Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 મારી વર્તણૂકનું અને મારા જીવનના યેયનું અનુકરણ કર્યું છે. તેં મારો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશક્તિ, સતાવણીઓ અને દુ:ખો જોયાં છે. અંત્યોખ, ઈકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે. તે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુ:ખો પડયાં, અને અંત્યોખમાં, ઈકોનિયામાં તથા લુસ્‍ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ બધાં દુ:ખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 લક્ષમાં રાખીને તથા મારી જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા, અને અંત્યોખમાં, ઇકોનિયામાં, તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો હતો; અને આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને બચાવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

11 મેં જે સતાવણી અને યાતનાઓ સહન કરી છે તે વિષે તને ખબર છે. અંત્યોખ, ઈકોનિયામાં, અને લુસ્ત્રામાં મારી સાથે જે બન્યું હતું તે તું જાણે છે. એ સ્થળોએ મેં કેવી કેવી સતાવણી સહન કરી હતી, એ તને ખબર છે. પરંતુ એ બધી મુશ્કેલીઓમાં પ્રભુએ જ મારો છુટકારો કર્યો છે.

See the chapter Copy




2 તિમોથી 3:11
43 Cross References  

તે આ છોકરાઓને આશિષ આપો. વળી, તેઓ મારે નામે તથા મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાકને નામે ઓળખાઓ અને પૃથ્વી પર તેમનો વંશ પુષ્કળ વૃદ્ધિ પામો.”


પ્રભુએ દાવિદને શાઉલ તથા તેના અન્ય શત્રુઓથી બચાવ્યો ત્યારે દાવિદે પ્રભુ સમક્ષ આ ગીત ગાયું:


તે મને મારા શત્રુઓથી બચાવે છે, મારા વિદ્રોહીઓ પર મને વિજય પમાડે છે અને જુલ્મી માણસોથી મારું રક્ષણ કરે છે.


નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે.


પ્રભુ તેમની સહાય કરે છે અને તેમને ઉગારે છે, તે દુષ્ટોથી તેમને ઉગારીને તેમનાથી તેમને મુક્ત કરે છે; કારણ, તેઓ પ્રભુનો આશ્રય લે છે.


ઈશ્વર કહે છે, “તે મને પ્રેમથી વળગી રહે છે માટે હું તેને બચાવીશ, તે મારું નામ કબૂલ કરે છે તેથી હું તેની રક્ષા કરીશ.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, તું તો કીડા સમાન નાજુક અને નિર્બળ છે. હે યાકોબ, તું નાનો છે, પણ બીશ નહિ; હું પવિત્ર ઈશ્વર તારો છોડાવનાર છું; હું તને મદદ કરીશ.


તું ઊંડા પાણીમાં થઈને પસાર થઈશ ત્યારે હું તારી સાથે રહીશ; તું નદીઓમાં થઈને ચાલીશ ત્યારે તેનાં પાણી તારા પર ફરી વળશે નહિ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને ઊની આંચ લાગશે નહિ અને જ્વાળાઓ તને સળગાવી શકશે નહિ.


તેઓ તારી સાથે લડાઈ કરશે પણ તને હરાવી શકશે નહીં, કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે હોઈશ” હું પ્રભુ એ પોતે બોલ્યો છું.


તે બચાવે છે અને તે જ છોડાવે છે. આકાશ અને પૃથ્વી પર તે અદ્‍ભુત કાર્યો અને ચમત્કાર કરે છે. તેમણે દાનિયેલને સિંહોનો ભક્ષ થતાં બચાવ્યો છે.”


પેર્ગાથી નીકળીને તેઓ પિસિદિયાના અંત્યોખમાં આવ્યા. વિશ્રામવારે તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા.


લોકોનાં ટોળેટોળાં જોઈને યહૂદીઓને ઈર્ષા આવી. તેઓ પાઉલની વિરુદ્ધ બોલ્યા અને તેનું અપમાન કર્યું.


લુસ્ત્રામાં એક લંગડો માણસ હતો; તે જન્મથી જ લંગડો હતો અને કદી પણ ચાલ્યો ન હતો.


યહૂદીઓના કાવતરાંને કારણે કપરા સમયોમાં થઈને પસાર થતાં પ્રભુના સેવક તરીકે મેં મારું સેવાકાર્ય પૂરી નમ્રતા અને ઘણાં આંસુઓ સાથે કર્યું છે.


ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે અફસરને લાગ્યું કે તેઓ પાઉલના ટુકડેટુકડા કરી નાખશે. તેથી તેણે પોતાના સૈનિકોને ટોળામાં જઈને પાઉલને ઉઠાવીને કિલ્લામાં લઈ આવવા હુકમ કર્યો.


ઇઝરાયલી લોકો અને બિનયહૂદીઓ પાસે હું તને મોકલું છું. તેમનાથી હું તારો બચાવ કરીશ.


પણ આજ દિન સુધી ઈશ્વરે મદદ કરી છે, અને તેથી નાનાંમોટાં સર્વ સમક્ષ મારી સાક્ષી આપતાં હું અહીં ઊભો છું. જે બાબતો વિશે સંદેશવાહકો અને મોશેએ કહ્યું હતું તે જ હું કહું છું.


અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ.”


યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે,


કારણ, જેમ અમે ખ્રિસ્તનાં ઘણાં દુ:ખોના ભાગીદાર છીએ, તે જ પ્રમાણે ખ્રિસ્તની મારફતે અમે તેમના મહાન દિલાસાના પણ ભાગીદાર છીએ.


અને તમારા માટેની અમારી આશા દૃઢ છે. અમે જાણીએ છીએ કે જેમ તમે અમારાં દુ:ખોના ભાગીદાર છો, તેમ જ અમને જે દિલાસો મળે છે, તેના પણ તમે ભાગીદાર થશો.


ખ્રિસ્તને લીધે હું નિર્બળતા, અપમાન, પરિશ્રમ, સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું; કારણ, જ્યારે હું નિર્બળ છું, ત્યારે જ હું બળવાન છું.


દોડની સ્પર્ધામાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે. મેં મારી દોડનું નિયત અંતર પૂરું કર્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું.


અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.


Follow us:

Advertisements


Advertisements