Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 10:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તમારું નામ મહાન અને સામર્થ્યવાન છે. તમે બધી પ્રજાઓના રાજા છો. કોણ તમારા પ્રત્યે ભક્તિભાવ ન દાખવે? સાચે જ, એ તમારો અધિકાર છે. સર્વ પ્રજાઓના જ્ઞાનીઓમાં અને તેમનાં સર્વ રાજ્યોમાં તમારા જેવું કોઈ જ નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે સર્વ પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ બીએ? કેમ કે તે [રાજ્ય] તમારું છે! અને વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં, ને તેઓનાં સર્વ રાજ્યોમાં તમારા જેવો કોઈ નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હે સર્વ પ્રજાઓના રાજા, તમારો ભય કોને નહિ લાગે? કેમ કે રાજ્ય તમારું છે. વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં અને બધા રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે? તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ. સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.

See the chapter Copy




યર્મિયા 10:7
28 Cross References  

તમારે મારી, ઈશ્વર તમારા પ્રભુની જ ઉપાસના કરવાની છે, એટલે હું તમને તમારા શત્રુઓથી બચાવીશ.”


પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; અન્ય દેવોની તુલનામાં માત્ર તે જ આરાધ્ય છે.


કાયદો અને વ્યવસ્થાની બાબતમાં મુત્સદ્દીઓની સલાહ લેવાની રાજાની પ્રણાલી હતી. આથી આ વિશે શું કરવું તે જાણવા માટે રાજાએ પોતાના સલાહકારોને બોલાવ્યા.


આપણા પ્રભુ મહાન અને અત્યંત સામર્થ્યવાન છે; તેમનું જ્ઞાન અસીમ છે.


કારણ કે રાજ્ય પ્રભુનું છે; તે જ બધી પ્રજાઓ પર શાસન કરે છે.


તે પ્રજાઓ સામે અમને વિજય અપાવે છે; તે રાષ્ટ્રોને અમારે ચરણે નમાવે છે.


સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરો અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરો.


હે પ્રભુ, તમે ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી સન્મુખ કોણ ઊભું રહી શકે?


હે પ્રભુ, અન્ય દેવોમાં તમારા સરખા ઈશ્વર કોઈ નથી. તમારાં કાર્યો જેવાં કાર્યો પણ કોઈનાં નથી.


હે પ્રભુ, તમે સર્વ પ્રજાઓ સર્જી છે; તેઓ તમારી સમક્ષ આવીને પ્રણામ કરશે, અને તમારા નામનો મહિમા ગાશે.


આકાશમંડળમાં પ્રભુ સમાન કોણ છે? અને દેવપુત્રોમાં પ્રભુ જેવો કોણ છે?


ફેરોએ કહ્યું, “આવતી કાલે.” મોશેએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે હું કાલે વિનંતી કરીશ; જેથી તમે જાણો કે અમારા ઈશ્વર પ્રભુ જેવો કોઈ છે જ નહિ.


નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ.


તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે. તે તેમના ઝઘડા પતાવશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેમાંથી હળપૂણીઓ અને પોતાના ભાલામાંથી દાતરડાં બનાવશે. પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ, અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ.


હે યાહવે, તમારા સમાન કોઈ નથી; તમે મહાન છો;


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, કોઈપણ વિદ્વાન જાદુગર, ભવિષ્યવેત્તા કે જ્યોતિર્વિદ આપના સ્વપ્નનો ગૂઢ અર્થ કહી શકે તેમ નથી.


પણ આકાશમાં એક ઈશ્વર છે જે રહસ્યો ખોલે છે. ભવિષ્યમાં જે બનવાનું છે તે તેમણે આપને જણાવ્યું છે. તમે નિદ્રાધીન હતા ત્યારે સ્વપ્નમાં તમને જે દર્શન થયેલું તે હવે હું તમને કહીશ.


હે પ્રભુ, તમારાં કામો વિષે મેં તમારી કીર્તિ સાંભળી છે અને તેથી હું વિસ્મય પામું છું. હે પ્રભુ, અમારા સમયમાં પણ એવાં અજાયબ ક્મ ફરી કરી બતાવો. તમે કોપાયમાન થયા હોય, તોપણ દયા દર્શાઓ.


તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


તમારે કોનાથી ડરવું તે હું તમને બતાવું છું: મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાની જેમને સત્તા છે તે ઈશ્વરથી ડરો. હું તમને કહું છું કે, માત્ર તેમનાથી ડરો!


અને એમાં અનેક “દેવો” અને “પ્રભુઓ” હોય, છતાં આપણે માટે તો એક જ ઈશ્વર છે. તે સૌના સરજનહાર ઈશ્વરપિતા છે અને તેમને માટે આપણે જીવીએ છીએ. વળી, એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે; તેમની મારફતે સર્વ કંઈ સર્જવામાં આવ્યું અને તેમની મારફતે આપણે જીવીએ છીએ.


આને લીધે પૃથ્વીના સર્વ લોકો જાણશે કે પ્રભુના હાથનું સામર્થ્ય કેવું મહાન છે, અને તમે પણ તમારા ઈશ્વર પ્રભુનું આદરમાન કરો.”


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


Follow us:

Advertisements


Advertisements