Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 દોડવીર દોડમાં ભાગ લે પણ નિયમો પ્રમાણે દોડે નહિ તો ઈનામ મેળવી શક્તો નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 જો કોઇ અખાડામાં હરીફાઇમાં ઊતરે તો, નિયમોના પાલન વિના તેને ઈનામ મળતું નથી.

See the chapter Copy




2 તિમોથી 2:5
14 Cross References  

ઈસુએ તેમને જવાબ આપ્યો, “સાંકડા બારણામાં થઈને જવા માટે તમારાથી બનતું બધું કરો; કારણ, હું તમને કહું છું કે ઘણા લોકો તેમાં પ્રવેશવા પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ.


અલબત્ત, કેટલાક ઈર્ષા અને ચડસાચડસીથી ખ્રિસ્તનો પ્રચાર કરે છે, પણ કેટલાક સદ્ભાવનાથી પ્રેરાઈને કરે છે.


એમ કરવાને માટે મારામાં કાર્ય કરી રહેલી અને ખ્રિસ્ત પાસેથી મળેલી મહાન શક્તિથી હું સખત પરિશ્રમ કરું છું અને ઝઝૂમું છું.


કારણ, પાપ સામેના યુદ્ધમાં હજી તમારે લોહી રેડવા સુધી લડવું પડયું નથી.


થોડા સમય માટે જ દૂતો કરતાં તમે તેને ઊતરતી કક્ષાનો કર્યો, પણ પછી તમે તેને મહિમા તથા સન્માનનો મુગટ પહેરાવ્યો અને સર્વ વસ્તુઓ પર સત્તાધીશ બનાવ્યો.”


પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


હું તરત જ આવું છું. વિજયના તારા ઇનામને કોઈ ઝૂંટવી ન લે તે માટે તારી પાસે જે છે તેને વળગી રહે.


તેઓ એમ કરે છે, ત્યારે પેલા ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાના ચરણે નમે છે અને જે સદાકાળ જીવંત છે તેની આરાધના કરે છે. તેઓ રાજ્યાસનની સામે પોતાના મુગટ ઉતારીને કહે છે,


રાજ્યાસનની આસપાસ ગોળાકારે ગોઠવાયેલાં બીજાં ચોવીસ આસનો હતાં. તેમના પર સફેદ વસ્ત્રો અને સુવર્ણ મુગટ પહેરીને ચોવીસ વડીલો બિરાજ્યા હતા.


Follow us:

Advertisements


Advertisements