Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પણ પ્રભુએ મને કહ્યું, “હું હજી કિશોર જ છું, એમ ન કહે; પણ જે જે લોકો વચ્ચે હું તને મોકલું ત્યાં તારે જવાનું છે અને હું તને જે જે ફરમાવું તે બધું તારે તેમને કહેવાનું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે યહોવાએ મને કહ્યું, “હું બાળક છું, એમ જ બોલ! જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને ફરમામું તે તારે બોલવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પરંતુ યહોવાહે મને કહ્યું કે, “હું હજી બાળક છું, એમ કહીશ નહિ’ તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા. અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 પરંતુ યહોવાએ કહ્યું, “હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’ કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે, અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.

See the chapter Copy




યર્મિયા 1:7
20 Cross References  

પણ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે તે મને જે કહેજે તે જ હું કહીશ.”


હે મારા ઈશ્વર પ્રભુ, હું ઘણો જુવાન છું અને સૈન્યને આગેવાની આપવાનો મને અનુભવ નથી. છતાં તમે મને મારા પિતા પછી રાજા બનાવ્યો છે.


પણ મિખાયાએ જવાબ આપ્યો, “પ્રભુના જીવના સમ, હું તો ઈશ્વર મને કહેશે તે જ બોલીશ.”


પ્રભુએ પોતાના મંદિરમાં તેને બોલવાનું કહ્યું: “મારા મંદિરના ચોકમાં ઊભો રહે અને યહૂદિયાનાં સર્વ નગરોમાંથી મારા મંદિરમાં ભક્તિ કરવા આવનાર લોકોને સંબોધીને મેં તને જે કહેવાની આજ્ઞા આપી છે તે બધું કહે; એક શબ્દ પણ છોડી દઈશ નહિ;


જ્યારે યર્મિયાએ લોકોને તેમના ઈશ્વર પ્રભુએ તેને જે જે સંદેશાઓ પ્રગટ કરવા મોકલ્યો હતો તે સર્વ તેણે કહી બતાવ્યા,


“તેથી યર્મિયા, તું આ બધી વાતો મારા લોકને કહીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ; તું તેમને બોલાવીશ, પણ તેઓ તને ઉત્તર આપશે નહિ.


તેઓ ભલે સાંભળે કે ન સાંભળે, છતાં તારે મારો સંદેશ તેમને સંભળાવવો. તેઓ તો બંડખોર પ્રજા છે.


પછી જ્યારે હું તારી સાથે વાત કરીશ ત્યારે હું તને ફરી બોલતો કરીશ. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરની વાણી છે. જેને સાંભળવું હોય તે સાંભળે અને જેને ન સાંભળવું હોય તે ન સાંભળે, કારણ, તેઓ બંડખોર પ્રજા છે.


પણ પ્રભુએ મને મારા ઘેટાં સંભાળવાના કામમાંથી બોલાવી લીધો અને મને આજ્ઞા આપી. “જા, મારા ઇઝરાયલી લોકોને સંદેશો પ્રગટ કર.”


“ઊઠ, મહાનગરી નિનવેમાં જઈને મેં તને આપેલા સંદેશનો પોકાર કર.”


તે રાત્રે ઈશ્વરે આવીને બલામને કહ્યું, “જો આ માણસો તને લઈ જવા માટે આવ્યા હોય તો તું તેમની સાથે જા. તું તૈયાર થઈને જા, પણ હું જે કહું તેટલું જ કહેજે.”


ત્યારે બલામે બાલાકને કહ્યું, “જો, હું આવ્યો તો છું! પણ હવે હું ધારું તે બોલવાને મને અધિકાર છે? ઈશ્વર મારા મુખમાં જે શબ્દો મૂકે તે જ હું બોલીશ.” પછી બલામ બાલાક સાથે કિર્યાથ- હુસોથમાં ગયો.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી.


Follow us:

Advertisements


Advertisements