં ક્મ કરતાં શરમાતા નથી.


તમે તમારી વાતોથી પ્રભુને થકવી નાખ્યા છે. છતાં તમે પૂછો છો, “અમે તેમને કેવી રીતે થકવી નાખ્યા છે? ‘સર્વસમર્થ પ્રભુ સઘળા દુષ્ટોને સારા ગણે છે અને તેમના પર પ્રસન્‍ન રહે છે’ અથવા ‘ન્યાયી ગણાતો ઈશ્વર ક્યાં છે?’ એવું કહીને તમે તેમ કર્યું છે.


એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”


તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે.


Follow us:

Advertisements


Advertisements