Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 1:16 - પવિત્ર બાઇબલ C.L.

16 મારા લોકના પાપને લીધે હું તેમને સજા કરીશ. કારણ, તેમણે મારો ત્યાગ કરીને અન્ય દેવો સમક્ષ ધૂપ ચડાવ્યો છે અને પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જેઓએ મને છોડીને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, તથા પોતાને હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે, તેઓની બધી દુષ્ટતાને લીધે હું તેઓની સામે મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જેઓએ મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. તેઓની સર્વ દુષ્ટતાને લીધે હું તેઓની વિરુદ્ધ મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

16 મારા લોકોના સર્વ દુષ્કૃત્યો બદલ હું તેમને સજા ફરમાવીશ. કારણ, તેમણે મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ કર્યા છે, પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા પણ કરી છે.

See the chapter Copy




યર્મિયા 1:16
44 Cross References  

કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ.


એટલે તે આસા રાજાને મળવા ગયો. તેણે કહ્યું, “હે રાજા આસા અને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ લોકો, મારું સાંભળો! તમે જ્યાં સુધી પ્રભુના પક્ષમાં છો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે વિમુખ થશો, તો તે તમારો ત્યાગ કરશે.


અને ઇઝરાયલના રાજાઓને અનુસર્યો. તેણે બઆલની ધાતુની મૂર્તિઓ બનાવી, હિન્‍નોમની ખીણમાં ધૂપ બાળ્યો.


તેમણે મારો નકાર કર્યો છે અને અન્ય દેવોને બલિદાન આપ્યાં છે અને તેથી તેમનાં કાર્યોથી મારો રોષ ભભૂકી ઊઠયો છે. યરુશાલેમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠયો છે, અને તે શમી જશે નહિ.


“પણ તું કે તારા લોક મેં તમને આપેલા મારા નિયમો કે આજ્ઞાઓની અવજ્ઞા કરશો અને અન્ય દેવોની ભક્તિ કરશો, તો મેં આપેલા આ દેશમાંથી હું તમારું નિકંદન કાઢી નાખીશ અને મેં મારા નામની આરાધના માટે પવિત્ર કરેલ


તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને તેઓ પોતાને હાથે જ બનાવેલી મૂર્તિઓનું ભજન કરે છે.


તેમણે તેમના દેવોને અગ્નિમાં નાખીને બાળી નાખ્યા છે; જો કે તેમના દેવો તો દેવો હતા જ નહિ, પણ લાકડા અને પથ્થરમાંથી ઘડેલી માનવી હાથની કૃતિ જ હતા અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો.


એ વૃક્ષનાં લાકડાં માણસો માટે બળતણના કામમાં આવે છે. માણસ થોડાં લાકડાં સળગાવી તાપે છે. વળી, તેનાથી અગ્નિ પેટાવી તે પર રોટલી શેકે છે. એ જ લાકડામાંથી તે દેવ ઘડીને તેની પૂજા કરે છે; તે મૂર્તિ બનાવી તેની આગળ નમે છે.


તેઓ પવિત્ર વાટિકાઓમાં બલિદાનો ચડાવીને અને ઈંટોની વેદીઓ ઉપર ધૂપ બાળીને મને સામે મોંએ છંછેડે છે.


તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે.


એ લોકોની મૂર્તિપૂજાની વિધિઓ નકામી છે. જંગલમાંથી લાકડું કાપી લાવવામાં આવે છે, કારીગર તે લાકડા પર ઓજારોથી કોતરકામ કરે છે,


ત્યાર પછી યહૂદિયાના લોકો અને યરુશાલેમવાસીઓ જેમની આગળ તેઓ ધૂપ બાળતા હતા તે દેવો પાસે જઈને પોકાર કરશે, પરંતુ તેમની આપત્તિને સમયે એ દેવો તેમને જરાય મદદ કરી શકશે નહિ.


મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને રોપ્યા હતા, પણ હવે હું તેમના પર આપત્તિ ફરમાવું છું. કારણ, તેમણે બઆલદેવને ધૂપ ચડાવવાની અધમતા આચરીને મને તેમના પર ક્રોધિત કર્યો છે.”


તમે મને તજી દીધો છે, અને મારાથી વિમુખ થઈ ઉત્તરોત્તર વિશેષ દૂર થતા રહ્યા છો. તેથી તમારા પ્રત્યે દયા દર્શાવતાં હું કંટાળી ગયો, અને મેં મારા હાથના પ્રહારથી તમારો નાશ કર્યો છે.


ત્યારે તું તેમને કહેજે: પ્રભુ કહે છે, કે તમારા પૂર્વજો મને તરછોડીને અન્ય દેવોને અનુસર્યા, અને તેમણે તેમની સેવાપૂજા કરી. તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રના શિક્ષણનું પાલન કર્યું નહિ.


હે પ્રભુ, તમે ઇઝરાયલની આશા છો. તમારો ત્યાગ કરનારા સર્વ લજ્જિત થશે. તમારાથી દૂર જનારા અધોલોકમાં નોંધાઈ જશે; કારણ, એ લોકોએ જીવનઝરણા સમાન પ્રભુનો ત્યાગ કર્યો છે.


તેમ છતાં મારા લોક મને વીસરી ગયા છે અને તેઓ વ્યર્થ મૂર્તિઓને ધૂપ ચડાવે છે. તેમણે સાચા માર્ગ પર ચાલવામાં ઠોકર ખાધી છે, અને પ્રાચીન માર્ગ તજીને આડા અને ક્ચા માર્ગે વળ્યા છે!”


કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે.


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


હે ઇઝરાયલ, મેં જાતે જ તારી આ દશા કરી છે. હું તને માર્ગમાં દોરતો હતો ત્યારે તેં મને, તારા ઈશ્વર પ્રભુને તજી દીધો.


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


તો પછી તમે પોતે બનાવેલા તમારા દેવો ક્યાં છે? જો તેઓ સમર્થ હોય તો આફતને સમયે આવીને તમને બચાવે; કારણ, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો છે એટલા જ તારા દેવો છે.”


ત્યાંથી એ ભારે આંધી મારી આજ્ઞાથી આવશે. મારા એ ન્યાયશાસનથી તમને થનારી સજા હું અત્યારે જ જાહેર કરીશ:


એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.


કારણ, અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ, અમારા અધિકારીઓ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં એ જ પ્રમાણે કરતા હતા. ત્યારે તો અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો; અમે સમૃદ્ધ હતા અને કોઈ વિપત્તિ જોઈ ન હતી.


તેથી હું પ્રભુ પોતે પૂછું છું, ‘આ બધાને માટે હું તેમને સજા નહિ કરું, અને આ પ્રજા પર હું વૈર નહિ લઉં?’


આ બધા માટે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર શું હું વૈર ન લઉં? હું પ્રભુ એ પૂછું છું.


એ જોઈને પામર માનવીઓ આભા અને સ્તબ્ધ બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઇ જાય છે, કારણ કે તે પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.


યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું શું કરે છે, એ તું જોતો નથી?


આકાશની રાણી નામની દેવી માટે પોળી બનાવવા બાળકો લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે અને સ્ત્રીઓ લોટ ગૂંદે છે, તથા મને ક્રોધિત કરવા અન્ય દેવો આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડે છે.


તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો.


મેં આપેલાં બુટ્ટાદાર વસ્ત્રો લઇ એ પ્રતિમાઓને તે પહેરાવ્યાં અને મારું ઓલિવ તેલ તથા મારા સુગંધિત ધૂપનું પણ તેમની આગળ અર્પણ કર્યું.


હું પ્રભુ એ બોલ્યો છું. મારે કાર્ય કરવાનો સમય આવ્યો છે. હું તે પડતું મૂકીશ નહિ, દયા રાખીશ નહિ કે એનો મને ખેદ પણ થશે નહિ. તારાં આચરણો ને તારાં કૃત્યો પ્રમાણે તને સજા થશે જ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


પણ જેમ જેમ હું તેને બોલાવતો રહ્યો તેમ તેમ તે મારાથી દૂર થતો ગયો. તેમણે બઆલને બલિદાનો ચડાવ્યાં ને મૂર્તિઓ આગળ ધૂપ બાળ્યો.


ઇઝરાયલના કારીગરે મૂર્તિ બનાવી પણ તે કંઈ ઈશ્વર નથી. સમરૂનમાં પૂજાનાર સોનાના વાછરડાના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે.


પ્રભુ ગર્જનાસહિત પોતાના સૈન્યને હુકમ કરે છે. તેમને આધીન થતી લશ્કરી ટુકડીઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે. પ્રભુનો દિવસ કેવો ભયંકર છે! તેનાથી કોણ બચી શકશે? પાપથી પાછા ફરવાનો પડકાર


તે જ વખતે તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી, તેને બલિદાનો અર્પ્યાં અને એ બનાવેલી મૂર્તિની ઉજવણી અર્થે મિજબાની કરી.


“તમારાં દુરાચરણોને લીધે અને તમે પ્રભુનો ત્યાગ કર્યો હોવાથી જે કોઈ કાર્ય તમે હાથ પર લેશો તેમાં પ્રભુ તમારા પર શાપ, ગૂંચવણ અને ધમકી મોકલશે અને તમારો પૂરેપૂરો નાશ થશે અને તે સત્વરે થશે.


પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.”


અને તમે તેમનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરશો તો તે તમારી વિરુદ્ધ થઈ જશે અને તમને શિક્ષા કરશે. તે તમારા પ્રત્યે અગાઉ ભલા થયા હોવા છતાં તે તમારો નાશ કરશે.”


આ આફતમાંથી ઉગરી જનાર બાકીના લોકોએ પોતે બનાવેલી મૂર્તિઓની પૂજાનો ત્યાગ કર્યો નહિ. તેઓએ ભૂતોની તથા જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે ચાલી શકે નહિ એવી સોના, ચાંદી, તાંબુ, પથ્થર અને લાકડાની મૂર્તિઓની પૂજા કરવાનું ચાલું રાખ્યું.


Follow us:

Advertisements


Advertisements