Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જે સૈનિક નોકરી પર છે તે પોતાના અધિકારીને ખુશ કરવા માગે છે અને તેથી નાગરિક તરીકેના જીવનની જવાબદારીમાં તે સામેલ થતો નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 જે માણસ સૈનિક હોય તે પોતાના ઉપરી અધિકારીને ખુશ રાખવાની ઇચ્છા ધરાવે છે. તે પોતાની રોજીંદી જીવનમાં પોતાનો સમય વેડફતો નથી.

See the chapter Copy




2 તિમોથી 2:4
11 Cross References  

કાંટાઝાંખરામાં પડેલાં બી એવા લોકોનું સૂચન કરે છે કે જેઓ સાંભળે તો છે, પણ આ દુનિયાની ચિંતાઓ, સમૃદ્ધિ અને મોજશોખ તેમને ધીરેધીરે રૂંધી નાખે છે અને તેમનાં ફળ કદી પાક્ં થતાં નથી.


પણ એથી વિશેષ અમે આ ઘરમાં હોઈએ કે ત્યાં હોઈએ, પણ અમે ઈશ્વરને પસંદ પડીએ એવી ઉમેદ રાખીએ છીએ.


સ્વતંત્ર માણસો તરીકે જીવન જીવવા માટે ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. હવે સ્વતંત્ર માણસોને શોભતા સ્થાને સ્થિર રહો, કે જેથી તમે ગુલામીના બંધનમાં ફરીથી ફસાઓ નહિ.


એને બદલે, ઈશ્વર અમારી મારફતે જે જણાવવા માગે છે તે જ અમે જણાવીએ છીએ. કારણ, તેમણે અમને પસંદ કરીને શુભસંદેશ જાહેર કરવાનું કાર્ય સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માગતા નથી. પણ અમારા ઈરાદા પારખનાર ઈશ્વરને અમે પ્રસન્‍ન કરીએ છીએ.


દેમાસ આ દુનિયાના પ્રેમમાં પડીને મને તજી દઈને થેસ્સાલોનિકા ચાલ્યો ગયો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલમાતિયા ગયા છે.


આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ઓળખને લીધે જેઓ આ દુનિયાનાં ભ્રષ્ટાચારી બળોથી નાસી છૂટયા અને ત્યાર પછી ફરી તેમાં ફસાઈને તેમનાથી હારી ગયા તેવા માણસોની અંતની દશા તેમની શરૂઆતની દશા કરતાં વધારે ખરાબ થશે.


Follow us:

Advertisements


Advertisements