Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તું ખ્રિસ્તનાં સંદેશને પ્રગટ કર. જયારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જયારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જયારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 લોકોને તું સુવાર્તા પ્રગટ કર. તે સંદેશ એ છે કે, લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહી શકે, એવો માર્ગ દેવે હવે સર્વ માટે ખૂલ્લો કરી દીધો છે. દરેક સમયે તું તૈયાર રહેજે. લોકોએ શું શું કરવાની જરુંર છે તે તું તેઓને કહે, તેઓની ભૂલ થાય ત્યારે તું તેઓને ધમકાવ અને તેઓને પ્રોત્સાહિત કર. આ બધું તું ખૂબજ ધીરજપૂર્વક તથા કાળજીપૂર્વકના ઉપદેશ વડે કર.

See the chapter Copy




2 તિમોથી 4:2
36 Cross References  

તમારા લોકની મોટી સભામાં મેં ઉદ્ધાર વિષેનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. હે પ્રભુ, તમે જાણો છો કે મેં મારા હોઠ બંધ રાખ્યા નથી.


“ઊઠ, મહાનગરી નિનવેમાં જઈને મેં તને આપેલા સંદેશનો પોકાર કર.”


જે મારા વિશે શંકાશીલ નથી તેને ધન્ય છે!”


તેમણે ઈસુ પાસે આવીને તેમને કરગરીને કહ્યું, “આ માણસને તમારે મદદ કરવા જેવી છે.


ઈસુએ જવાબ આપ્યો, “જેઓ મરેલાં છે તેઓ તેમનાં મરેલાંઓને ભલે દફનાવે, પણ તું જઈને ઈશ્વરના રાજનો પ્રચાર કર.”


તેઓ સાલામિસ આવી પહોંચ્યા એટલે યહૂદી ભજનસ્થાનોમાં ઈશ્વરના સંદેશનો બોધ કર્યો. સેવાકાર્યમાં મદદ કરવા માટે તેમની સાથે યોહાન માર્ક આવ્યો હતો.


શહેર બહાર નદીકિનારે યહૂદીઓનું પ્રાર્થનાસ્થાન હશે એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા. ત્યાં બેસીને અમે એકત્ર થયેલી સ્ત્રીઓ સાથે વાત કરી.


સપ્તાહને પ્રથમ દિવસે અમે રોટલી ભાંગવાને એકઠા થયા.


અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો.


સંદેશવાહકને મોકલ્યા વગર લોકો શી રીતે સાંભળશે? શાસ્ત્રમાં લખેલું છે: “શુભ સમાચાર લાવનારાઓનું આગમન કેટલું સુંદર છે!”


આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, સર્વ સમયે પ્રાર્થના કરો.


ખ્રિસ્તી સંદેશનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને સર્વ સારી બાબતોમાંથી ભાગ આપવો જોઈએ.


ઈશ્વરે મને મંડળીનો સેવક બનાવ્યો છે અને તમારા ભલાને માટે તેમણે મને આ ક્મ સોંપ્યું છે. આ કાર્ય તો તેમનો સંદેશો સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનું છે.


વળી, અમારે માટે પણ પ્રાર્થના કરો કે જેથી ઈશ્વર તેમનો શુભસંદેશ પ્રગટ કરવાની ઉત્તમ તક અમને આપે અને અમે ખ્રિસ્તનું રહસ્ય જણાવી શકીએ. એ જ કારણથી હું જેલમાં છું.


તમે અમારું અને પ્રભુનું અનુકરણ કર્યું છે અને જો કે તમારે ઘણું દુ:ખ સહન કરવું પડયું, તો પણ તમે તે સંદેશાને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો.


ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો.


ઈશ્વરપ્રેરિત સંદેશાઓને તુચ્છકારશો નહિ.


હું આવું ત્યાં સુધી તારો સમય જાહેર શાસ્ત્રવાચન પર અને ઉપદેશ તથા શિક્ષણ આપવામાં ગાળજે.


પાપ કરનારાઓને જાહેરમાં ધમકાવ જેથી બીજાઓ પર પણ ધાક બેસે.


જો કોઈ વ્યક્તિ પોતાને બધી ભૂંડી બાબતોથી શુદ્ધ રાખે તો તેનો ખાસ હેતુને માટે ઉપયોગ કરવામાં આવશે. કારણ, તેણે તેના માલિકને પોતાનું સ્વાર્પણ કરેલું છે અને તે તેને ઉપયોગી છે. વળી, સર્વ સારાં કાર્ય કરવાને માટે તે તૈયાર છે.


તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે; કદાચ પ્રભુ એવાઓને પાપથી પાછા ફરવાની તક આપે કે જેથી તેઓ સત્યને જાણી લે


પણ તેં તો સારા શિક્ષણનું,


તેનું કહેવું સાચું છે. આ કારણથી તારે તેમને ધમકાવવા,


આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતાં તારા પૂરા અધિકારનો ઉપયોગ કર. તેમનામાંનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ.


મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, આ ઉત્તેજનદાયક સંદેશા પર ધીરજથી ધ્યાન આપો. કારણ, આ તો મેં તમને ટૂંકમાં લખ્યું છે.


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Follow us:

Advertisements


Advertisements