Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 4:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને માત્ર મને નહિ, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે.જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે.અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે.

See the chapter Copy




2 તિમોથી 4:8
39 Cross References  

દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


તમારા ભક્તો માટે તમારી ભલાઈનો ભર્યોભાદર્યો ભંડાર કેવો અખૂટ છે! લોકોના દેખતાં તમારો આશ્રય મેળવનાર સૌના પ્રત્યે તમે ભલાઈ દાખવો છો.


ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે; તે હંમેશા દુષ્ટતાને વખોડે છે.


તે તારા શિર પર યશકલગી ચડાવશે; અને તારા માથા પર સુશોભિત મુગટ પહેરાવશે.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તેઓ મારા લોકો થશે. જે દિવસે હું કાર્યરત બનીશ તે દિવસે તે મારા પોતાના લોક થશે. પિતાની સેવા કરનાર પુત્ર પર જેમ પિતા મમતાળુ છે તેમ હું તેમના પર મમતા દાખવીશ.


તે દિવસ કે તે ઘડી ક્યારે આવશે તે એં કોઈને જાણ નથી. આકાશના દૂતો કે માનવપુત્રને પણ તેની ખબર નથી. પણ ફક્ત ઈશ્વરપિતા જ તે જાણે છે.


તે દિવસે ઘણા મને કહેશે, ’પ્રભુ, પ્રભુ! તમારે નામે અમે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો હતો, ઘણા અશુદ્ધ આત્માઓને કાઢયા હતા અને ઘણા ચમત્કારો કર્યા હતા!’


હું તમને કહું છું કે ન્યાયના દિવસે ઈશ્વર એ નગર કરતાં સદોમ પર વધુ દયા દર્શાવશે.”


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


ફક્ત સૃષ્ટિ જ નહિ, પણ આપણે, કે જેમને ઈશ્વર તરફથી પ્રથમ બક્ષિસ તરીકે પવિત્ર આત્મા મળેલો છે, તેઓ પણ એ વેદના ભોગવીએ છીએ. ઈશ્વર આપણને તેમના પુત્રો બનાવે અને આપણા આખા વ્યક્તિત્વનો ઉદ્ધાર કરે, એની રાહ આપણે જોઈએ છીએ.


શાસ્ત્રમાં લખેલું છે, “માનવીએ જે વાનાં કદી જોયાં નથી, જેના વિષે કદી સાંભળ્યું નથી, અને જેના વિષે કલ્પનાયે કરી ન હોય, તે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યાં છે.”


પણ દરેક વ્યક્તિના કાર્યનું મૂલ્યાંકન ખ્રિસ્તના આગમનના દિવસે જાહેર કરવામાં આવશે. તે દિવસે દરેકના કાર્યની પરીક્ષા અગ્નિથી કરાશે, અને કોનું બાંધક્મ સાચું છે તે બતાવી અપાશે.


બધા ખેલાડી કડક શિસ્તમાં રહીને તાલીમ લે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે તેમ કરે છે; પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા તેમ કરીએ છીએ.


હવે એ સ્વર્ગીય ઘરમાં રહેવાની તીવ્ર ઇચ્છા રાખતાં આ તંબૂમાં રહ્યા રહ્યા આપણે નિસાસા નાખીએ છીએ.


વળી, એવી આશા રાખું છું કે, હું પણ મરણમાંથી સજીવન થાઉં.


તમે જેની આશા રાખો છો તે સ્વર્ગમાં સાચવી રખાયેલ છે અને એ આશા પર તમારા એ વિશ્વાસ અને પ્રેમનો આધાર છે. સાચો સંદેશ, એટલે શુભસંદેશ તમારી પાસે આવ્યો ત્યારે તેમાં જણાવેલી એ આશા વિષે તમે સૌ પ્રથમ સાંભળ્યું હતું.


કારણ, અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે અમારો કેવો આવકાર કર્યો, કેવી રીતે તમે મૂર્તિઓ પાસેથી જીવતા અને સાચા ઈશ્વર તરફ તેમની સેવા કરવાને ફર્યા અને ઈશ્વરના પુત્ર, જેમને તેમણે મરેલાંમાંથી સજીવન કર્યા તે, એટલે આપણને આવનાર કોપથી બચાવનાર ઈસુના સ્વર્ગમાંથી આગમનની તમે કેવી રાહ જુઓ છો, એ વિષે એ લોકો પોતે જ પ્રચાર કરે છે.


પણ ભાઈઓ, તમે એ વિષે અજાણ નથી કે તે દિવસ તમારા પર ચોરની જેમ અચાનક આવી પડે.


પછી એ દુષ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેને મારી નાખશે અને તેમના આગમનના મહિમાવંત સામર્થ્યથી તેનો નાશ કરશે.


આ રીતે તેઓ ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સારી સંપત્તિ પોતાને માટે એકઠી કરશે, અને એમ જે ખરેખરું જીવન છે તે તેઓ પ્રાપ્ત કરી શકશે.


પણ હવે આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના આગમનથી તે આપણી સમક્ષ પ્રગટ થઈ છે. મૃત્યુને નાબૂદ કરીને શુભસંદેશની મારફતે તેમણે અમર જીવન પ્રગટ કર્યું છે.


આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે.


પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે.


દોડવીર દોડમાં ભાગ લે પણ નિયમો પ્રમાણે દોડે નહિ તો ઈનામ મેળવી શક્તો નથી.


ઈશ્વરપિતા અને જીવતાં તથા મૃત્યુ પામેલાં સૌનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજની આણ દઈને હું તને આજ્ઞા આપું છું કે,


આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ.


કોઈપણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી નથી, બલ્કે દુ:ખદાયક લાગે છે. પણ પાછળથી એવી શિક્ષા દ્વારા કેળવાયેલાઓનાં જીવન ઈશ્વરપરાયણતા અને શાંતિમાં પરિણમે છે.


તે જ પ્રમાણે ઘણાનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્તનું રક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. તેઓ બીજીવાર પાપના સંબંધમાં નહિ, પરંતુ જેઓ તેમની પ્રતીક્ષા કરે છે તેમનો ઉદ્ધાર કરવા પ્રગટ થશે.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


અને ઈશ્વરે પોતાના લોકોને માટે રાખી મૂકેલો વારસો મેળવવાની આપણે અપેક્ષા રાખીએ છીએ. ઈશ્વરે તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂક્યો છે અને તે અવિનાશી, નિર્મળ અને અક્ષય છે.


મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે.


જુઓ! તે વાદળાંમાં આવે છે! તેમને વીંધનારા સહિત બીજા સૌ તેમને જોશે અને પૃથ્વીની બધી પ્રજાઓ તેમને વિષે શોક કરશે; આમીન.


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


જે આ બધા વિષે પોતાની સાક્ષી આપે છે તે કહે છે, “ખરેખર, હું ત્વરાથી જ આવું છું!” “આમીન, આવો, પ્રભુ ઈસુ!”


તેઓ એમ કરે છે, ત્યારે પેલા ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાના ચરણે નમે છે અને જે સદાકાળ જીવંત છે તેની આરાધના કરે છે. તેઓ રાજ્યાસનની સામે પોતાના મુગટ ઉતારીને કહે છે,


રાજ્યાસનની આસપાસ ગોળાકારે ગોઠવાયેલાં બીજાં ચોવીસ આસનો હતાં. તેમના પર સફેદ વસ્ત્રો અને સુવર્ણ મુગટ પહેરીને ચોવીસ વડીલો બિરાજ્યા હતા.


Follow us:

Advertisements


Advertisements