Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડકાડયો; અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચન તારા મુખમાં મૂકયાં છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી યહોવાહે પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કર્યો. અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું, “જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!

See the chapter Copy




યર્મિયા 1:9
22 Cross References  

તેમણે મારા મુખની વાણી તાતી તલવાર જેવી કરી છે, મને તેમના હાથને ઓથે સંતાડયો છે. અને મને તીક્ષ્ણ તીર જેવો બનાવીને પોતાના ભાથામાં છુપાવી રાખ્યો છે.


હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું.


મેં જ આકાશો સ્થાપ્યાં છે અને પૃથ્વીનો પાયો પણ મેં જ નાખ્યો છે. હું સિયોનને કહું છું: તમે મારા લોક છો. મેં મારો સંદેશ તમારા મુખમાં મૂક્યો છે અને મારા હાથની છાયાનું તમારા પર આચ્છાદન કર્યું છે.”


તે કહે છે, “તો મેં તમને આપેલો આત્મા અને તમારા મુખમાં મૂકેલાં મારાં વચનો તમારાં, તમારાં સંતાનોનાં કે તેમના વંશજોની સાથે સદા રહેશે; અને ક્યારેય જતાં રહેશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે.


એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ.


તેથી યર્મિયાએ આ સંદેશ યરુશાલેમમાં સિદકિયા રાજાને આપ્યો.


તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ.


તેથી સેનાધિપતિ ઈશ્વર પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકોએ આવું જૂઠાણું ઉચ્ચાર્યું છે માટે હું તેમને સજા કરીશ. તારા મુખમાં મારો સંદેશ છે. તેને હું અગ્નિરૂપ કરીશ અને તે આ લોકોને લાકડાંની જેમ બાળીને ભસ્મ કરશે.”


વળી, તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે કહું તે બધું ધ્યાન દઈને સાંભળ અને તેમને તારા મનથી ગ્રહણ કર.


પછી કોઈએક હાથે મને મારા ધ્રૂજતા હાથ અને ધૂંટણો પર ઊભો કર્યો.


ત્યારે માનવસ્વરૂપના પેલા દૂતે પોતાનો હાથ લાંબો કરીને મારા હોઠને સ્પર્શ કર્યો. મેં તેને કહ્યું, “સાહેબ, દર્શનને કારણે મારામાં કંઈ શક્તિ રહી નથી અને હું ધ્રૂજ્યા કરું છું.


પછી બાલાકને શો સંદેશો આપવો તે જણાવીને પ્રભુએ બલામને પાછો મોકલ્યો.


જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે.


તેથી ઈસુ તેને એકલાને જનસમુદાયમાંથી લઈ ગયા, પોતાની આંગળીઓ પેલા માણસના કાનમાં ઘાલી અને થૂંકીને એ માણસની જીભને સ્પર્શ કર્યો.


કારણ, તમારે શું કહેવું તે પવિત્ર આત્મા તમને તે જ ઘડીએ શીખવશે.”


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


તમે હોરેબ પર્વત પાસે એકત્ર થયા હતા ત્યારે તમે એવી માગણી કરી કે તમારે ફરીથી તમારા ઈશ્વર પ્રભુની વાણી સીધેસીધી સાંભળવી નથી અને તેમની ઉપસ્થિતિનો મહાન અગ્નિ પણ જોવો નથી; કારણ, તમને માર્યા જવાનો ભય હતો.


પ્રભુએ પણ મને કહ્યું હતું કે, ‘તેમની માગણી વાજબી છે.


હું તેમને માટે તેમના લોકોમાંથી જ તારા જેવો સંદેશવાહક ઊભો કરીશ. હું તેના મુખમાં મારો સંદેશ મૂકીશ અને હું તેને ફરમાવું તે સંદેશ તે લોકને આપશે.


Follow us:

Advertisements


Advertisements